કોરોનાગ્રસ્ત વ્યક્તિ ની મૃત્યુ થયા બાદ લાશને અડવાથી શું થાય, W.H.O. નો આ ચોંકાવનારો ખુલાસો

Spread the love

મિત્રો, હાલ કોરોના વાયરસ સંક્રમણ ના કારણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમા ફેલાતો જાય છે. જેટલા પણ લોકો આ સંક્રમણ ના સંપર્કમા આવશે તે તેટલો જ વધુ ફેલાતો જશે. હાલ, કોરોનાના દર્દીઓ હોસ્પિટલ મા પહોંચી રહ્યા છે અને તેમના નિદાન માટે અલગથી બનાવેલા આઈસોલેશન વોર્ડમા હજારો દાક્તરો અને નર્સો દિવસ-રાત કાર્ય કરી રહ્યા છે. કોરોનાથી સમગ્ર વિશ્વમા હજારો મૃત્યુ થઈ ચૂક્યા છે.

કોરોના સંક્રમિત દર્દીઓની લાશ થી પણ લોકો દૂર ભાગે છે તથા આ સંક્રમિત લોકો નુ નિદાન અને સારવાર કરનારા ડોક્ટર, નર્સો અને હેલ્થ વર્કર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. અમુક દાક્તરો ના તો આ સંક્રમણ ના કારણે મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. હવે, કોરોના ના દર્દીઓના શબથી ફેલાતા સંક્રમણના પ્રશ્ન પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક અહેવાલ તૈયાર કર્યો છે. અહેવાલ અનુસાર કોરોનાના દર્દીઓના શબથી સંક્રમણ ફેલાતુ નથી.

પરંતુ, શબના સંપર્કમા આવનાર વ્યક્તિ આ ત્રણ ગંભીર બિમારીઓ નો શિકાર થઈ શકે છે. સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે, કોરોનાના દર્દીઓ શબ થી કોવિડ-૧૯ ફેલાઈ શકે છે? તેના શબના સંપર્કમા આવતા લોકો કોરોના પોઝીટીવ હોઈ શકે છે? તો તેનો પ્રત્યુતર આવ્યો છે કે, ના, શબ થી કોઈપણ પ્રકાર નો ચેપ ફેલાતો નથી. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિ ના શબ થી કોરોના વાયરસ ફેલાતો છે, આ વાત સદંતર જૂઠી છે.

એવો કોઈ કેસ સામે આવ્યો નથી કે, કોરોનાના દર્દીઓ ના શબ ને અડકવા થી ચેપ ફેલાયો હોય. કારણ કે, આ વાયરસ પરોપજીવી છે. દર્દીના મૃત્યુ બાદ તેનો નાશ થઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુજબ તાવ જેમ કે, ઈબોલા, મારબર્ગ અને હૈઝાના કેસ ને બાદ કરતા સામાન્ય રીતે મૃત શરીર ક્યારેય સંક્રામક હોતા નથી.

માત્ર એન્ફ્લૂએન્ઝાવાળા રોગીઓના ફેફ્સા, જો શબ પરીક્ષણ દરમિયાન અયોગ્ય રીતે રાખવામા આવે છે, તો સંક્રમક થઈ શકે છે. નહિતર શબ આવી ગંભીર બીમારીઓ નો ક્યારેય સંચાર કરતી નથી. આ એક માન્યતા છે કે, જે વ્યક્તિઓ નુ સંક્રમક બીમારીથી મૃત્યુ થયુ છે, તેમને સળગાવીને અંતિમ સંસ્કાર કરવામા આવે પરંતુ, તે તથ્ય નથી. હાલ, અત્યાર સુધી કોવિડ-૧૯ થી મૃત પામેલા વ્યક્તિઓના શબોના સંપર્કમા આવવાથી સંક્રમિત થવાનો કોઈ કેસ કે પુરાવો સામે આવ્યો નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થા એ દાવો કર્યો છે કે કોરોના સંક્રમિત અને શબના સંપર્કમા આવનારા ડોક્ટરો, નર્સો, હેલ્થ વર્કર્સને અન્ય ગંભીર રોગો જકડી શકે છે. આ રોગ આ લોકોનો જીવ પણ લઈ શકે છે. આ રોગોમા યૌન રોગ એઈડ્સનો પણ સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, જે લોકો નિરંતર કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલા લોકોની લાશના સંપર્કમા આવે છે, તે ક્ષય રોગ, રક્તવાહક વાયરસ જેવા કે, હેપેટાઈટિસ બી અને સી અને એચઆઈવી એઈડ્સ અને પાચન સંબંધી રોગો નો શિકાર થઈ શકે છે.

જે લોકો દવાખાના માં નિયમિત રૂપથી લાશોને સાંભળવાનુ કાર્ય કરે છે, તેમને ક્ષય રોગ, રક્તવાહક વાયરસ જેવાકે, હેપેટાઈટિસ બી અને સી તથા એચઆઈવી એઈડ્સ અને પાચન સંબંધી સંક્રમણ જેમકે, હૈઝા, હેપેટાઈટિસ, રોટાવાયરસ, સાલ્મોનેલોસિસ,ટાઈગ્લોસિસ અને ટાઈફોઈડ, પેરાફોઈડ જેવી જીવલેણ બીમારીઓ નો શિકાર થઈ શકે છે.

એટલા માટે કોરોના વાયરસના દર્દીઓનાં સંપર્કમા આવનાર દાક્તરો ના મૃત્યુ મોટી સંખ્યામા થઈ રહ્યા છે. ચીનમા જે દાક્તરો એ અમુક સમયના અંતરે કોરોના સંક્રમણની માહિતી આપી હતી, તેમના પણ થોડા સમયના અંતરે મૃત્યુ થયા હતા. ચીનમા અનેક દાક્તરો દર્દીઓ ના નિદાન કરતા-કરતા જ મૃત્યુ પામ્યા હતા. અન્ય દેશોમા પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે.

ભારતમા પણ ઘણા દાક્તરો ને કોરોના નો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન ના એક યુવા દાક્તર પણ મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા હાલ ૫૫૦૦ ને પાર જતી રહી છે. જેના કારણે સરકારે આવશ્યકતા સિવાય ની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો.

સમગ્ર વિશ્વમા હાલ કોરોના ના ૧૪ લાખ કરતા પણ વધુ કન્ફર્મ કેસો સામે આવ્યા છે અને ૮૫ હજારથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે. આ રોગ ના કારણે હાલ લાખો લોકો સંક્રમિત થયા છે. ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ભારત, પાકિસ્તાન, ઈટલી, ઈરાન વગેરે દેશોમા આ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *