લોહીની ઉણપ થી લઈને પેશાબમાં થતી બળતરા જેવા ઘણા રોગોને દૂર કરવા માટે રામબાણ છે આ ખાસ શક્તિશાળી ફળ નુ સેવન, જાણો તમે પણ…

Spread the love

ફાલસા ઉનાળાની ઋતુમાં આવતો શ્રેષ્ઠ અને પોષ્ટિક ફળ છે.ફાલસાના ઝાડની ઉંચાય વીસથી ત્રીસ ફૂટ હોય છે.તેના પાન ગોળ અને સુક્ષ્મ હોય અને બીલીપત્રની જેમ ત્રણ ત્રણ ઝુમખામાં થાય છે.તેની પરના ફૂલ પીળાશ પડતા રંગના હોઈ છે. તેના ફળ પીપળના ફળની જેમ, બોરની જેમ ગોળ હોય છે.

તેના ઝાડમાં બે ત્રણ ફળ સાથે આવે છે.તે ફળને ફાલસા કહે છે.જ્યારે તે કાચા હોઈ ત્યારે તે ખાટા અને પાકે ત્યારે ખાટામીઠા થઈ જાય છે.તેનો રંગ જાંબુડિયા રંગ જેવો હોઈ છે.ફાલસા ખાવામાં મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે.ઉનાળાની ઋતુમાં તેનું સરબત બનાવીને પી શકાય. ભારતમાં તેનું ઉત્પાદન પહેલા થાય છે,પરંતુ ઉતર ભારતમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે.

ફાલસાને બગીચામાં પણ તેનું ઝાડ વાવી શકો છો,જુના જમાનાથી ફાલસા ને આર્યુવેદ તરીકે ઉપયોગ થાય છે.ઉનાળાની શરૂઆતમાં જ બજારમાં ફાલસા જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં નાના બાળકોથી લઈ મોટા વૃક્ષો સુધીના બધાને ફાલસા ખાવા જોઈએ. ફ્લસા શરીરને નીરોગી બનાવે છે.નાના બાળકોનો તે પ્રિય નાસ્તો છે.

ફાલસામાં એન્ટીઓકસીડેન્ત તત્વ રહેલું છે.જે આપણા શરીરને કોઈ પણ જાતના ઇન્ફેકશનથી બચાવે છે.તેમાં રહેલા મેગ્નેશીયમ, સોડિયમ, પ્રોટેસિયમ, કેલ્સિયમ, પ્રોટીન, વિટામીન સી જેવા તત્વની ઉણપને દુર કરે છે.તેમાં ફલોરિક એસિડ નામનું તત્વ હોય છે, જે લોહીના ઉણપને દુર કરે છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

ફાલસા માં રહેલા વિટામીન સી થી બ્લડપ્રેશરને લેવલ કંટ્રોલમાં રહે છે. ફાલસાનો ઉપયોગ ઉનાળાની ગરમીને કારણે થતા નાના નાના ફોડકા અને ગુમડાને દુર કરવામાં મદદરૂપ થાય છે. ફાલસાના ઝાડની છાલ નો ઉપયોગ ગરમીમાં થતી અળાયુને મટાડવા માટે થાય છે.

ફાલસાના સેવનનો ઉપયોગ શ્વાસને લગતી કોઈ બીમારી દુર કરવામાં થાય છે. ફાલસાનું સેવન કફ,હેડકીને લગતી ગમે તે બીમારીને દુર કરવા માટે ઉપયોગી બને છે.આ બીમારી માટે આ ફળના રસમાં થોડું આદુ અને સિધવ મીઠું ઉમેરી પીવું .આમ કરવાથી શ્વાસને લગતી બાબતમાં રાહત મળશે.

પેટમાં દુખતું હોઈ તો તેનો રામબાણ ઇલાજ એટલે ફાલસા.પેટ દુખવાના ઇલાજ માટે ૩ ગ્રામ અજમા ૩૦ થી ૪૦ ગ્રામ ફાલસાનો રસ હવે તે બંને વસ્તુને મિક્ષ કરીને તેને ગરમ કરો, હવે તે ગરમ થયા પછી તેને પી લો આવું કરવાથી પેટમાં રાહત મળશે. ફાલસામાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.તેથી તે હાડકાને મજબુત બનાવે છે.

ફાલસાના સેવનથી હાડકાને સ્વસ્થ બનાવી રાખે અને હાડકાના ઘનતત્વને પણ વધારે છે.ગરમીની ઋતુમાં બચવા માટે આ ફળનું સેવન કરવું જોઈએ.આ ફળનું સેવન કરવાથી ગરમીની ઋતુમાં લુ લાગવાથી કોઈ પણ પ્રકારનો તાવ આવતો હોય તો તેમાં રાહત મળે છે.

ફાલસામાં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર માત્રામાં હોવાથી બીમારીઓથી બચાવે છે.આ ફળમાં અરિયનનું પ્રમાણ વધુ હોવાથી હેમોગ્લોબીનમાં વધારો કરે છે અને એનીમીયાથી બચાવે છે.કેન્સરથી પિડાતા લોકોને મદદરૂપ બને છે.આ ફળનું સરબત પીવાથી પાચનક્રિયા સારી બને છે.શરદી,ઉધરસ,ગળામાં ખારાશ રહેતી હોઈ તે લોકોએ ફાલસાનું સેવન કરવું જોઈએ. પાંચસો ગ્રામ ફાલસા લઈ તેને અડધા લિટર પાણીમાં ત્રણ થી ચાર કલાક પલાળી દો.

તેને નીચોવી કપડાથી ગાળી લો.પછી તેમાં પાંચસો ગ્રામ ખાંડ નાખી ઉકાળી ભરી લેવું.આ શરબતમાં જરૂરી પ્રમાણે પાણી મેળવી ઉનાળામાં ખુબ ઠંડક આપે છે. શરીરમાં કોઈ જગ્યાએ બળતરા થતા હોય તો તેના માટે ફાલસાના ફળ નું સરબત પીવાથી બળતરામાં રાહત મળે છે. આ ઉપરાંત સકળ સાથે આ ફળને ખાવાથી શરીરમાં થતા બળતરામાં રાહત મળે છે.ફાલસા સોજા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.સાંધાના દુખાવાથી રાહત મેળવવા ઇચ્છતા હોઈ તો આ ફળનું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *