મફતમા મળતી આ ઔષધી મરડાથી લઈને ખરતા વાળ સુધીની તમામ સમસ્યાઓનો કરે છે અસરકારક ઈલાજ, ૯૯ ટકા લોકો છે આ વાતથી અજાણ આજે તમે પણ જાણો…

Spread the love

મિત્રો, સામાન્ય રીતે દરેક ઘરમાં મીઠા લીમડાનો ઉપયોગ ઘરમા બનતા વિવિધ ભોજનને સ્વાદિષ્ટ કરવા માટે થાય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તે ભોજનનો સ્વાદ વધારવા સિવાય પણ અન્ય અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થાય છે. તેમા વિટામિન બી-૨, વિટામિન બી-૬, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા અનેકવિધ પ્રકારના વિટામિન મળી આવે છે.

તેના સેવનથી આપણા શરીરને અનેકવિધ પ્રકારના લાભ પહોંચે છે. તે તમારી સ્કિન, તમારા વાળ અને તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ભોજનનો સ્વાદ વધારવા સિવાય પણ તે અનેકવિધ રીતે આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો હવે આપણે મીઠા લીમડાના સેવનથી થતા લાભ વિશે માહિતી મેળવીએ.

જો તમે આ મીઠા લીમડાના પાંદડાને કોકોનટ ઓઈલમા તે કાળા ના થઈ જાય ત્યાં સુધી ઉકાળો અને ત્યારબાદ તેને તમારા માથાની ત્વચા પર એક ટોનિકની માફક લગાવો તો તે વાળ ઉતરવાની સમસ્યા અને વાળની પિગમેટેંશનની સમસ્યા માટે એક રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે આ પાંદડાને દહી કે છાશમા પલાળીને નહાવાના એક કલાક પહેલા લગાવો અને ત્યારબાદ પાણીથી તમારા વાળ ધોઈ લો તો તમારા સફેદ વાળ એકદમ કાળા બની જશે.

ડાયાબિટિસની સમસ્યાથી પીડાતી વ્યક્તિઓ માટે મીઠા લીમડાનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેમા સમાવિષ્ટ ફાઇબર એ તમારા ઇન્સુલિન પર ખુબ જ સારો એવો પ્રભાવ પાડે છે. આ ઉપરાંત આ લીમડાના સેવનથી તમારી ડાયાબિટિસ અને બ્લડસુગર પણ નિયંત્રણમા રહે છે. આ સિવાય તેમા આર્યન અને ફોલિક એસિડની આવશ્યક માત્રા પણ હોય છે. જે એનિમિયાની સમસ્યાને દૂર કરવામા મદદરૂપ સાબિત થાય છે.

આ ઉપરાંત જો તમે તમારા વાળને એકદમ મુલાયમ ઈચ્છતા હોવ તો મીઠા લીમડાનુ માસ્ક પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે બે ચમચી મીઠા લીમડાના પાનનો પાવડર, એક ચમચી કેલિન માટી અને બે ચમચી કોકોનટ ઓઈલ લઈને ત્યારબાદ આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને પાણીની મદદથી પેસ્ટ તૈયાર કરી લો અને ત્યારબાદ આ પેસ્ટને વાળમા લગાવીને અડધી કલાક પછી શેમ્પથી માથું ધોઈ લેવુ. આમ કરવાથી તમારા વાળ એકદમ મુલાયમ અને ચમકદાર રહેશે.

આ ઉપરાંત લિવર માટે આ વસ્તુને ગુણકારી કહેવામા આવી છે. જો વધુ માત્રામા આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહારનુ સેવન કરવામા આવે તો લિવર બગડવાની સંભાવના વધી જતી હોય છે. કમજોર લિવર માટે મીઠો લીમડો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમા સમાવિષ્ટ વિટામિન-એ અને વિટામીન-સી લિવર માટે ખુબ જ લાભકારી સાબિત થાય છે.

આ મીઠા લીમડાના પાનમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. તે તમારા શરીરની અંદર જમા થયેલ કોલેસ્ટ્રોલની ઓક્સીડેશન થતા અટકાવે છે, જેથી તમારા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધતી નથી અને તમને હદય સાથે સંકળાયેલ સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે. આ સિવાય જો તમે નિયમિત આ પાનનુ સેવન કરો તો તમને ઝાડાની સમસ્યાથી પણ મુક્તિ મળી શકે છે.

આ મીઠા લીમડાનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે. તેની અંદર પુષ્કળ માત્રામા ફાઈબર સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરી દે છે અને તેની સાથે જ તે શરીરની અંદર જમા થયેલા વધારાના કચરાને બહાર ફેંકવામા પણ મદદરૂપ સાબિત થાય છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો અને જુઓ ફરક, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *