માથાનો દુખાવો, ઉધરસ, પિત્તના રોગો જેવી ૫૦ થી પણ વધુ બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે આ આયુર્વેદ ની મહાઔષધ, જાણો તમે પણ…

Spread the love

ભારતમા બધે જ શતાવરીના છોડ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફૂટ ઊંચા, પાન નાના બારીક અને ડાળીના મૂળ પાસે છેડા સુધી બંને બાજુએ સરખા રહેલા હોય છે. તેને નાના સફેદ કલરના જુમખામા ફૂલ રહેલા હોય છે. આ છોડમા કાંટા રહેલા હોય છે. તેની દાળની એક બાજુએ કાંટાઓ હોવાથી તેને એકલકંટી પણ કહેવામા આવે છે. તેને ચૈ બોર જેવડા ફળ આવે છે. તે પાકીને લાલ કલરના થાય છે.

તેના મૂળ સાવ જીના અને જથ્થામાં હોય છે. તેની છાલ આછા લાલ પીળા રંગની હોય છે. તેને કાઢીને અંદરથી સફેદ કલરનો ગાભો અને વચ્ચે દોરો હોય છે. તેના મૂળને સતવારી કહે છે.

તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેને સો કરતાં વધારે મૂળ રહેલા હોય છે. તેથી તેને શતાવરી કહે છે. તેના વાળ પાન જેવા ઝીણા અને વધારે હોય છે. તે ઠંડી, વાજીકર, મધુર કડવી, રસાયન, સ્વાદિષ્ટ, પચવામાં ભારે, ચીકણી, બાલ વધારનાર, બુદ્ધિ આપનાર, આંખ માટે લાભદાયી હોય છે.

તેનાથી ત્રણે દોષ દૂર થાય છે, ક્ષય, રક્તદોષ, સોજો, ગોળો અને અતિસારને દૂર કરે છે. તે પિત્તને પણ દૂર કરે છે. આનું એક ચમચી ચૂર્ણ અને સાકર દૂધમાં ભેળવીને લેવાથી એસિડિટીમાં રાહત મળે છે. તે અનેક રીતે ઉપયોગી છે. તેનાથી શક્તિ મળે છે. મહાશતાવરી હ્રદય માટે લાભદાયી, બુદ્ધિ વધારનાર અને અનેક રીતે ઉપયોગી છે.

સતાવરી અને સાકર નાખેલા દૂધને પીવાથી દૂઝતા હરસમાં ફાયદો થાય છે. મૂત્રાશયની શુદ્ધિ કરવા માટે શતાવરી અને ગોરખું એક ચમચી લઈ તેમાં સાકર અને પાણી નાખીને તેને ઉકાળીને લેવાતાહી મૂત્રમાર્ગે લોહી નીકળતું નથી. તેનાથી લાભ થાય છે. કિડની પર સોજો આવી ગયો હોય ત્યારે આની સાથે ગોખરુ લેવાથી ઘણા લાભ થાય છે. તેનો તાજો રસ સવાર અને સાંજ બે ચમચી લેવાથી અથવા મહાશતાવરીનું તાજું ચૂરણ સાકરવાળા દૂધમાં નાખીને લેવાથી ધાવન્મા વધારો થાય છે.

તમને લીલી શતાવરી ન મળે ત્યારે તેનું ઘૃત પકાવીને લેવું જોઈએ. ૫૦૦ ગ્રામ ઘી, ૨ કોળી શતાવરીનો રસ અને તેના મૂળિયા ૨૦૦ ગ્રામ ઉમેરીને ઉકાળવુ. પાણી બળી જયા ત્યાં સુધી ઉકાળવુ એક ચમચી શતાવરીને ઘૃત દિવસમાં ત્રણ વાર લેવાથી અનેક લાભ થાય છે. તેના બે ચમચી રસમા એક ચમચી મધ ભેળવીને લેવાથી સ્ત્રીના પિત્તનું શ્વેત પ્રદર ઠીક થાય છે.

ફેફસામાં નાની મોટી તકલીફ હોય ત્યારે આનું ચૂરણ સાકર અને દૂધા સાથે ઉકાળીને લેવાથી લાભ થાય છે. રતાંધળાપણામાં આના કુમળા પાન ગાયના ઘીમાં વધારીને સેવન કરવાથી આ દૂર થાય છે. મોઢામાં, હોજરીમાં કે આંતરડામાં ચાંદા પડ્યા હોય ત્યારે શતાવરી ઘૃત લેવાથી ફાયદો થાય છે. બને તો લીલી શતાવરીનો તાજો રસ લેવો ત્રણેય સમય બે ચમચી જેટલો લેવાથી લાભ થાય છે.

શતાવરી, જીરું અને ગાળો અડધી અડધી ચમચી ચૂર્ણ લઈ પાણીમાં ભેળવીને સવારે અને સાંજે લેવાથી તાવ દૂર થાય છે. એક ગ્લાસ ગાયના દુધમાં આનું ચૂર્ણ નાખીને લેવાથી પથરી દૂર થાય છે. એક ચમચી આ ચૂરનમા બોદા ગોખરુ ભેળવીને દૂધમાં ઉકાળીને લેવાથી પથરી દૂર થાય છે.

આનું સેવન કરવાથી આયુષ્ય લાંબુ થાય છે. તબિયત સારી રહે છે. વજન વધીને શરીર તંદુરસ્ત બને છે. એક ગ્લાસ દૂધમાં એક ચમચી સતાવરી અને સાકર ભેળવીને તેને પીવાથી શરીરમાં શક્તિ મળે છે. તેના તેલને નારાયણ તેલ કહે છે. વાની તકલીફ હોય તેને તેલથી લઘુ એનિમા લેવાથી વાયુની બીમારી, કટિશૂળ, સાંધાનો દુખવાઓ, સાંધાના દુખાવા જેવી સમસ્યા દૂર થાય છે.

ચાંદા માટે અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દૂધમાં પાણી નાખીને ૧૦ ગ્રામ શતાવરી ચૂરણ અને ૫ ગ્રામ જેઠીમધ ચૂરણ બે ચમચી ખડી સાકર નાખીને ધીમા તાપે પાણીમાં બળે જાય ત્યારે તેને ઠડું કરીને લેવાથી બધેથી ચાંદા માટે છે. આહારમાં દૂધનું પમાન વધારે હોવું જોઈએ. ગોળ, લસણ, ડુંગળી, કાળા મરી, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મુળા વગેરે છોડી દેવું જોઈએ. તમારે મોડા શાકભાજાઈ, રોટલી જેવા સાદો ખોરાક લેવો જોઈએ.

શતાવરી, જેઠીમધ અને સાકર ત્રણેય સરખા વજનમાં લઈને તેને ચૂરણ બનાવીને સવાર અને સાંજ લેવાથી શરીની આંતરિક ગરમી દૂર થાય છે. તેનાથી હાથના અને પગના તળિયામાં બળતરા દૂર થાય છે. જેમને પિત્તની તકલીફ હોય ત્યારે આહાર વિહારનો ત્યાગ કરવો. તીખી, ખારી અને ખાટી એવી ચીજો સતત કે વધારે પડતાં ઉપયોગ કરવાથી પિત્તપ્રકોપ થાય છે. ચિંતા, ઉજાગરો અને ગુસ્સો અને તડકામાં વધારે રહેવાથી આ તકલીફ થાય છે. તેનાથી તકલીફ દૂર થાય છે.

અંદાજીત ૨૫૦ ગ્રામ દુધમા એક શતાવરી ચૂરણ, એક ચમચ સાકરનો ભુક્કો અને બે ચમચ ગાયનુ ઘી નાખીને તેને ગરમ કરીને ઉકાળીને તેને લેવુ. તેનાથી ચારે દ્રવ્યો પિત્તનો નાશ કરે છે. આને લાંબા સમય સુધી લેવાથી વર્ષો જૂની પિત્તની તકલીફ દૂર થાય છે. વજન વધારવા માટે અશ્વગંધા અને જેઠીમધનો અડધી ચમચી લેવું જોઈએ. તેમાં વિટામિન એ રહેલું હોય છે. તેનાથી આંખની રોશની વધે છે. તે કિડની માટે સારું છે. શતાવરીમાં હાજર રહેલ મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

તેમાં વધારે પ્રમાણમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી તત્વ રહેલું હોય છે. તેનાથી ડાયાબિટીસ અને હ્રદયને લગતી તકલીફ દૂર થાય છે. તેમાં રહેલ વિટામિન બી બ્લડ શુગર સ્તરને ઘટાડે છે. તેનો રસ ઉધરસને દૂર કરવામાં મદદ મળે છે. સૂકી ઉધરસ હોય ત્યારે આનું ચૂરણ ખૂબ ઉપયોગી છે. કફની સમસ્યા થાય ત્યારે આનાથી લાભ થાય છે.

માઈગ્રેનમાં આનો ઉપયોગ કરવા માટે તેને પીસીને રસ કાઢી લેવું. તેના રસ જેટલું તેલ નાખીને માથા પર મસાજ કરવાથી માઈગ્રેન દૂર થાય છે. તેના માટે સવારે અને સાંજે પાંચ ગ્રામ થી દસ ગ્રામથી જેટલું ઘીમાં ભેળવીને હૂંફાળા દૂધમાં લેવાથી પ્રદર રોગ દૂર થાય છે.

ઘણા લોકોને ડુંગળીની એલર્જી હોય તેને આનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં રહેલ કેલ્શિયમ લાભ કરે છે. લોહીમાં વધારે કેલ્શિયમ હોવાથી હાયપર્ક્લેસિમિયાનું કારણ થઈ શકે છે. તેનાથી ઊલટી, થાક અને મગજને અસર કરી શકે છે. તેને અંદર કાર્બોહાઈડ્રેત હોવાથી શતાવરીનો વધુ પડતો વપરાશ કરવાથી મેદસ્વીતા બની શકે છે. તેનાથી આડઅસર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *