કોરોના સંક્રમિત રોગીઓ ના બચાવ માટે ગુજરાત કરવા જઈ રહ્યું છે આ મોટો પ્રયોગ, જો આ પ્રયોગ સફળ રહ્યું તો ઘણા લોકો ને બચાવી શકાશે

Spread the love

મિત્રો, હાલ ગુજરાત ના નામ પર વધુ એક સફળતા ઉમેરાઈ છે. હાલ, થોડા સમય પહેલા જ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસ ની જીનોમ સિકવન્સ ને શોધી કાઢવામા આવી છે, જેના કારણે હવે આ કોરોના ની સમસ્યા ની વેક્સિન અને મેડિસન બનાવવામા સરળતા રહેશે. હાલ, ગુજરાત કોરોના થી પીડિત લોકો ને બચાવવા માટે એક મોટુ કદમ ઉપાડવા જઈ રહ્યુ છે.

હાલ, ગુજરાતમા કોરોના થી પીડિત લોકો ના પ્લાઝમા ટ્રાન્સમ્યુસ નો પ્રયોગ કરવામા આવી રહ્યો છે. જેનાથી કોરોના થી પીડિત લોકોના જીવ બચાવવામા સફળતા મળશે. આ પરીક્ષણ જો સફળ નિવડશે તો આવનાર સમય મા કોરોના થી પીડિત લોકો ને આપણે સરળતા થી બચાવી શકીશુ અને કોરોના ની સમસ્યાને ફેલાતી અટકાવી શકીશું.

હાલ, અત્યારે કોરોના ની સમસ્યા માંથી રિકવર થયેલા લોકો ના પ્લાઝમા લેવામા આવી રહ્યા છે અને આ પ્લાઝમા ને વેન્ટીલેટર પરના દર્દીના પ્લાઝમા સાથે ટ્રાન્સમ્યુસ કરાશે. આ પ્રયોગ માટે અમદાવાદ મા ૨ પ્લાઝમા ડોનર તૈયાર થઈ ચૂક્યા છે. હાલ, અમદાવાદ મા ૨ પ્લાઝમા ડોનર તૈયાર થઈ ચૂક્યા છે. જેથી આપણે આવનાર સમયમા ગુજરાતમા પ્લાઝ્મા ટ્રાન્સમ્યુસન નુ પરીક્ષણ કરી શકીશુ.

સૌપ્રથમ કોરોના પોઝિટિવ હોય ને હાલ રિકવર થઈ ચૂક્યા હોય તે લોકો ના પ્લાઝમા લેવામા આવશે અને તેને વેન્ટિલેટર પર જે દર્દીઓ ની હાલત ગંભીર છે, તેના શરીરમા પ્લાઝ્મા ટ્રાન્સમ્યુસ કરાશે. એવુ માનવામા આવે છે કે રિકવર થયેલા લોકોમા કોરોના ને હરાવવા માટેના પ્લાઝ્મા હોય છે. જેથી, આ પ્રયોગ દ્વારા કોરોના ને જડમુળ થી દુર કરી શકાય તેવા પ્રયાસ હાલ કરવામા આવી રહ્યા છે.

હાલ અમદાવાદમા ૨ પ્લાઝ્મા ડોનર આ પ્રયોગ માટે તૈયાર થઈ ચૂક્યા છે. હવે બસ સરકાર દ્વારા મંજૂરી મળે તેટલી જ રાહ છે, મંજૂરી મળતા જ તત્કાલ ના ધોરણે આ પ્રયોગ કરવામા આવશે. અત્રે આ વાત તો ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ ની વેક્સિન બનાવવા માટે વિશ્વ ના તમામ દેશો ને પણ ગુજરાત પર આધારિત રહેવુ પડે તેવુ કાર્ય કરવામા આવ્યુ છે.

ગુજરાત રાજ્યમા સૌથી પહેલા રાજકોટ મા વેન્ટિલેટર ના ઉત્પાદન, ત્યારબાદ પી.પી.ઈ. સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક ખૂબ જ અગત્ય ની શોધ કરવામા આવી છે. ગુજરાતના વૈજ્ઞાનિકો ને વિશ્વમા સૌથી મોટી ઉપલબ્ધિ હાંસલ થઈ હતી. આપણા ગુજરાત રાજ્યના વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાના જીનોમ સંરચના ની શોધ કરી લેવામા આવી છે.

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ની ઉપલબ્ધિ થી કોરોના ની સંરચનાના આધારે મેડીસીન અને રસી બનાવવા સહાયતા મળશે. આ ઉપરાંત કોરોના ની ઉત્પતિ કઈ રીતે થઈ તે અંગે પણ માહિતી મળશે. ગુજરાત સરકાર ની ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનુ વંશસૂત્ર પણ શોધી લીધુ છે અને તેનુ જીનોમ સિકવન્સ પણ શોધી લેવાયુ છે. સી.એમ.ઓ. ના ટવીટર પેજ પર આની માહિતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *