માત્ર ૧ સેકન્ડ જ અને બાઈકવાળા થઈ જાત ‘છે’ માંથી ‘હતા’ !! દીપડો સહેજ માટે ચુકી ગયો નિશાન, જુઓ વિડીયો

Spread the love

રાતે અંધારાના સમયે જંગલમાંથી પસાર ન થવાની સલાહ આપવામા આવતી હોય છે. શા માટે? આ વીડિયો જોઈને તમને પણ ખબર પડી જશે. કારણ કે જંગલમા આપણા પોતાના નિયમો અને કાયદાઓ ન ચાલે. હાલમા એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આઈ.એફ.એસ.(IFS) અધિકારીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે જે હાલ ખુબ જ શેર થઈ રહ્યો છે.

આ અધિકારીએ વાયરલ વીડિયો શેર કરતી વખતે લખ્યુ હતુ કે, દીપડો એ ભૂલી કેમ ગયો? મોટરસાઈકલ વાળા યુવાનોની આ છેલ્લી યાત્રા થઈ જાત. કૃપયા વન્યજીવોનુ સન્માન કરો. આ વાયરલ વીડિયોમા ચોખ્ખુ જોય શકાય છે કે એક દીપડો કઈ રીતે મોટરસાઈકલ ચલાવતા બે યુવકો પર અચાનક જ ત્રાટકે છે. જો ૧ સેકન્ડ પણ જરા આમ-તેમ મોડુ થયુ હોત તો આ બાઈક સવાર યુવકોનો કોળિયો થઈ ગયો હોત.

આ વાયરલ વીડિયો જોઈને લોકો નવી નવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યુ માંડ માંડ બચી ગયો દીકરા. તો કોઈએ કહ્યું હતું કે અમુક મુરખાઓ ક્યારેય શીખવા કે સમજવ જ નથી માગતા હોતા.

જુઓ આ ખોફનાક વીડિયો:

વિડીયો સૌજન્ય: સંદેશ ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *