આ મહિલાએ અકસ્માતમાં પતિને ગુમાવ્યા બાદ ખેતી કરવાનું શરુ કર્યું, આજે લાખો રૂપિયાનો નફો કરે છે..

આપણા પુરુષપ્રધાન સમાજમાં જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો લોકો તેને કમજોર અને અસહાય સમજવામાં થોડો જ સમય લે છે અને આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે તેનું જીવન નકામું હોય.મહારાષ્ટ્રના નાસિકમાં રહેતી સંગીતા પિંગલ નામની મહિલાને સમાજની આવી વિકૃત વિચારસરણીનો સામનો કરવો પડ્યો હતો, જેણે વર્ષ 2007માં એક માર્ગ અકસ્માતમાં તેના પતિને ગુમાવ્યો હતો અને તેના પતિના ગયા પછી તે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હતી.

જે સમયે સંગીતાના પતિનું અવસાન થયું તે સમયે તે 9 મહિનાની ગર્ભવતી હતી અને તેના પતિના અવસાન બાદ તેને ઘેરો આઘાત લાગ્યો હતો, પણ તેના જીવનમાં તેનાથી પણ મોટું સંકટ આવી ગયું કે તેના નજીકના મિત્રો તેને બોજ માનવા લાગ્યા અને તેના બધા સંબંધીઓ પણ એક પછી એક તેમનાથી દૂર રહ્યા.

સંગીતાના પતિના અવસાન બાદ તેના સાસરિયાઓએ તેના પરિવારનો ભરણપોષણ સંભાળ્યું હતું અને ખેતીકામ કરીને પરિવારની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ થોડા સમય પછી તેમના સસરાનું પણ અવસાન થયું અને હવે સંગીતા તેના બે બાળકો સાથે પરિવારમાં સંપૂર્ણપણે એકલી થઈ ગયા હતા.

સંગીતા પાસે તેમના બે બાળકો અને તેના પતિની 13 એકર જમીન સિવાય બીજું કંઈ ન હતું. આવા સમયમાં સંગીતાએ પોતાના ઘરેણાં વેચીને ખેતી કરવાનું નક્કી કર્યું, પણ સંગીતાને ખેતી વિશે કોઈ ખ્યાલ નહોતો. આવા સમયમાં તેમના ભાઈઓએ સંગીતાને ટેકો આપ્યો અને તેમને ખેતીની નાનીમોટી વિગતો આપવાનું શરૂ કર્યું.

સંગીતા એક શિક્ષિત મહિલા હતી અને તેમને પોતાનો અભ્યાસ વિજ્ઞાનમાં કર્યો હતો, તેથી તેમણે તેના ભાઈઓ પાસેથી ખેતીની જાણકારી અને તેના અભ્યાસનો સમન્વય કરીને પોતાની 13 એકર જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું, પણ તેના જીવનની સમસ્યાઓ અહીં પણ સમાપ્ત થઈ ન હતી.

ખેતી કરતી વખતે સંગીતાના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી, ઘણી વખત તેના પાકમાં કીડા પડતા હતા તો ક્યારેક અન્ય કારણોસર તેનો પાક બરબાદ થતો હતો. આવી સ્થિતિમાં સંગીતા સાવ ભાંગી પડી હતી પણ તેણે મક્કમતા કરી લીધી હતી કે જો તેણે અહીંથી પાછા જવાનું નક્કી કર્યું તો સમાજ તેને પહેલા કરતા વધુ ટોણો મારશે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને, સંગીતાએ ખેતી કરવાનું ચાલુ રાખ્યું અને ધીમે ધીમે ખેતીમાં એટલી કુશળ બની ગઈ કે તેણે ટ્રેક્ટર ચલાવવાથી લઈને ખેતીકામ સુધીની દરેક બાબતમાં મહારત મેળવી લીધી અને આજે તે પોતાની 13 એકર જમીનમાં દ્રાક્ષ અને ટામેટાંની ખેતી કરે છે. જેના કારણે તેઓ દર વર્ષે 30 લાખથી વધુનો નફો કરતા રહે છે.

Leave a Comment