લોકડાઉન સમયે નાણા ની અછત સર્જાય તો કરો ભગવાન ગજાનન નો આ ઉપાય, થશે ધનલાભ

Spread the love

મિત્રો, હાલ વર્તમાન સમયમા નાણા એ દરેક વ્યક્તિ માટે ખૂબજ અગત્ય ના છે. નાણા વિના નુ જીવન થોડુ કપરુ બની શકે છે. હાલના સમયમા ફુગાવા નુ પ્રમાણ ખૂબ જ વધી ગયુ છે, જેથી લોકો દિવસ-રાત વધુ ને વધુ નાણા કમાવામા વ્યસ્ત રહે છે. પરિશ્રમ અને કૌશલ્ય સિવાય તમારુ ભાગ્ય પણ નાણા કમાવવામા અગત્ય ની ભૂમિકા ભજવે છે.

ઘણીવાર વ્યક્તિનુ ભાગ્ય તેની સાથે ના હોવાથી તેને જીવનમા નાણાં ની અછત નો સામનો કરવો પડે છે. જો તમે પણ આ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા હોવ તો આજે અમે તમને આ સમસ્યા નુ નિરાકરણ કરવા માટેના અમુક વિશેષ અને અસરકારક ઉપાયો જણાવીશુ. આપણા પ્રાચીન પુરાણો મુજબ મહાદેવપુત્ર પ્રભુ શ્રી ગણેશ ને “ભાગ્ય વિધાતા” તરીકે પણ સંબોધવામા આવે છે.

આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય કે કોઈ નવા કાર્યનો પ્રારંભ કરવાનો હોય ત્યારે પ્રભુ શ્રી ગણેશજીની પૂજા સર્વપ્રથમ કરવામા આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રભુ શ્રી ગણેશજી નુ પૂજન કરવાના અનેક લાભ છે. જો તમારી રાશિમા કોઈ ગ્રહ ભારે હોય અથવા તેમા કોઈપણ પ્રકારની ખામી સર્જાઈ હોય તો તે પ્રભુ શ્રી ગણેશજી નુ પૂજન કરવાથી ઉકેલી શકાય છે.

વિશેષ ઉપાયો:

જો બુધવાર ના રોજ પ્રભુ શ્રી ગણેશ પર સિંદૂર અર્પણ કરવામા આવે તો લાભ થાય છે. તે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે. બુધવારના રોજ ગૌમાતા ને લીલોતરી ઘાસ નુ સેવન કરાવડાવવું જોઈએ. આ કાર્ય દર બુધવારના દિવસે કરવાથી પ્રભુ શ્રી ગણેશજીના આશીર્વાદ સદાય તમારા પર રહે છે.

પ્રભુ શ્રી ગણેશ નો દિવ્ય મંત્ર “શ્રી ગજાનન જય ગજાનન” મંત્રનુ દર બુધવારે મંત્રોચ્ચાર કરવુ તથા પ્રભુ શ્રી ગણેશજીની પ્રતિમા ને વંદન કરવુ. તમને ઘણો લાભ પહોંચશે. બુધવારના દિવસે પ્રભુ શ્રી ગણેશને તેમનો પ્રિય ભોગ મોદક અર્પણ કરવો. આ સાથે પંચામૃત પણ અર્પણ કરવુ. આ સમય દરમિયાન તમારે મૂળમંત્ર “ઓમ” નો મંત્રોચ્ચાર કરવો જોઈએ.

બુધવાર ના રોજ ઘર, ઓફિસ અથવા દુકાનમા સફેદ રંગના ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી અત્યંત શુભ માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે આનાથી તમામ પ્રકારની દુષ્ટ, નકારાત્મક અને તંત્રમંત્ર શક્તિઓ દૂર થાય છે. જો ઘરમા નકારાત્મક ઉર્જાના સ્તરમા વૃધ્ધિ થાય છે તો ઘરના મુખ્ય દ્વાર પર પ્રભુ શ્રી ગણેશની છબ્બી મૂકવી , જેથી આ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનુ વાતાવરણ સકારાત્મક બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *