મને ગર્વ છે કે હું છુ ગુજરાતી! ગુજરાત ના વૈજ્ઞાનિકોએ બનાવ્યા કોરોના વાઈરસ સામે પૂરેપૂરુ રક્ષણ આપતા માસ્ક
મિત્રો, સમગ્ર દેશમા કોરોના વાયરસના સંક્રમણ ના કારણે આજે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે અને લોકો ને આ ચેપ થી બચાવવા માટે હવે માસ્ક પહેરવા ફરજિયાત કરવા પડયા છે. ભાવનગર ખાતે ની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા એક અસાધારણ અને અનન્ય શોધ કરવામા આવી છે. આ નવી ટેકનોલોજીવાળા માસ્ક વાઈરસ ના નિવારણ માટે ઉપયોગી સાબિત થઇ શકે.
આ માસ્ક નુ મૂલ્ય સામાન્યજન ને આર્થિક રીતે પોસાય તેટલુ છે, તેનુ મૂલ્ય અંદાજે ૨૫-૪૫ સુધી રહે છે. વૈજ્ઞાનિકોએ મેમ્બ્રેન ટેકનોલોજી એટલે કે કેમીકલ પડદાવાળી તકનીક નો ઉપયોગ કર્યો છે અને આ તકનીક જીવાણુઓ તેમજ વાયરસ ના બેકટેરીયા થી માસ્ક પહેરનાર નુ સંપૂર્ણ રીતે રક્ષણ કરશે.
વૈજ્ઞાનિકોએ એવો દાવો પણ કર્યો છે કે આ નવી તકનીકવાળા માસ્કમા ચોંટી જતા બેકટેરીયા અને વાયરસ ના જીવાણુઓ ને ત્યાં ને ત્યાં જ સમા કરી શકે છે. માસ્ક ના બહારી ભાગ પર જ વાયરસ અને કીટાણુંઓ નો નાશ થઈ જાય છે. આ માસ્કમા વિશેષ મટીરીયલ નો ઉપયોગ કરવામા આવ્યો છે. આ માસ્ક નુ બહાર નુ પડ એટલે કે બહાર નો ભાગ વિશેષ મટીરીયલ થી કેમિકલ સાથે બનાવવામા આવ્યો છે.
હવે જો આ અવિશ્વસનીય સંશોધન ને મેડિકલી માન્યતા મળી જાય તો તે દેશવાસીઓ માટે લાભદાયી સાબિત થઈ શકે છે અને સમગ્ર મેડિકલ ફિલ્ડ માટે તેમજ વિશેષ કરીને આરોગ્ય કર્મીઓ માટે અત્યંત વિશેષ સાબિત થઈ શકે છે કારણ કે, તેના ઉપયોગ થી દર્દીઓ ને સાજા કરવામા લાગેલા દાક્તરો અને નર્સો ને ચેપ લાગશે નહી.
ઈન્સ્ટીટયુટ ના મુખ્ય અધિકારી ડો.વી.કે.શાહીએ પત્રકારો ને આ માહિતી જણાવતા કહ્યુ છે કે, આ એક ઇનોવેટીવ આઈડિયા છે. એમણે પણ જણાવ્યુ કે આ માસ્ક નો બહાર નો ભાગ એન્ટી વાયરલ અને એન્ટી બેકટેરીયલ છે. આ ઉપરાંત તે ફંગસ ને પણ મારે છે. આ માસ્ક ની બહાર ના ભાગ મા જો જીવાણુ ચોંટી જાય તો તેનો પણ નાશ થઈ જાય છે. એમનો દાવો છે કે આ માસ્ક એન–૯૫ માસ્ક કરતા પણ શ્રેષ્ઠ છે.
આ માસ્ક મા મોડીફાઈડ પોલીસલ્ફોન મટીરીયલ નો ઉપયોગ કરવામા આવ્યો છે અને તેની જાડાઈ ૧૫૦ માઈક્રોમીટર જેટલી છે. આ મટીરીયલ ગમે તેવા વાયરસ ને દૂર કરી શકે છે. ૬૦ નેનોમીટરની સાઈઝવાળા વાયરસ પણ તેમા નાશ પામે છે. કોરોના વાયરસ નુ ડાયામીટર ૮૦-૧૨૦ નેનોમીટર જેટલુ હોય છે.
આ માસ્ક નુ મૂલ્યપણ ખૂબ જ સાધારણ છે અને ઈન્સ્ટીટયુટ દ્રારા એવુ આયોજન કરવામા આવી રહ્યુ છે કે આ માસ્ક નુ વિનામૂલ્યે પણ તેઓ વિતરણ કરશે. કોર્પેારેટ સોશ્યલ રિસ્પોન્સીબિલિટી પ્રવૃત્તિ અનુસાર તેઓ આ માસ્ક નુ મફત મા વિતરણ કરી શકે છે.