લોકડાઉન ની આ પરિસ્થિતિ મા ગુજરાતની આ સ્ત્રી પોલીસ ઓફિસર્સ ફરજ પતાવી ગરીબો માટે બનાવે છે જમવાનું, જાણીને લાગશે નવાઈ

Spread the love

મિત્રો, હાલ આખા ગુજરાત રાજ્યમા કોરોના નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના ના કેસ મા દિન-પ્રતિદિન વૃધ્ધિ થતી જોવા મળી રહી છે, ત્યારે કોરોના સામેના આ યુધ્ધમા ગુજરાતીઓ પોતાનુ મન મુકીને સેવા કરી રહ્યા છે. હાલ, ગુજરાતના આંગણે ઘણા લોકો “વર્ક ફ્રોમ હોમ” ની સાથે-સાથે સેવાના કાર્યો પણ કરી રહ્યા છે. હાલ અમુક લોકો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને બે ટાઈમ નુ ભોજન પણ પહોંચાડવામા આવે છે.

આવા ફોટોસ પણ સોશીયલ મીડીયામા વાઇરલ થઇ રહ્યા છે, હાલ આવો જ એક ફોટો જોઈને તમારી આંખમા પણ અશ્રુ આવી જશે. આ ફોટામા વડોદરા ની સ્ત્રી પોલીસ કર્મચારીઓ પોતાના ડ્રેસમા જ સજ્જ થઈને કાયદો અને વ્યવસ્થા સાચવતા જોવા મળ્યા હતા. જ્યારે બીજા ફોટામા આજ સ્ત્રી પોલીસ કર્મચારીઓ માતા અન્નપૂર્ણા બની રસોઈઘર ચલાવતા જોવા મળ્યા હતા. જેના ફોટા સામે આવી રહ્યા છે, જે જોઈને લોકો તેમની પ્રસંશા કરતા થાકી રહ્યા નથી.

વડોદરાની આ સ્ત્રી પોલીસ કર્મચારીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જમવાનુ બનાવતી જોવા મળી હતી. આ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખાખી રસોઈઘર શરૂ કરવામા આવ્યુ છે. જ્યા આ મહિલા પોલીસ કર્મચારીઓએ પૂરી અને શાક બનાવી ૪૦૦ જેટલા ઝૂંપડાવાસીઓ અને પુલ નીચે રહેતા ઘર-વિહોણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ને સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભોજન પૂરુ પાડ્યુ હતુ.

હાલમા આ મહિલા પોલીસ કર્મચારીઓ ૮ કે તેથી વધુ કલાકો ની નિર્ધારિત ફરજ બજાવે છે. આ સિવાય પોતાના ઘર-પરિવાર પ્રત્યે ની ફરજો પણ બજાવે છે. આ ફરજો પૂર્ણ કર્યા બાદ આ રસોઈઘરે પહોંચી જરૂરિયાતમંદ લોકો માટે ભોજન બનાવે છે અને વિતરણ કરે છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મહિલા પોલીસ કર્મચારીઓની ફરજ સાથે સમાજ પ્રત્યેની નિષ્ઠાને પણ બિરદાવી છે.

ગુજરાતના આ મહિલા પોલીસ કર્મચારીઓની ફોટો સોશિયલ મીડિયામા વાઇરલ થતા લોકો તેમના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ પોલીસ કર્મચારીઓ એકસાથે ત્રણ ફરજો નિભાવી રહી છે. ખરેખર, આ મહિલા પોલીસ કર્મચારીઓ પાસેથી આપણે ઘણુ શીખવા જેવુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *