લોકડાઉન ની પરિસ્થિતિ વચ્ચે આવ્યા મોટા સુખદ સમાચાર, આજ થી સમગ્ર દેશમા આ દુકાનો ને રાખી શકાશે ખુલી
મિત્રો, સમગ્ર દેશમા કોરોના ની સમસ્યા હાલ દિન પ્રતિદિન વધતી જ જાય છે. ત્યારે ગુજરાત રાજ્યમા નવા કેસો ની સંખ્યામા નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. હાલ આપણુ ગુજરાત રાજ્ય કોરોના ની સમસ્યા ના બીજા તબક્કા માંથી પસાર થઈ રહ્યુ છે. આ પરિસ્થિતિને જોઇને શુક્રવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકડાઉનમા અમુક છૂટછાટ આપતો વધુ એક પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે.
હજુ થોડા દિવસો પેહલા જ ઇલેક્ટ્રિક વસ્તુઓ ના રીપેરીંગ માટે ની દુકાનો અને વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વહેંચતી દુકાનો ને ખુલી રાખવા માટે ની છૂટછાટ આપવામા આવી હતી. ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રે આ દુકાનો માટે એક અન્ય પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. આ પરિપત્ર અનુસાર શહેરી વિસ્તાર ની બહાર આવેલ દુકાનો, જે કોઈ બિલ્ડિંગમા હોય તે દુકાનો તથા શોપિંગ કૉમ્પ્લેક્સમા હોય તે ખુલી રખાશે.
પરંતુ, મલ્ટી બ્રાન્ડ ધરાવતા બ્રાન્ડેડ મોલ હજુ શરૂ નહિ કરવામા આવે. આ બધી જ દુકાનો મા ૫૦% કર્મચારીઓ સાથે કાર્ય કરવાની મંજૂરી આપવામા આવી છે અને આ ઉપરાંત શોપમા કાર્ય કરતા દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સ નુ પણ યોગ્ય રીતે પાલન કરવુ પડશે. આ બધા જ નિયમો કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ના વિસ્તાર માટે લાગુ પડશે .
કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ મોડી રાત્રી સુધી વધુ દુકાન ખોલવાની છૂટ આપવાનો પરિપત્ર બહાર પાડ્યો છે પરંતુ, કાયદા ની એક પ્રક્રિયા અનુસાર જ્યા સુધી પહેલા ગુજરાત સરકારના ગૃહખાતા અને તેના આધારે જે-તે જીલ્લા ના કલેકટર કાયદેસર રીતે જાહેરનામુ બહાર ના પાડે ત્યા સુધી જે-તે જીલ્લાના વ્યાપારીઓએ પોતાની રીતે અર્થઘટન કરીને દુકાન ખોલવાની ઉતાવળ કરવી નહી.