કોરોના વાઈરસ ના નાબુદ થયા બાદ સમગ્ર વિશ્વ મા આવશે આવા મોટો બદલાવ

Spread the love

મિત્રો, કોરોના વાયરસ એટલે કે કોવિડ-૧૯ ની સમસ્યા એ હાલ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમા લઇ લીધુ છે. આ કોરોના વાયરસ ની ગંભીર સમસ્યા ને અટકાવવા માટે લોકો ઓફિસ અને દુકાન છોડી હાલ ઘર ની અંદર પોતાનુ જીવન વ્યતીત કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમા થયેલા લોકડાઉન ના કારણે અનેક વ્યવસાયિક ક્ષેત્રોમા અનેકવિધ પ્રકારના પરિવર્તન આવ્યા છે.

“વર્ક ફ્રોમ હોમ” એ હવે નોકરીયાતો માટે અન્ય પર્યાય બની ચૂક્યો છે. તો ચાલો જાણીએ કે જ્યારે આ વાયરસ નિયંત્રણમા આવી જશે અથવા તો નાબૂદ થઇ જશે ત્યારબાદ વિશ્વમા હજુ પણ કેવા-કેવા પરિવર્તન સર્જાશે, તે વિશે થોડી માહિતી મેળવીએ. કોરોના વાયરસ ની આ તકલીફ નો સૌથી મોટા મા મોટો ફાયદો ડિઝિટલ સેવાઓ ને મળશે. ઈ કોર્મસ સાઇટ ને વધારે લાભ પ્રાપ્ત થશે.

વ્યક્તિઓ અન્ય વ્યક્તિઓ ના સંપર્ક મા આવ્યા વિના જ ડિજિટલ તેમજ ઈ કોર્મસ સાઇટ ની ખરીદી કરવા તરફ આગળ વધશે. સોશિયલ મીડિયા પર વધારે પડતો સમય પસાર કરશે તથા જાહેરાતો ના ખર્ચ મા પણ નોંધપાત્ર ઘટાડો થશે. વાયરસ ની અસરમા ઘટાડો થતા કંપનીઓમા શ્રમ બળની ભાગીદારીમા પણ ઘટાડો થશે એટલે કે રિમોટ નીતિ થી થતા કાર્યમા વૃધ્ધિ થશે.

મોટા વિકસિત દેશોમા સસ્તા શ્રમ માટે નાના કુશળ કર્મચારીઓ ની માંગ મા વૃધ્ધિ થશે. જુદા-જુદા દેશો ની સરકારે ભવિષ્યમા આવા પ્રકારની સમસ્યા થી બચવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે. આ સમસ્યા ની અસર રાષ્ટ્રીય અને ક્ષેત્રીય બોર્ડર પર પણ રહેશે. આ ઉપરાંત ચેકપોસ્ટ પર બાયોમેટ્રિક અને સ્ક્રિનિંગ કરાવી જ તમામ લોકોએ જવુ પડશે.

કોરોના ની સમસ્યાએ માનવજાત માટે હાલ ખૂબ જ ભયજનક ખતરો સાબિત થઈ રહ્યુ છે અને હવે આવનાર સમય મા આવી કપરી પરિસ્થિતિ માટે વિશ્વ ના બધા જ લીડર એકસાથે મળી નવી એજન્સીઓ સ્થાપિત કરવી પડશે. આ ઉપરાંત જલવાયુ પર્યાવરણ વિશે પણ સજાગતા સાથે આગળ વધવુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *