લિવરની સાથોસાથ પેટની સફાઈ થી લઈને મોઢાની દુર્ગંધ ને દુર કરવા નિયમિત સવારમાં કરી જુઓ આ એક અકસીર ઉપાય, જાણો અને જણાવો…

Spread the love

આપણા શરીરમાં પ્રવાહીની ખૂબ જરૂર હોય છે. તેના માટે બધા લોકોને ખુબ પસંદ એવું પીણું લીંબુ સરબત છે. લીંબુ પાણી પીવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. તે પાણીમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે. તે શરીરને સ્વસ્થ અને હમેશા તાજગી ભર્યું રાખે છે. સવારે ખાલી પેટ આને પીવાથી ઘણી અસર થાય છે. તેનાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. સવારે તમારે આ પીવાથી અનેક બીમારીને દૂર કરી શકાય છે.

નિયમિત રીતે સવારે આનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. તેનાથી ચહેરા પર રહેલા ડાઘ દૂર થાય છે. નાની ઉમરે આવી જતી ચહેરા પરની કરચલીને પણ તે દૂર કરે છે. ચમકદાર ત્વચા માટે આ ખૂબ ઉપયોગી છે. લીંબુમાં વધારે માત્રામાં વિટામિન સી રહેલું હોય છે. તેનાથી આપની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેના માટે તમારે આને સવારે ભૂખ્યા પેટે લેવાથી લાભ થયા છે.

લીંબુના ગુણ વધારે ગરમીમાં ખૂબ અસર કરે છે. તમે ગરમીથી થાકી અથવા કંટાળી ગયા હોવ તો તમારે તમારે શરીરમાં ફરીથી તાજગી મેળવવા માટે આનું સેવન કરવું જોઈએ. આને સવારે પીવાથી આખા દિવસ માટે શરીરમાં તાજગી રહે છે. તેનાથી તમારો મૂડ પણ સારો રહેશે. આને ગરમ પાણીમાં ભેળવીને લેવાથી કબજિયાતની તકલીફ દૂર થયા છે. તેનાથી પેટ સરખી રીતે સાફ થયા છે. તેથી આનું સેવન કરવાથી પેટ હલકું રહેશે.

જે લોકોનું વધારે વજન છે તેમણે આનું સેવન કરવું જોઈએ. લીંબુમાં રહેલ પેક્ટિન ફાઈબર શરીરને ભૂખ લાગવા દેતાં નથી. તેનાથી વધારે ખવાતું નથી તેનાથી વજન કાબૂમાં રહે છે. આની મદદથી તમે તમારું વજન ઘટાડી પણ શકો છો. તેના માટે તમારે આનું પાણી અથવા સરબત પીવું જોઈએ. તેનાથી વજન્ને ઘટાડી અને નિયંત્રણમાં રાખી શકાય છે. જે લોકોનું વધારે વજન છે તેને આનું સેવન કરવું જ જોઈએ.

ઘણા લોકોના દાંત પીળા પડી ગયા હોય છે. તેના પર આનો રસ લગાવીને ઘસવાથી દાંત પરની પીડસ દૂર થઈ જશે. તેનાથી સંત ચમકવા લાગશે. આ સિવાય આના પાણીના કોગળા કરવાથી મોં માં આવતી ખરાબ વાસ દૂર થયા છે. તેમાં બાયોફ્લેવોનોઇડ્સ, વિટામિન સી અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ રહેલું હોય છે. તે કોઈ બીમારીને શરીરમાં પ્રવેશ કરતાં રોકે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ નબડી હોય તેને આનું સેવન કરવું જોઈએ.

તાવ આવ્યો હોય ત્યારે આનો રસ પીવાથી ઘણા લાભ થાય છે. આમાં એન્ટી ઓક્સિડેન્ટના ગુણ રહેલા હોય છે. તે તાવના તાપમાનને ઘટાડે છે. તેથી તાવ આવે ત્યારે આનો રસ પીવો જોઈએ. તેમાં તમે તુલસીના પાનનો રસ પણ ભેળવી શકો છો. તેમાં રહેલ વિટામિન સી આંખ માટે ખૂબ લાભદાયી છે. જે લોકો આના રસનું નિયમિત રીતે સેવન કરે છે. તેમણે આંખને લગતી તકલીફ ક્યારેય થતી નથી.

લીંબુ ડાયાબિટીસ વાળા લોકોને લેવાથી પણ ફાયદો થાય છે. આને લેવાથી શરીરમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. તેથી ડાયાબિટીસ વાળા લોકોને આનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામિન સી રહેલું હોવાથી તે શરદીને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે આના રસમાં મધ અને આદુનો રસ ઉમેરીને તેને લેવાથી શરદી દૂર થયા છે. તેની સાથે નાક બંધ થતું હોય તે પણ ખૂલી જાય છે.

તેનું સેવન કરવાથી પાચનમાં ઘણી મદદ મળે છે. તેને સવારે ભૂખ્યા પેટે પીવાથી આખા દિવસની પાચન ક્રિયા સારી રહે છે. આ સિવાય આના સેવાથી એસિડિટી માથી પણ તમને મુક્તિ મળે છે. તમને પગ અથવા સ્નાયુનો દુખાવો હોય ત્યારે તમારે ગરમ પાણીમાં આનો રસ નાખીને તેમાં ૧૫ મિનિટ માટે પગ પલાળીને રાખવાથી આ તકલીફ દૂર થાય છે અને શરીરનો થાક પણ દૂર થાય છે.

વાઇરસ અને બેક્ટેરિયાને લીધે ગાળામાં દુખવાઓ થાય ત્યારે તમારે આના રસને પીવાથી ગાળામાં દુખાવો દૂર થાય છે. તેમાં રહેલા ગુણ ફોલલીને પણ દૂર કરે છે. વધારે સમય તડકામાં રહેવાથી ચહેરા પર તેની અસર જોવા મળે છે. તેનાથી ત્વચા લાલ અથવા કાળી થઇ જાય છે. તેના માટે મૂલતાનની માટીમાં લીંબુનો રસ નાખીને તેને ત્વચા પર લાગવાવથી લાભ થાય છે.

તેનાથી વાળને પણ ઘણા લાભ થાય છે. આનાથી તમે વાળને લગતી અનેક તકલીફ દૂર થયા છે. ખોડો હોય ત્યારે આનો રસ વાળના મૂળમાં લગાવથી તે દૂર થાય છે. તેનાથી વાળ વધારે મજબૂત પણ બને છે. નારિયેળ તેલ અને આને ભેળવીને લગાવવાથી ખોડો અને વાળને લગતી તકલીફ દૂર થાય છે. નખ પીળા અડી ગયા હોય ત્યારે એક વાસણમાં પાણી લઈ તેમાં આનો રસ ઉમેરીને તેમાં નાખને બોલવાથી નખ પરની પીળાશ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *