લોકડાઉન સમયે ઘર બેઠા સુધારો કરી લો આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ મા

Spread the love

મિત્રો, કોરોના વાયરસ ની આ ભયજનક સમસ્યા ના કારણે હાલ લોકો ઘર ની બહાર નથી નીકળી શકતા. હાલ, ૩ મે સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન લંબાવવામા આવ્યુ છે. આ સમય દરમિયાન તમે ઘરેબેઠા જ થોડા આવશ્યક કાર્ય પૂર્ણ કરી શકો છો. જેના માટે ઘર ની બહાર નીકળવુ થોડુ પણ આવશ્યક નથી રહ્યુ.

તમે ઘરે રહી ને આધાર કાર્ડ તેમજ વોટર આઇ.ડી. કાર્ડ સાથે સંકળાયેલી ભૂલો ને ઓનલાઈન સુધારી શકો છો. આ કાર્ય અત્યારે કરવા થી લાભ એ થશે કે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે આ ભૂલ પણ ઓનલાઈન સુધરી ને આવી જશે. સૌથી પહેલા વાત ચૂંટણી કાર્ડ અંગે આપણે કરીએ. જો તમારા ચૂંટણીકાર્ડમા કોઈપણ પ્રકાર ની ત્રુટિ હોય તો તેને સુધારી શકાય છે.

જેમકે ચુંટણી કાર્ડમા છપાયેલા નામ, સરનામુ અથવા ફોટામા કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે તેને ઘરેબેઠા જ સુધારી શકો છો. ચુંટણી કાર્ડ ની આવશ્યકતા તમારે મતદાન સિવાય અન્ય અનેક કાર્યોમા ડોક્યુમેન્ટ ના રૂપમા ઉપયોગી સાબિત થાય છે.

કેવી રીતે ચૂંટણી કાર્ડમા કરવો સુધારો?

આ ચુંટણી કાર્ડ મા સુધારો કરવા માટે સૌથી પહેલા રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ એટલે કે www.nvsp.in વેબસાઈટ પર લોગ ઈન કરવુ પડશે. ત્યારબાદ તમારે તમારી આવશ્યકતા અનુસાર ના વિભાગ પર ક્લિક કરવુ. જો આપના નામ કે સરનામા મા સુધારો કરવા નો હોય તો આપે ૮ નંબર નુ ઓનલાઈન ફોર્મ ભરવા નુ રહેશે. નામ તથા સરનામુ સુધારવા માટે ફોર્મ ૮ મા ચુંટણી કાર્ડ નો નંબર લખવા નો હોય છે.

આ ઉપરાંત જે નામ તેમજ સરનામુ ફેરવવા નુ હોય તે આ ફોર્મ મા લખવા નુ રહેશે. સરનામુ સુધારવા માટે આવશ્યક અને સરકાર માન્ય ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, બેન્ક પાસબુક, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ અપલોડ કરવાનુ રહેશે. ફોર્મ જમા કર્યા બાદ રેફરેન્સ નંબર આવશે, જેનો ઉપયોગ કરીને તમે વેબસાઈટ અથવા એપ્લિકેશન પર તમારુ નામ અથવા તો સરનામુ સુધારવાની ક્યા સુધી પહોંચી તે જોઈ શકશો.

જો આપ ચુંટણીકાર્ડ નો ફોટો બદલાવવા ઇચ્છતા હોવ તો વેબસાઈટ પર જઈ ને પર્સનલ ઇન્ફોર્મેશન ના સેક્શન પર ક્લિક કરવાનુ રહેશે. અહી તમને ફોટો સુધારવા માટે નુ વિકલ્પ મળશે. આ વિકલ્પ પર જઈ ને આપ આપનો નવો ફોટો અપલોડ કરી શકો છો. કદાચ એક મહિના ની અંદર તમારો ફોટો અપડેટ થઈ જશે. હાલ લોકડાઉન ની સ્થિતિ ના કારણે સમગ્ર દેશમા દરેક આધારકેન્દ્ર અને કાર્યાલય બંધ છે.

આ ઉપરાંત આધાર હેલ્પલાઇન ૧૪૭ પણ સ્વસંચાલિત મોડમા જ ઉપલબ્ધ છે. યુ.આઈ.ડી.એ.આઈ. એ માહિતી આપી છે કે આ લોકડાઉન ના સમય દરમિયાન ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ લોકડાઉન ના સમય દરમિયાન લોકો એમ-આધાર એપ્લિકેશન નો ઉપયોગ કરી શકે છે. જો તમે પણ ઘરે બેઠા કંટાળી ગયા છો અને જો તમે લાંબા સમયથી આધાર મા સુધારો કરવા ઇચ્છતા હતા પરંતુ, સમય ફાળવી શકતા નહોતા તો હવે તમે ઓનલાઈન એપ્લાય કરીને તમારુ આ કાર્ય પૂર્ણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *