“કોરોના” સંક્રમિત નર્સે આપ્યો આ નવજાત બાળકી ને જન્મ અને પછી લીધા અંતિમ શ્વાસ

Spread the love

મિત્રો, કોરોના વાયરસથી સંક્રમિત થવાનુ સૌથી મોટુ જોખમ આપણા માટે બહાર લડી રહેલા યોદ્ધાઓ એટલે કે દાક્તરો, નર્સો અને આરોગ્ય ની સંભાળ લેનાર કર્મચારીઓ માટે છે. આ જીવલેણ વાયરસ ના કારણે ઘણા દાક્તરો અને નર્સો મૃત્યુ પામી ચૂક્યા છે. હાલ, હમણા જ બ્રિટનમા એક ગર્ભવતી નર્સ મૃત્યુ પામી ચૂકી છે. કોરોના વાયરસનો ચેપ લાગવા થી તેનુ મૃત્યુ થયુ હતુ.

પરંતુ, તેની બાળકી નો સફળતાપૂર્વક જન્મ થયો હતો. બાળક ની હાલત સારી છે. લંડન ની એક હોસ્પિટલ દ્વારા આ માહિતી આપી હતી. જ્યા તેણી નર્સ તરીકે કાર્ય કરતી હતી. શહેર ના ઉત્તરીય ભાગમા લૂટન અને ડનસ્ટેબલ યુનિવર્સિટી હોસ્પિટલના જનરલ વોર્ડમા નર્સ તરીકે નોકરી કરનાર ૨૮ વર્ષની મેરી અગ્યાવા આગ્યાપોંગ નુ રવિવારે નિધન થયુ હતુ.

આ નર્સ ગર્ભવતી હતી અને મૃત્યુ પહેલા પ્રેમાળ શિશુ ને જન્મ આપ્યો હતો. જો કે, હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યુ નથી કે આ નવજાત શિશુ ને વાયરસ થી ચેપ લાગ્યો છે કે નહી. બેડફોર્ડશાયર હોસ્પિટલ્સ એન.એચ.એસ. ફાઉન્ડેશન ટ્રસ્ટે અહેવાલ આપ્યો છે કે એપ્રિલ ના રોજ અગાયપોંગ ને કોરોના વાયરસ થી ચેપ લાગ્યો હતો અને ૭ એપ્રિલે તેને દવાખાનામા દાખલ કરવામા આવી હતી, જ્યા તેણી કાર્ય કરતી હતી.

આ ટ્રસ્ટ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડેવિડ કાર્ટર એ કહ્યુ, આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે અમારી એક નર્સ મેરી અગ્યેવા અગ્યાપોંગ નુ રવિવાર ના રોજ મૃત્યુ થયુ. મેરી એ અહીં ૫ વર્ષ સુધી કામ કર્યુ હતુ અને તે અમારી ટીમ ની ખૂબ જ આદરણીય અને પ્રિય સભ્ય હતી. દુઃખ ના આ સમયમા અમે મેરી ના કુટુંબ અને મિત્રો પ્રત્યે ખૂબ દિલ થી શોક વ્યક્ત કર્યો છે.

મૃત્યુ એવા સમયે થયુ છે, જ્યારે આરોગ્ય કર્મચારીઓ ને પૂર્ણ પાડવામા આવતા રક્ષણાત્મક ઉપકરણો ના અભાવ ને લઈને યુ.કે મા હાલ ઉત્પાત મચી ચૂક્યો છે. આ દરમિયાન કોરોના વાયરસ થી સાજા થયેલા બ્રિટન ના ૧૦૬ વર્ષીય કોની ટીચેન નામની ઘોષણા કરવામા આવી છે. એવુ કહેવામા આવે છે કે તે દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે અને તે કોરોના વાયરસ ને માત આપીને સ્વસ્થ ઘરે પરત આવ્યા છે.

સેન્ટ્રલ ઇંગ્લેન્ડના બર્મિંગહામની સિટી હોસ્પિટલના દાક્તરોએ જણાવ્યુ હતુ કે તે અંદાજિત ત્રણ અઠવાડિયાથી બીમાર રહેતા હતા પરંતુ, હાલ વાયરસ સામેના યુધ્ધમા તેમની જીત થઈ છે. અત્રે નોંધનીય વાત એ છે કે, સમગ્ર વિશ્વમા કોરોના વાયરસના ચેપના ૨ મિલિયન થી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે ૧ લાખ ૩૪ હજાર થી વધુ લોકો ના મૃત્યુ નીપજ્યા છે.

જો કે, સારી વાત એ છે કે કોરોના વાયરસ સામે ના યુધ્ધમા અત્યાર સુધીમા ૫ લાખ થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી ચેપ લાગવાના સૌથી વધારે કેસો યુ.એસ. ના છે. અહી આ જીવલેણ વાયરસ દ્વારા ૬ લાખ ૪૪ હજાર થી વધુ લોકો સપડાઈ ચૂક્યા છે. તે જ સમયે અમેરિકામા ૨૮ હજાર થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. યુ.કે.મા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૯૮ હજાર પાર પહોંચી ચૂકી છે અને અત્યાર સુધીમા ૧૨ હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *