ચિંતા-ઉપાધી તેમજ માનસિક તણાવ ને દુર કરવા જરૂરથી કરવો જોઈએ આ આયુર્વેદિક ઉપચાર, જાણો તમે પણ…

Spread the love

સંતરા અને તેની છાલ ડીપ્રેશન અને તણાવ સામે રક્ષણ આપે છે. આને સુંઘવાથી મુડ બદલી જાય છે. આ છાલને પાણીમા નાખીને ઉકાળવી જોઇએ. આની વરાળ લેવી જોઇએ. અથવા તમે સંતરાના રસમા મધ અને જાયફળ પાવડર ભેળવીને દિવસમા બે થી ત્રણ વાર પીવુ જોઇએ. જાયફળ પણ સુગંધિત હોય છે. આ આપણા શરીરને અને સ્નાયુને આરામ આપે છે. આ ચિંતા, તણાવ અને ઉદાસતાને દુર કરે છે. આ અનિન્દ્રાને પણ દુર કરે છે. આના તેલને સુંઘવાથી મુડ બદલી જાય છે અને માનસિક થાક દુર થાય છે. તમારા આહારમા આ પાવડર મિક્સ કરીને પીવુ જોઇએ.

વરીયાળી ખુબ જ ફાયદાકારક ઔષધિ છે. આ ચિંતામા ઘટાડો કરે છે. આના તેલની મસાજ કરવાથી ચિંતા હળવી થાય છે. આ પાચનતંત્રને પણ મજબુત કરે છે. એક પેપર પર આનુ તેલ લગાવીને સુંધતા રહેવુ જોઇએ. કલાકે અને કલાકે આને સુંઘવુ જોઇએ. અમુક સમયે આની સુંગધ લેવી જોઇએ. જમ્યાબાદ આની ચા પીવી જોઇએ. આનો રસ પણ પીવો જોઇએ. કેમોલી આ સમસ્યા માટે સારી છે. આનો ઉપયોગ પણ વધારે કરવો જોઇએ. આ શરીરને આરામ આપે છે.

ત્રણ થી ચાર વાટકા પાણીને ગરમ કરવુ. તેમા મધ અને સુકા કેમોલી નાખવા. આ ઉકળે ત્યારબાદ તેને ગાળીને પીવુ જોઇએ. મહિના સુધી રોજ ત્રણ વાર પીવુ જોઇએ. આ સમસ્યા માટે રોઝમેરી પણ અસરકારક છે. આ રુધિરાભિસરણને વધારે છે. આ શ્વસન અને પાચનના સ્નાયુને આરામ આપે છે. આને ખાવાથી યાદશક્તિ વધે છે. આને પાણીમા નાખીને ઉકાળવુ જોઇએ. ત્યારબાદ તેને પીવુ જોઇએ. આની સારી અસર થાય ત્યા સુધી આ પીવુ જોઇએ. આના તેલને સુંધવુ જોઇએ. અથવા તો આનો ધુપ કરવો જોઇએ.

લીંબુનુ બામ મગજને આરામ આપે છે. આ નિન્દ્રા વધારે છે અને ચિંતા ઘટાડે છે. આ પાચાનતંત્ર મજબુત કરે છે. આને તમે ગ્રીન ટી, લવંડર અને કેટનિપમા ભેળવી શકો છો. આ મલમને પાણીમા ઉકાળવુ જોઇએ. તેને ઢાંકીને ઉકાળવુ જોઇએ. રાતે સુતા પહેલા આને એક સપ્તાહ સુધી પીવુ જોઇએ. આનો ઉપયોગ તેના કરતા વધારે ન લેવુ જોઇએ.

ગરમ પાણી પણ આ સમસ્યામા આરામ આપે છે. ટબમા ગરમ પાણી ભરવુ. તેમા એક વાટકો બેકિંગ સોડા અને આદુ નાખીને તેમા અડધી કલાક માટે બેસવુ જોઇએ. તમારી પાસે મોટુ ટબ નથી તો તમે આનાથી સ્નાન પણ કરી શકો છો. તમે આ પાણીમા કેમોલી તેલ, લવંડર, બર્ગામોટ, જોજોબા અને ગેરેનિયમ તેલ પણ નાખી શકો છો.

લવંડર પણ ડીપ્રેશનને દુર કરે છે. આમા રહેલ બાયોએક્ટિવ જેવા ગુણો નર્વસ સિસ્ટમને શાંત કરે છે. આ તેલને પાણીમા નાખીને ઉકાળવુ જોઇએ. આની વરાળ લેવી જોઇએ. આમ કારવાથી ચિંતા અને તણાવ દુર થાય છે. આ તેલમા બદામનુ તેલ અને કોઇ પણ સામાન્ય તેલ ભેળવીને પીઠ અને ડોક પર મસાજ કરવી જોઇએ. આમ દરરોજ કરવુ જોઇએ.

બદામમા ઓમેગા 3, ફેટી એસિડ અને અનેક પોષણ તત્વો રહેલ હોય છે. આનાથી મુડમા સુધારો થાય છે. આ જલન વિરોધી તતવો હોય છે. આ શરીરની કોશિકાની જલનમા ઘટાડો કરે છે. આ મગજના કોષોને વધારે છે. રાત્રે સુતા પહેલા બદામને પાણીમા પલાળીને સવારે છાલ ઉતારીને ચાવીને ખાવી જોઇએ. દુધમા આની પેસ્ટ, આદુ અને જાયફળ પાવડર ભેળવીને પીવુ જોઇએ. આ એક સપ્તાહ સુધી પીવાથી આરામ મળે છે.

શરીરની નિયમિત મસાજ કરવાથી તણાવ દુર થાય છે. મસાજ માટે તમે ગમે તે તેલ વાપરી શકો છો. એક વાટકામા થોડુક તેલ ગરમ કરવુ જોઇએ. આનાથી સવારે અને સાંજે બે વાર મસાજ કરવી જોઇએ. આમ એક સપ્તાહ સુધી કરવુ જોઇએ. આ જ્યારે કરીએ ત્યારે ધુમ્રપાન અને કેફિન પીણાથી દુર રહેવુ જોઇએ. દરરોજ કસરત અને યોગ, પુરતી ઊંઘ અને સારી જીવનશૈલી અપનાવી જોઇએ. આમ કરવાથી ચિંતા અને તણાવ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *