મળ, મૂત્ર, છીંક, ઊંઘ, આસું, હેડકી, તરસ, ભૂખ તેમજ બગાસા જેવા કુદરતી વેગને રોકવાથી થાય છે આવું, ભૂલેથી પણ ન કરવી આ ભૂલ, નહિતર…

Spread the love

મિત્રો આજના આર્ટીકલમાં આપણે મનુષ્યના શરીરની અમુક ક્રિયાઓ વિશે વાત કરીશુ, જેને અટકાવવાથી આપણા શરીરને ખુબજ નુકશાન પહોચાડે છે, જો તમે તમારા શરીરની સંભાળ વધારે સારી રીતે લેવા ઈચ્છતા હોવ તો તમારે આ આર્ટીકલ જરૂર વાંચવુ જોઈએ. મનુષ્યના શરીરની ખુબ જ જટિલ બનાવટ હોય છે એટલે કે તેને સમજવું ખુબજ અઘરુ છે. મનુષ્ય શરીરની અંદર ચયાપચયની ક્રિયા સતત ચાલતી રહે છે અને તેના લીધે આપણુ શરીર પણ કાર્યરત રહે છે.

સ્વસ્થ મનુષ્યના શરીરનો આધાર તેના ચયાપચયની ક્રિયા પર રહેલો છે, શરીર હજારો કોષોનું બનેલું છે અને તે સતત પોતાને બદલતું રહે છે, તે પોતાને હંમેશા નવું બનાવતું રહે છે. શરીર સતત નવાકોષોને બનાવે છે અને જુના કોષો મૃત્યુ પામે છે. આપણા શરીર સાથે સંકળાયેલી આ બધી કુદરતી પ્રક્રિયાઓ શરીરની ખુબજ જરૂરી છે. તમે ઘણીવાર વધારે પડતા કામના બોજના કારણે અથવા તો બીજા કોઈ અન્ય કારણોથી મળ કે મૂત્રનાં વેગને રોકવાના પ્રયત્નો કરો છો.

જ્યારે પણ આયુર્વેદનું નામ આવે ત્યારે આપણને આયુર્વેદના પિતામહ અને મહાન આચાર્ય એવા ચરકનું નામ અચૂક યાદ આવે. આયુર્વેદના મહાન આચાર્ય ચરકે જણાવ્યું હતુ કે, મનુષ્ય શરીરની અમુક ક્રિયાને રોકી રાખવાથી શરીરમા અનેકવિધ બીમારીઓ જન્મ લે છે. આપણામા અમુક અંશે એ પણ માન્યતા છે કે, અયોગ્ય આહારના લીધે શરીર બીમારીનું ઘર બને છે અને કદાચ તે વાત સાચી છે પણ તેના કરતા જો શરીરમાં ઉદભવતી કુદરતી ક્રિયાને વારંવાર રોકવામા આવે તો તે ભવિષ્યમા આપણા માટે વધુ જીવલેણ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ક્રિયાઓ વિશે.

મૂત્રની ક્રિયા અટકાવવી :

જો મૂત્રની ક્રિયા આવે છે ત્યારે ઘણી વખત અમુક કારણોસર આ ક્રિયાને રોકી રાખવાથી તે સમય જતા મૂત્રત્યાગ સમયે દુખાવો થવો, તેમેજ મૂત્રાશયમાં પીડાઉત્પન્ન કરવી તેમજ પેટમાં દુખાવો કરવો આવી સમસ્યાઓ નિયમિત બનવા લાગે છે, જો મૂત્ર આવવાની ક્રિયા ને વારંવાર રોકવામાં આવે તો કીડની ની બીમારીઓ જન્મ લે છે અને કીડની ખરાબ થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

મળની ક્રિયા અટકાવવી :

ઘણી વાર અમુક પરીસ્થીઓ કરને આપણે મળને રોકી રાખતા હોયે છીએ જેના લીધે શરીરના અતિ સંવેદન શીલ અંગ એવા અંતરમાં દુખાવાની સમસ્યા જન્મ લે છે અને બાદ સમયસર મળત્યાગ ના થવાને લીધે અંતરમાં ચાંદા (અલ્ચર) ની બીમારી જન્મે છે જે શરીરને ખુબજ નબળું પાડે છે, તેમજ પેટમાં ગેસ ઘરવા જેવી સમસ્યાઓ જન્મે છે જેના લીધે શરીર બીજી ઘણીજ બીમારીને આમંત્રણ આપે છે.

વીર્ય ક્રિયાને અટકાવવી :

વીર્ય વેગને રોકવાથી શિશ્ન તેમજ વૃષણ કોથળીમાં દુખાવો જન્મ લે છે, તેમેજ સમયની સાથે મૂત્ર રોકીને આવવાની તકલીફ ચાલુ થાય છે. જો આ ક્રિયાને લાંબા સમય સુધી થવા દેવામાં આવેતો નાપુસકતા જેવી બીમારી પણ લાગુ પડે છે.

વાછૂટના વેગને નિયંત્રિત કરવો :

વાયુ, મળ અને મૂત્ર લાંબા સમય જેવી ક્રિયાને રોકી રાખવાથીપેટમાં ગેસની અનુભૂતિ, શ્રમ કર્યા વગર થાક લાગવો જેવી ઉદભવે છે.

ઉલટી થતા રોકવી :

ઉલટીને રોકવાથી ચામડીની બીમારી, સોજા, તાવ, અપચો અને વિવિધ પ્રકારનાં પેટના રોગ થાય છે.

છીંક આવતા રોકવી :

આપણને ઘણી વાર છીંક આવતી હોય છે પણ અપને તેને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ તેનાંથી માથામાં દુખાવો, જ્ઞાનેન્દ્રિયોમાં દુર્બળતા આવવીતેમજ ચહેરાં પર લકવાની ખરાબ અસર પણ થઇ શકે છે.

ઓડકારની ક્રિયાને અટકાવવી :

ઓડકાર આવતો અટકાવવાથી હેડકી આવવી, શ્વાસ ચડવો, હ્ર્દય અને છાતીમાં બળતરા અથવા પીડા જેવી અનૂભૂતિ થઇ શકે છે.

બગાસાં આવતા અટકાવવા :

બગાસાં આવતા રોકવાથી શરીરમાં થાકની અનુભૂતિ, હાથ પગમાં કંપન તેમજ ગળાથી ઉપરનાં ભાગમાંવિવિધ રોગો થઇ શકે છે.

ભૂખ ને લાંબા સમય સુધી અટકાવવી :

લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરમાં પાતળાપણું આવવું, દુર્બળતા આવવી, તેમજશરીરનાં વર્ણ કે રંગમાં પરિવર્તન આવવો તેમજ ચક્કર આવવા અને અંગોમાં વેદના જોવા મળી શકે છે.

તરસને લાંબા સમય સુધી રોકવી :

ગળું અને મુખ સૂકાવું, વધારે પડતો થાક લાગવો જેવી સમસ્યા જણાવવામાં આવી છે.

લાંબા સમય સુધી જાગવુ :

લાંબા સમય સુધી ઉજાગરા કરવા અથવા ઉંઘ ના લેવાથી અંગો તૂટવા, આળસ, માથાનો દુખાવો, આંખો ભારે થવી અથવા બળતરા થવા જેવી બીમારીઓ જન્મ લે છે.

આંસુ આવતા રોકવા :

આસું આવતા રોકવાથી નેત્ર રોગ, ચક્કર આવવા જેવાં લક્ષણો થઇ શકે છે અને મહદઅંશે માનસિક બીમારી પણ જન્મ લે છે. આ ઉપરાંત વેગો ઉપસ્થિત ન થયાં હોય છતાં બળ પૂર્વક તે ક્રિયાને કરવાનાં પ્રયત્ન પર ઉપરોક્ત વિવિધ પ્રકારનાં રોગોને જન્મ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *