લીબુની છાલને ક્યારેય ન ફેકવી, લીબુ કરતા પણ વધુ ફાયદાકારક છે તેની છાલ, જાણો આવા છે ચમત્કારિક લાભ…

Spread the love

આપણે સૌ લીંબુનો રસ કાઢીને તેની છાલને ફેંકી દઈએ છીએ. તેમાં આ છાલનો રસ તેમાં નીકળી જતો નથી. તેની છાલમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેનો લાભ લઈ શકાય છે. તે અને તેની છાલ માં અનેક ગુણધર્મો હોવાથી તે આપના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તે આપના શરીર માથી ગંદકી બહાર કાઢે છે. તેના રસમાં એન્ટી ઓક્સિડંટ રહેલું હોય છે. તેનાથી ત્વચાને ચમક મળે છે. તેની છાલમાં તેના રસ કરતાં દસ ગણા વધારે ગુણ હોય છે.

લીંબુ આપણને અનેક રીતે લાભદાયી છે. લીંબુમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોવાથી તેનો ઉપયોગ સ્વાસ્થ્યમાં અને અનેક રીતે કરવામાં આવે છે. જેટલા લાભ આપણને લીંબુના મળે છે એટલાજ લાભ આપણને તણી છાલ માથી પણ મળે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર બને છે. તેની છાલની સુગંધ તાજગી આપનારી હોય છે. તેને પાસે રાખવાથી કીડી અને મચ્છર આપની પાસે આવતા નથી. તેના રસ કરતાં તેની છાલમાં વિટામિન સી, બીટા કેરોટિન, કેલ્શિય, મેગ્નેશિયમ, પોટેશિયમ હોય છે.

હાડકને તંદુરસ્ત રાખે છે :

તેની છાલ હાડકને મજબૂત કરે છે. તેથી તમે જ્યારે તેનું અથાણું બનાવો ત્યારે તેને છાલ સાથે જ બનાવો. તે શરીરમાં કેલ્શિયમને પૂરું પાડવામાં મદદ કરે છે. તેમાં રહેલ ગુણ શરીરને શરખી રીતે મળે છે. તેનાથી હાડકાં વધારે મજબૂત બને છે.

વજન ઘટાડે છે :

તેની છાલ વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં પેપ્ટિન રહેલું હોય છે. તેનાથી વજન ઘટી જાય છે. તે વજન ઘટાડવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. તેની છાલને ઉકાળીને પીવાથી નબડાઈ દૂર થાય છે. તેમાં પેક્ટીન ફાઈબર વધારે હોવાથી તે ભૂખ ઓછી લગાડે છે.તેથી વજન ઘટે છે.

કેન્સરથી બચાવે :

કેન્સર એક જીવલેણ બીમારી છે આમાં તેની છાલ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે કેન્સરના સેલ્સને નાશ કરે છે. તેની છાલમાં ફ્લેવોનોયડ્સ અને સોલેવ્સ્ટ્રોલ ક્યૂ૪૦ ગુણ હોવાથી કેન્સરના સેલ્સને નિષ્ક્રિય બનાવી દે છે. તે બધા પ્રકારના કેન્સરમાં ઉપયોગી સાબિત થાય છે. તેની છાલમાં એવા ગુણ રહેલા છે જે શરીરમાં રહેલા કેન્સરના સેલ્સને દૂર કરે છે.

તે કેમોથેરાપી કરતાં આની છાલ વધારે અસરકારક છે. તે આના જેવા ઘણા જીવલેણ રોગથી બચાવે અને થયો હોય ત્યારે તેમાથી મુક્તિ મેળવવા માટે લાભદાયી છે. તેનો ઉપયોગ બેક્ટેરિયા ના ઇન્ફેકશન અને ફંગલ પર પણ થાય છે. તે શરીરને નુકશાન કરતાં કીટાણુ અને ઝેરને દૂર કરે છે. તેનો સ્વાદ ઘણો સારો હોય છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હ્રદયને તંદુરસ્ત રાખવામા મદદ કરે છે :

તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે હોય ક્ત્યારે આની છાલનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં પોલીફિનોલ ફ્લેવોનોયડ રહેલું હોય છે. તેનાથી કોલેટ્રોલ ઘટાડે છે. તેની છાલમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. તેને ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે. તેનાથી હ્રદયને પણ સરખી રીતે કામ કરે છે. તેને લગતી બધી બીમારી થવાનું જોખમ ઘટાડે છે.

મોં માથી આવતી દુર્ગંધ દૂર કરે છે :

તમારા મોં માથી ખરાબ વાસ આવતી હોય ત્યારે તેની છાલના પાણીના તમારે કોગળા કરવા. વિટામિન સીની કમી હોવાથી મોં ને લગતી અનેક તકલીફ થાય છે ત્યારે આનાથી તે દૂર થાય છે. પેઢામાથી લોહી નીકળે, ખરાબ વાસ આવે વગેરે જેવી તકલીફ દૂર કરે છે. પાયોરિયા જેવી તકલીફ થયા ત્યારે તે પણ આનાથી દૂર થાય છે અને મોં માં છાલા પડતાં હોય તો તેમાથી પણ રાહત અપાવે છે.

ત્વચા અને નખને લગતી તકલીફ દૂર કરે છે :

તેની છાલને સુખવી તેને પીસી પેસ્ટ બનાવવી અને તેને ત્વચા પર લગાવવી તેનાથી ખીલ અને મૃત ત્વચા દોર થાય છે. વહેલી ત્વચા પર કરચલી પડે ત્યારે તેની છાલને સૂકવી પીસીને તેમાં ગુલાબજળ ભેળવીને ત્વચા પર લગાવવી. નખ પીડા પડી જાય ત્યારે તેની છાલને રગડવાથી તેની ચમકમાં વધારો થાય છે.

મુસાફરી કરતાં સમયે ઉલ્ટી થવા દેતું નથી :

ઘણા લોકોને આ તકલીફ હોય છે કે તેમણે મુસાફરી સમયે ઉલ્ટી થતી હોય છે. ત્યારે તમારે આની છાલ તમારી પાસે રાખવી અને તેને સૂંઘવી. તેનાથી તમને ક્યારેય મુસાફરી કરતાં સમયે ઉલ્ટીની તકલીફ નહીં થાય.

તેનો રસ અને તેની છાલ લોહીના દબાણ અને માનસિક દબાણને નિયમિત કરે છે. તેનાથી તણાવ દૂર થાય છે અને મજ્જા તંત્રને લગતી બીમારીને નિયંત્રણમાં રાખે છે. આનો ઉપયોગ આપણે કપડાં અથવા વાસણ પર દાગ લાગે તેને દૂર કરવામાં પણ થાય છે. તેના પર આની છાલ ઘસવું અને તેને રાતભર છોડી દેવું તે નીકળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *