લગ્નના 10 દિવસે પણ એ ના થયું જે પત્ની ઇચ્છતી હતી, તો 11મી રાતે પતિના દૂધમાં મિક્ષ કરી દીધી આ દવા અને પછી…

Spread the love

આ કપલને લગ્નના માત્ર દસ દિવસ પસાર થયા હતા, પરંતુ પત્ની જે પ્લાન વિચારીને આવી હતી તેઓ હજી સુધી થયું ન હતું. ત્યારબાદ એક દિવસ તેણે એક બીજો પ્લાન બનાવ્યો. આ દિવસે પત્ની એક અલગ જ મૂડ માં હતી. રોજની જેમ તેણે પતિ માટે દૂધ તૈયાર કર્યું અને દૂધની અંદર કોઈ દવા ભેળવી દીધી.

પરંતુ પતિએ તેની પત્ની ની આ ચાલાકી પકડી લીધી, પતિને ખબર પડી ગઈ કે પત્ની દ્વારા જે દૂધ આપવામાં આવ્યું છે તેની અંદર કંઈક ભેળવેલું છે. ત્યારબાદ આખી ઘટના પરથી પડદો ઉઠી ગયો અને પત્નીનું સત્ય સામે આવી ગયું.

મિત્રો આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ગાઝીપુર જીલ્લાના ખાનપુર પોલીસ સ્ટેશનના ભુજહુઆ ગામની છે. આ વિસ્તારમાં રહેવાવાળા દયા ગીરીના દીકરા પીયુષ ગીરીના લગ્ન જોનપુરની રહેવાસી છોકરી સાથે થયા હતા. પરંતુ લગ્ન પહેલા કે બીજા વ્યક્તિ સાથે પ્રેમ કરતી હતી. આ છોકરીના બીજા સાથે અનૈતિક સંબંધ પણ થઈ ગયા હતા.

તેમ છતાં તેના લગ્ન પીયુષ સાથે થવાના હતા. લગ્ન થઇ ગયા બાદ પણ આ યુવતી પોતાના પ્રેમી રાજન સાથે સંપર્કમાં રહીને અવારનવાર તેની સાથે ફોનમાં વાત કરતી રહેતી. ત્યારબાદ તે બંને એ એક થવાનો એક ખતરનાક પ્લાન બનાવ્યો.

આ બંને જણા એકબીજા સાથે પ્રેમ કરતા હતા તેથી તેઓએ પિયુષ ને પોતાના રસ્તામાંથી દૂર કરવાનો એક પ્લાન તૈયાર કર્યો. તે બંને પિયુષ ના ઘરેથી રૂપિયા તથા સોનુ લઇને ભાગી જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. ગુરુવારની રાત્રિએ તેના પ્રેમીએ તેની પ્રેમિકાને સલ્ફાસની ડબ્બી આપી. પરંતુ પોતાના પતિને પોતાના રસ્તામાંથી દૂર કરવા માટે તેને દસ દિવસ પછી તક મળી.

તે પત્ની પોતાના પતિ માટે દરરોજ દૂધ તૈયાર કરતી, આવી જ રીતે આજે પણ તેણે દૂધનો ગ્લાસ તૈયાર કર્યો. દૂધની અંદર તેણે સલ્ફાસ ભેળવી દીધું.પરંતુ એ જ સમયે પછી તે આવી ચડ્યો અને તેને આ બાબતનો અણસાર આવી ગયો. તેને લાગ્યું કે દૂધમાં કંઈક ભેળવવામાં આવ્યું છે.

પતિને શંકા જતા પતિએ દૂધમાં મિક્સ કરવામાં આવ્યું છે એ ચેક કરવા લાગ્યો, જેથી કરીને પત્ની સલ્ફાસ ની ડબ્બીને છુપાવવા લાગી. બંને વચ્ચે ખુબ જ ઝપાઝપી થઈ, અંતે પતિએ સલ્ફાસ ની ડબ્બી જોઈ લીધી. દેકારામાં કુટુંબ વાળા પણ ઉઠીને ત્યાં આવી ગયા, અને સંપૂર્ણ હકીકત જાણ્યા પછી પત્નીના કુટુંબ વાળાને તેની જાણ કરી.

આ ઘટના પછી તે ગામના સરપંચ ગડ્ડુ યાદવે ખાનપુર પોલીસ સ્ટેશનમાં આ બનાવની તમામ માહિતીની જાણ કરી. ત્યારબાદ ગામ લોકોએ ભેગા મળીને રાજનને ખૂબ માર્યો અને પોલીસને સોંપી દીધો. પોલીસની પુછપરછ દ્વારા રાજને બધી વાતોનો સ્વીકાર કર્યો.

આ બંને પ્રેમીઓ એ એવો પ્લાન બનાવ્યો હતો કે તે પુરુષની હત્યા કરીને ભાગી જશે. પરંતુ આ તમામ પ્લાન ઉપર પાણી ફરી વળ્યું. પંચાયત દ્વારા સાસરીયા વાળા ને સમજાવવામાં આવ્યા પરંતુ સાથે વાળા તેને રાખવા માટે તૈયાર ન હતા. તેમજ પોતે આરોપી પત્નીના કુટુંબ વાળાએ પણ તેને પોતાની સાથે રાખવાની ના કહી દીધી.

હજી આ કેસ પોલીસ સ્ટેશનમાં જ છે. બંને કુટુંબ વાળા પ્રેમી પ્રેમિકાના લગ્ન કરવાને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. આ બાબતમાં પિયુષ નું સ્પષ્ટ કહેવું છે કે તે એક વખત તો મરતાં મરતાં બચી ગયો. હવે જો તે પોતાની પત્ની ને માફ કરી દે અને પોતાની સાથે રાખે તો તે ફરી આવા પ્રકારનું મોટું કામ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *