લોકડાઉન ખુલવા પહેલા જ પંખા, રિચાર્જ ની દુકાન સહિતની આ વસ્તુ ને મળી ખુલ્લી રાખવાની મંજૂરી

Spread the love

મિત્રો, હાલ તાજેતરમા કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફ થી લૉકડાઉન મામલે એક નવી ગાઇડલાઈન બહાર પાડવામા આવી છે. આ નવી ગાઇડલાઇન અનુસાર અમુક દુકાનો ને ખોલવાની મંજૂરી આપવામા આવી છે. આ મામલે ગૃહમંત્રાલય જણાવે છે કે અમુક આવશ્યક દુકાનોને ખોલવા માટે બહુ મોટી સંખ્યામા લોકો તરફ થી માંગણી ઉભી થઇ રહી હતી. જેના કારણે આ પગલા ઉઠાવવામા આવ્યા છે.

હાલ, અમે આ લોકડાઇન વચ્ચે અમુક વધારાની છૂટછાટ આપી રહ્યા છીએ. જોકે, આ સાથે ગૃહમંત્રાલય દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામા આવી છે કે, આ તમામ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. તો ચાલો જાણીએ આ નવી ગાઇડલાઇન મુજબ કોને-કોને છૂટ આપવામા આવી છે.

પંખા અને કૂલર ની દુકાન :

હાલ, સમગ્ર દેશમા ઉનાળાની ઋતુ એ દસ્તક દીધી છે, ત્યારે આ ઋતુમા લોકો પંખા અને કૂલરની ખરીદી કરતા હોય છે. આ વાતને અનુલક્ષીને ગૃહમંત્રાલય દ્વારા આ પંખા અને કૂલર ની શૉપને ખુલ્લી રાખવાની છૂટ આપી છે.

સ્ટેશનરી :

હાલ, દેશમા ૩જી મે ના રોજ લૉકડાઉન પૂર્ણ થવા જઈ રહ્યુ છે. ત્યારે થોડા સમય બાદ દેશમા શાળાઓ ખુલવાની પણ શરૂ થશે. આથી, આ વાત ને ધ્યાન મા રાખીને કેન્દ્ર સરકારે પાઠ્યપુસ્તકો અને શાળાની વસ્તુઓ નુ વેચાણ કરતી દુકાનો ને ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.

વૃદ્ધોની કાળજી રાખતી સંસ્થાઓ :

આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા મોટી વયના કે વૃદ્ધ લોકોની સારસંભાળ રાખતા લોકો ને કાર્ય કરવાની છૂટ આપી છે. તેમા પણ વિશેષ કરીને જે લોકો પથારીવશ હોય અને તેમની સેવા કરતા આ લોકોને લૉકડાઉન પહેલા જ કાર્ય કરવાની છૂટછાટ આપવામા આવી છે.

મોબાઈલ રિચાર્જ ની દુકાન :

સરકાર દ્વારા રજૂ કરેલી ગાઇડલાઈનમા પ્રીપેઇડ મોબાઇલ માટે રિચાર્જ ની દુકાનો ને પણ ખોલવાની છૂટ આપવામા આવી છે.

બ્રેડ ફેક્ટરી :

આ સાથે જ ગૃહમંત્રાલયે સમગ્ર દેશમા બ્રેડ ની ફેક્ટરીઓ અને તેમને માલસમાન પૂરો પાડતા એકમો ને કાર્ય કરવા માટે ની છૂટછાટ આપી છે. જેના કારણે દેશમા બેકરી આઇટમ ની જે અછત વર્તાવા લાગી છે તેને પૂર્ણ કરી શકાય. આ સિવાય મિલ્ક પ્રોસેસિંગ યુનિટ, ફ્લોર મીલ, દાળ મિલ્સ કે જે શહેરી વિસ્તાર ની અંદર આવેલા છે તેમને પણ છૂટછાટ આપવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *