માતા લક્ષ્મી નું પૂજન કરતા સમયે આ ૬ વસ્તુઓ કરો તેમને અર્પણ, ઘરમા આવશે સુખ-સમૃદ્ધિ, દરિદ્રતા થશે દૂર…

Spread the love

ભારતીય હિન્દુ ધાર્મીક શાસ્ત્રમા જણાવ્યા મુજબ સપ્તાહમા આવતા બધા વાર દેવી દેવતાઓને સમર્પિત કરવામા આવ્યા છે. શુક્રવારને ધન અને વૈભવની દેવી લક્ષ્મીજીને સમર્પિત્ત કરવામા આવ્યો છે. આ દિવસે બધા લોકો માતા લક્ષ્મીની પુજા અર્ચના કરે છે. ધાર્મીક શાસ્ત્રમા કહ્યુ છે કે તે દીવસે લક્ષ્મીજીની સવારે અને સાંજે બે વાર પુજા કરવી જોઇએ. આ દિવસે સારી રીતે યોગ્ય પુજા કરવામા આવે તો તે આપણા પર ખુશ થાય છે અને આપણી બધી જ સમસ્યાઓ દુર કરે છે.

આમની કૃપાદ્રષ્ટી જે લોકો પર હોય છે તે લોકોના જીવનમા ક્યારે પણ સમસ્યાઓ આવતી નથી. તે લોકોને હમેશા સફળતા મળે છે. તેમના ઘરમા સુખ, સમૃદ્ધી અને શાંતી આવે છે. લોકો આમને ખુશ કરવા માટે ઘણા બધા ઉપાયો કરે છે. આજે અમે તમને ઘણી વસ્તુઓ વિશે જણાવાના છીએ. તેમની પુજા કરતા સમયે પ્રસાદમા આ વસ્તુઓ અર્પણ કરવી જોઇએ. તેથી લક્ષ્મીજી ખુશ થાય છે.

આ છ વસ્તુઓ ધરવી જોઇએ :

નારીયેળ :

હિન્દુ ધર્મમા ખુબ જ શુભ ગણવામા આવે છે. આનો ઉપયોગ બધી જાતની પુજા અને માંગલિક કામમા વપરાય છે. આને શ્રીફળના નામથી ઓળખવામા આવે છે. લક્ષ્મીને સંપત્તીની દેવી તરીકે પણ ઓળખવામા આવે છે. શ્રી નો અર્થ લક્ષ્મી પણ થાય છે. આમની પુજા કરતા સમયે લીલુ અથવા સુકુ નારીયેળ રાખવું જોઇએ. તેનુ પાણી પણ રાખી શકો છો.

સિંઘારા :

આ ઠંડીની સિઝન દરમિયાન આવતુ ફળ છે. આને શુદ્ધ ગણવામા આવે છે. આ પાણીમા ઉગી નિકળે છે અને આ ઉપરથી એકદમ કડક હોય છે. જો પુજામા આનો પ્રસાદ રાખવામા આવે તો લક્ષ્મીજી ખુશ થાય છે.

પાન :

લક્ષ્મીજીને પાન પ્રીય છે. પુજા અર્ચના કરતા સમયે સોપારી સાથે લક્ષ્મીજીને પાન ધરવુ જોઇએ. આમ કરવાથી તે તમારા પર પ્રસન્ન થાય છે. આનાથી તમારા જીવનમા ક્યારે પણ આર્થીક સંકટ આવતો નથી.

મખના :

લક્ષ્મીજીને માળા ખુબ જ પસંદ આવે છે. તે કમળના આસન પર બિરાજમાન છે. આ ફુલ માથી થતુ ફળ તેમનુ ખુબ જ પ્રિય છે. તેની ઉપરની સપાટી કડક અને પવિત્ર ગણવામા આવે છે. પ્રસાદમા તમે મખના રાખો છો તો લક્ષ્મીજી ખુશ થાય છે. ઘરમા વૈભવ આવે છે.

ખીર :

લક્ષ્મીજીને પુજા દરમિયાન ખીર ચડાવી જોઇએ. તેમા કેસર નાખવુ ખુબ જ સારુ ગણાય છે. આને તમે ભોગ તરીકે ચડાવી શકો છો. આને પ્રસાદ રૂપે બધા લોકોને આપી શકો છો.

પતાશા :

આનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે. તે દેવી લક્ષ્મીના ભાઇ તરીકે માનવામા આવે છે. પુજા કરતા સમયે તમે પતાશા ચડાવો છો તે લક્ષ્મીજીને ખુબ જ પસંદ આવે છે અને તેના આશીર્વાદ તમારા પર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *