મંદિરમા બુટ-ચંપલ સાચવવા નુ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી આ સ્ત્રીએ કર્યું પચાસ લાખ નુ દાન….

Spread the love

મિત્રો, મધ્યપ્રદેશમા કટની નદીના તટ પર કટની નામનુ એક નાનુ એવુ શહેર સ્થિત છે. આજ થી ૪૦ વર્ષ પહેલા કટનીમા વસવાટ કરતી ફુલમતી નામની એક સ્ત્રી પર જાણે કે આભ તૂટી પડ્યુ તેવી સ્થિતિ સર્જાઈ. એક આકસ્મિક ઘટનામા ફુલમતીના પતિ, પુત્ર અને પુત્રી બધા જ લોકો અવસાન પામ્યા. હવે, ફુલમતી સાવ એકલી થઈ ગઈ. એવુ કહેવાય છે કે, જેનુ કોઈ જ નથી હોતુ એની સાથે સ્વયં પ્રભુ હોય છે.

ફુલમતી મધ્યપ્રદેશ થી ઉતરપ્રદેશમા પ્રભુ શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા ખાતે આવી. વૃંદાવનમા પ્રભુ શ્રીકૃષ્ણ ની સેવામા જ પોતાનુ જીવન વ્યતીત કરવાનુ એણે નિર્ધારિત કર્યુ. બીજા પર આધારિત રહેવાની જગ્યાએ તેમણે સ્વયં પરિશ્રમ કરી અને પ્રભુ ભક્તિમા લીન થઈને જીવન વ્યતીત કરવાનો નિશ્વય કર્યો. ફુલમતીએ એનુ નામ બદલાવીને યશોદા દાસી કરી નાખ્યુ હતુ.

યશોદા દાસી પ્રભુ શ્રી કૃષ્ણના મંદિરની બહાર બેસે અને મંદિરે આવતા શ્રદ્ધાળુઓ ના બુટ-ચંપલ સાચવવા ની સેવા કરે. શ્રદ્ધાળુઓ જે કંઈપણ ભેટ આપે તેમાં થી તેનુ ગુજરાન પણ ચાલે અને થોડી બચત પણ કરે. યશોદા દાસી છેલ્લા ૪૦ વર્ષથી અહી સેવા કરી રહી છે. ૩૦ વર્ષની વયે કટની થી મથુરા આવેલ યશોદા દાસી અત્યારે ૭૦ વર્ષની વય ધરાવે છે.

યશોદા દાસી ગાયો ની આ ખરાબ સ્થિતિ જોઈને અત્યંત દુઃખી થતા. પ્રભુ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય એવા ગૌમાતા ની દયનિય હાલત જોઈને વ્યથિત થયેલા યશોદા દાસીએ આ નિરાધાર ગાયો માટે એક ગૌશાળા બનાવવા નુ નક્કી કર્યુ. ૪૦ વર્ષ થી પાઈ-પાઈ એકઠી કરીને બચાવેલી રકમ અને તેનુ વ્યાજ બધુ મળીને આ વૃદ્ધાએ ૫૦ લાખ રૂપિયા ગૌશાળા બનાવવા માટે દાનમા આપી દીધા.

વતન કટનીમા રહેલી નાની મિલકત વહેંચીને મળેલા ૧૧ લાખ પણ બીજી એક સંસ્થાને ધર્મશાળા બનાવવા માટે દાનમા આપી દીધા. ૭૦ વર્ષની આ વૃદ્ધાએ તેની બધી જ બચત દાન-ધર્મના કાર્યમા આપી દીધી. આવતીકાલે શુ થશે? તેની કોઈ જ ચિંતા કર્યા વિના ગાયો માટે રહેવા અને ખાવા માટે ની વ્યવસ્થા કરી આપી.

આ માજી હાલ પણ પ્રભુ શ્રીકૃષ્ણ ના મંદિર ની બહાર એક ભિક્ષુક ની માફક સાવ સામાન્ય જગ્યામા બેસીને લોકો ના બુટ-ચંપલ સાચવવા નુ કાર્ય કરે છે. આટલુ મોટુ કાર્ય કરનાર આ વૃધ્ધા ને એક ટીવી ચેનલના પત્રકારે પૂછ્યુ કે, “તમે આટલી મોટી રકમ આપીને ગૌશાળા નુ નિર્માણ કરાવ્યુ છે ત્યારે તમે શુ અનુભવો છો?”

યશોદા દાસીએ જવાબ આપ્યો, “આ ગૌશાળા નુ નિર્માણ મે નહી પરંતુ, પ્રભુ શ્રીકૃષ્ણ એ કર્યુ છે.” ગાયો ના નામ પર પોતાનુ પેટ ભરાનારા લોકો થી દેશ ઉભરાઈ રહ્યો છે ત્યારે યશોદા દાસી જેવી સ્ત્રી પોતે ભૂખ્યા રહીને પણ ગાયો નુ પેટ ભરવા જેવુ નેક કાર્ય કરી રહી છે ત્યારે સલામ છે તેમની ખુમારી પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *