લીવર, હાડકાં તેમજ દાંતના દુખાવાને દૂર કરવા માટે અમૃત સમાન છે આ તેલ નો ઉપયોગ, આજે જાણીલો તેના ઉપયોગની રીત…

Spread the love

તલનું તેલ શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેમાં વિટામિન સી રહેલું હોય છે અને ઘણા બધા પોષ્ટિક તત્વો તેમાં જોવા મળે છે. શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે તે ખૂબ ઉપયોગી છે. ચણા, મગફળી વગેરે જેવા કઠોળમાં એમીનો એસિડ હોતું નથી. પરંતુ તલમાં ચરબીનું એસિડ રહેલું હોય છે. તે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે છે.

હદયરોગ, હાર્ટ એટેક, ધમની વગેરે જેવા અનેક રોગોને દૂર કરવા માટે તલ ખૂબ ઉપયોગી બને છે. દૂધ કરતાં પણ અનેક ઘણું વિટામિન અને કેલ્શિયમ તેમાં રહેલું હોય છે. તેમાં આયર્ન ઝીંક, પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે. તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોતું નથી તેથી તે શરીર માટે ખૂબ ઉપયોગી બને છે. તેનાથી કેન્સર જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

તલનું તેલ શરીરમાં ખૂબ જરૂરી છે. તેનાથી શરીરનું તાપમાન બરાબર જળવાય રહે છે. તેમાં મીણ અને સિંધવ નમક નાખીને તેને લગાવવાથી ખૂબ પગના વાઢિયાંમાં રાહત થાય છે. કેટલાક દુખાવા દૂર કરવા માટે તે તેલનું માલિશ કરવાથી ફાયદો થાય છે. તેમાં એંટીઓક્સિડંટ ગુણધર્મ રહેલા હોય છે. તેથી ત્વચાની કેટલીક સમસ્યાઑ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે.

કેટલાક લોકોને વાતાવરણ બદલવાની સાથે તેની ચામડી પર કેટલીક અસર થાય છે. સૂકી ચામડી હોય તે લોકોને તલના તેલનું મસાજ કરવાથી ખૂબ ફાયદો થાય છે. તેનાથી ચામડી નરમ રહે છે. તેમાં કેલ્શિયમ ખૂબ મોટા પ્રમાણમા રહેલું હોય છે. તેનાથી હાડકાં મજબૂત બને છે અને તેનું સ્વાસ્થ્ય સારું બને છે. તેમાં ઝીંક ખૂબ રહેલું હોય છે. તેનાથી હાડકાં મજબૂત અને નીરોગી બને છે.

દાંતના કેટલાક રોગો માટે તલ અને તેનું તેલ ખૂબ ફાયદો આપે છે. દાંતને ચોખ્ખા બનાવવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેના તેલનું સેવન કરવાથી દાંત મજબૂત અને સફેદ રહે છે. તેના તેલનો ઉપયોગ કેટલાક દુખાવા દૂર કરવા માટે કરી શકાય છે. તેનું માલિશ કરવાથી દુખવામાં રાહત થાય છે. કેટલાક લોકોને લકવા થયો હોય તેના માટે તે ખૂબ ઉપયોગી તેલ છે.

શરીરમાં લિવરને શુદ્ધ રાખવા માટે તલ ખાવા જરૂરી છે. લોહીને શુદ્ધ બનાવવા માટે કાળા તલનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. તેનાથી આંખોની કેટલીક સમસ્યાઓ દૂર કરવામાં તે ફાયદો કરે છે. કેટલાક લોકોને વાળની અનેક સમસ્યાઑ હોય છે. વાળ ખરવા, ટાલ પડી જવી વગેરે વાળની સમસ્યા દૂર કરવા માટે તલના તેલનો ઉપયોગ કરવાંમાં આવે છે.

તલમાં થોડા મરી અને પીપલ પાવડર નાખીને તેને પીવાથી સ્ત્રીઓને માસિકસ્ત્રાવ દરમિયાન થતાં દુખાવામાં રાહત મળે છે. કેટલીક સ્ત્રીઓને સફેદ પાણી પડવાની તકલીફ હોય છે. તેને તલનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. શક્તિમાં વધારો કરવા માટે નિયમિત તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેની સાથે ભૃંગરાજના પાન લેવાથી ખૂબ ફાયદો થાય છે.

કેટલાક લોકોને વાળ સફેદ થવાની સમસ્યા હોય છે. તે લોકોને કાળા તલનું તેલ માથામાં માલિશ કરવું જોઈએ. તેનાથી આ સમસ્યા દૂર થાય છે. તેનાથી વાળ મુલાયમ અને ઘાટા બને છે. તેના ફૂલ અને ગાયના દૂધને મિક્સ કરીને વાળમાં લગાવવાથી ખોડો, વાળ ખરવા જેવી સમસ્યાઓ દૂર થાય છે. પેટનો દુખાવો દૂર કરવા માટે હિંગ, ચંચળ અને તલના તેલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *