માથાના દુખાવાથી લઈને મગજની બીમારીઓ માટે ખુબ અસરકારક છે આ દિવ્ય ઔષધી, જાણો તમે પણ…

Spread the love

નેપાળનું વુક્ષ કોંકણ પ્રદેશમાં વધુ જોવા મળે છે. તેના વૃક્ષો મોટા હોય છે. તેના પાન એરંડાના પાનથી નાના હોય છે. તેના ફૂલ પીળા અને સફેદ પડતા જોવા મળે છે. તેના ફળ જાડા હોય છે. તેના બીજમાં કોઈ પણ દુર્ગંધ આવતી નથી. તે દુર્ગંધ વગરના હોય છે. નેપાળમાં ગુણમાં રેચક, શોધક, અગ્નિદીપક, ઊલટીકારક, અતિ ઉષ્ણ તથા પિત્તકર અને ભેદક હોય છે. તો ચાલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ.

તેનો ખાસ ઉપયોગ જુલાબ લેવા માટે પણ થાય છે. તે જળોદર, કમળો, મૂત્રપિંડ તથા મૂત્રાશયની પથરી, કમર, પીંડીનો દુખાવો જેવા અનેક રોગને દુર કરવા માટે થાય છે. નેપાળાનો ઉપયોગ કાળી દ્રાક્ષ સાથે કરવાથી વધુ ફાયદો થાય છે. તેને એમનમ લેવાથી પેટમાં બળતરા થઈ ઉલટી ઉબકા થાય છે. તેથી તેનો ઉપયોગ કાળી દ્રાક્ષ સાથે કરવામાં આવે છે.

બે ભાન વખતે દર્દીને શક્તિ અને વ્યાધિના પ્રમાણમાં તેના એ થી બે ટીપા જીભ પર પડતા તે સારી અસર કરે છે. મગજના રોગમાં કાન પાછળ નેપાળો મુકવાથી તેમાં રાહત મળે છે. જયારે માથાનો દુખાવો થતો હોય ત્યારે નેપાળના બીજને લીમડાના રસમાં ઘસી માથા પર લગાવાથી ફાયદો થાય છે. જયારે છાતી પર દુખાવો થતો હોય ત્યારે તેનું તેલ લાગવાથી ફાયદો થાય છે. સાંધા અને માથાની ઉંદરી દુર કરવા માટે પણ નેપળોનો ઉપયોગ થાય છે.

તેનો લેપ યોગ્ય દવા સાથે બનાવથી શરદીને લીધે થતા તમામ સોજા તે દુર કરે છે. નેપાળના બીજને ખાંડીને તેને પાણીમાં પલાળી દેવા ત્યાર બાદ સવારે તે પાણી દસ થી વીસ મીલીગ્રામ જેટલો પીવાથી યુરીય ને લગતી બધી સમસ્યા દુર થાય છે. શુદ્ધ નેપાળો વીસ ગ્રામ, સંચળ, બહેડા છાલ અને લીંડીપીપર બધી વસ્તુને દસ ગ્રામ લઈ તે બધાની નાની નાની ગોળી બનાવી તેને છાયે સૂકવી રાખવા. તે ગોળીને નિયમિત ખાવાથી કબજિયાત, તાવ, દુખાવો, અને આફરા જેવા રોગને દુર કરે છે. આ ગોળીને તમે સાકળ સાથે પણ લઈ શકાય છે. માથાના વાળને કાળા બનાવવા માટે પણ નેપાળનો ઉપયોગ થાય છે.

નેપાળાનાં બીજ દસ ગ્રામ, ખારો, શુદ્ધ ગંધક, ટંકણખાર, સૂંઠ અને મરી આ બધી વસ્તુને દસ ગ્રામ લઈ તેને એકદમ ભુક્કો કરી તેને લીંબુના રસમાં મિક્સ કરી નાની નાની ગોળી બનાવવી. આ ગોળીના ઉપયોગ કરવાથી તે ઝાડા અને તાવને દુર કરે છે. નેપાળના બીજ, એંસી ગ્રામ હરડે, ગરમાળાનો ગર, આમળા, દાંત, મૂળ, કડુ, , નસોતર, ઝેર કચૂરો, દેવદાર, સિંધવ અને સાજીખાર આ બધી વસ્તુને ચાલીસ ગ્રામ લેવા.

તેની સાથે ગંધક વીસ ગ્રામ, શુદ્ધ ખારો અને હરતાલ આ બધી વસ્તુને દસ ગ્રામ સુંઠ, મરી અને પીપર બધી વસ્તુ દસ ગ્રામ લઈ તેનો બારીક ભુક્કો કરી તેની ગોળી બનાવવી. આ ગોળીનું સેવન કરવાથી પેટમાં થતો વાયુ, પેટનો દુખાવો તથા જે વ્યક્તિને કબજિયાત વધુ રહેતી હોય તેને આ ગોળી લેવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *