લીમડાના પાંદડાના આવા ફાયદાઓ વિશે જાણીને તમે પણ રહી જશો દંગ, દરેક વ્યક્તિ માટે છે લાભદાયક, જાણો તમે પણ…
મીઠા લીમડાનો ઉપયોગ દરેક પ્રકારના ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. લીમડાના પાનનો ઉપયોગ દરેક ઔષધીય દવા તરીકે વપરાય છે. તેનું સેવન કરવાથી દરેક પ્રકારના રોગમાં છુટકારો મળે છે. તેને ખાવથી શરીરમાં સારો પ્રભાવ પડે છે. લીમડાના પાન ખાવાથી શરીરમાં ક્યા ક્યાં ફાયદા થાય છે, અને તેને ખાવાથી શું નુકશાન થાય છે તેના વિષે આજે આપણે વાત કરશું. તો ચાલો તેનાથી થતા ફાયદાઓ વિષે વાત કરીએ.
એનિમિયાની ઉણપ
લીમડાના પાનનું સેવન કરવાથી તે એનિમિયાની ઉણપને દુર કરે છે. એનિમિયા એ એક પ્રકારની લોહીની ઉણપ છે. લીમડાના પાન ખાવાથી તે શરીરમાં એનિમિયાની ઉણપને દુર કરે છે. એનિમિયા જેવા રોગો વધારે પડતા મહિલાઓમાં જોવા મળે છે. તેથી મહિલાઓએ લીમડાના પાનનું સેવન કરવું ખુબ જરૂરી છે જેથી તેના શરીરમાં રહેલી લોહીની કમીને દુર કરે છે.
ડાયાબીટીસમાં લાભદાયક
ડાયાબીટીસના દર્દીઓ એ લીમડાના પાનનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં સુગરની માત્રા ઓછી થાય છે. લીમડામાં હાઈપોગ્લાયકેમિક નામનું તત્વ રહેલું છે, જે ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખે છે. જે વ્યક્તિ નિયમિત લીમડાના પાનનું સેવન કરે તેને ડાયાબીટીસ થવાની સંભાવના ઓછી રહે છે. તેથી જો તમને ડાયાબીટીસ ન હોય તો પણ તેનું સેવન કરવાથી લાભ થાય છે.
લીવર માટે ઉપયોગી
લીવર માટે પણ લીમડાના પાન ખુબ ફાયદાકારક છે. લીમડાના પાનને ખાવાથી લીવરની કાર્ય ક્ષમતામાં વધરો થાય છે. લીમડાની અંદર ટૈનિન અને કારબાજોલે ઇલ્કલૉઈડ જેવા ગુણો રહેલા છે, જે લીવર માટે ખુબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી હીપેટાઇસીસ અને સિરોસિસ જેવા રોગો થવાની સંભાવના ઓછી થાય છે.
હદય માટે ફાયદાકારક
લીમડાના પાનનું સેવન કરવાથી તે આપણા હદયને સ્વસ્થ રાખે છે. લીમડાના પાનની અંદર વિટામીન સી અને એ રહેલા છે. તેથી તેને હદય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ હદય રોગોના દર્દીને તેની સારવાર માટે દવા માં થાય છે. તે હદયની સાથે કોલેસ્ટ્રોલને પણ નિયત્રણમાં રાખે છે. માટે નિયમિત લીમડાના પાનનું સેવન કરવું લાભદાઈ છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
વજનને ધટાડવા માટે લીમડાના પાન ખુબ ઉપયોગી બને છે. તેને ખાવાથી આપણો વજન સરળતાથી ધટે છે. તેમાં રહેલા ડાયક્લોરોમેથેન, ઇથિલ એસિટેટ અને મહાનિમ્બાઇન જેવા તત્વો વજન ઘટાડવા માટે ફાયદાકારી છે. તેથી જે વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે તેણે તેમના ડાયટમાં લીમડાના પાનને પણ ઉમેરવા જોઈએ.
બેક્ટેરિયા ઇન્ફેક્શનને દુર કરે
લીમડાના પાનને ત્વચા માટે પણ ઉપયોગમાં લેવાય છે. લીમડાના પાનમાં તેલની અંદર રહેલા તત્વો આપણા ચહેરાની રક્ષા કરે છે, તે બેક્ટેરિયાના ઇન્ફેકશનથી આપણા ચહેરાને દુર રાખે છે. જે વ્યક્તિને તેના ચહેરા પર ખીલ થતા હોય તેણે લીમડાના પાનના તેલનો ઉપયોગ કરવો. તે કરવાથી ખીલની સમસ્યા માંથી છુટકારો મળે છે. તે ઉપરાંત કોઈ જગ્યાએ દાઝી ગયા હોય ત્યાં લીમડાના પાનની પેસ્ટ બનાવીને લગાવાથી પણ ફાયદો થાય છે.
વાળમાં થતા ફાયદા
લીમડાના પાન પાણીમાં નાખી ત્યારબાદ તે પાણીથી વાળ ધોવાથી તે ખોળાની સમસ્યાને દુર કરે છે, અને વાળને ઘાટા ,લાંબા અને મજબુત બનાવે છે. લીમડાનું પાણી બનાવવા માટે એક લિટર પાણીને ગરમ કરવું, ત્યાર પછી તેની અંદર થોડા લીમડાના પાનને નાખવા અને તેને એકદમ ઉકાળવું. ત્યાર પછી તે ઠંડું થાય પછી તેને ગાળી લો. તે પછી તેનો ઉપયોગ વાળને ધોવા માટે કરી શકાય છે. લીમડાના પાનની પેસ્ટ બનાવી વાળ પર લાગવાથી વાળ સફેદ થતા નથી.
લીમડાના પાનથી થતા નુકસાન વિશે જાણીએ
વધારે પ્રમાણમાં લીમડાનું સેવન કરવાથી મન ખરાબ થાય છે. તેથી તેનું સેવન અઠવાડિયામાં ચાર વખત જ કરવું જોઈએ. જે સ્ત્રી પ્રેગ્નેટ હોઈ તેણે લીમડાના પાન ન ખાવા જોઈએ તેના માટે તે નુકસાનકારક છે. વાળમાં વધુ પ્રમાણમાં લીમડાનું તેલ લાગવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે, માટે તેનો ઉપયોગ વધારે ન કરવો. લીમડાના પાન ખાવથી એલર્જી પણ થઈ શકે છે, માટે તેનું ખાસ ધ્યાન રાખવું.
લીમડાનાં પાનનો પ્રયોગ
લીમડાના પાનનો ઉપયોગ દાળ, શાક વધારવા માટે પણ થાય છે. તેની ચટણી બનાવીને પણ ખાઈ શકાય છે. લીમડાના પાનમાં ટમેટું, નિમક મિક્સ કરી તેને ક્રશ કરી તેની ચટણી તૈયાર થાય છે. કેટલાય વ્યક્તિઓ લીમડાના પાનનું પાણી બનાવીને પણ પીવે છે.