“કોરોના” સામેની લડતમા ભારત ને મળી મોટી સફળતા, એચ.એલ.એલ લાઇફકેર લિમિટેડ દ્વારા એન્ટિ બોડી કીટ કરી તૈયાર

Spread the love

મિત્રો, કોરોના વાઇરસ નો કહેર હાલ સમગ્ર વિશ્વ પર છવાઈ રહ્યો છે ત્યારે આ યુધ્ધ મા ભારત ને હાલ એક વિશેષ સફળતા મળવા જઈ રહી છે. એચ.એલ.એલ. લાઇફ કેર એ હાલ આ કોરોના વાઇરસ ની સમસ્યા સામે રેપિડ એન્ટી બોડી કીટ બનાવવા મા સફળતા મેળવી છે. એચ.એલ.એલ. લાઇફ કેર એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય નો જ એક ભાગ છે.

ન્યુઝ એજન્સી એ.એન.આઈ. ના મત મુજબ આ કિટ ને એન.આઈ.વી. પુણે દ્વારા માન્યતા મળી ચૂકી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચે આ કિટ ના ઉપયોગ માટે અનુમતિ આપી દીધી છે. કોરોના વાઇરસ ના આ યુધ્ધ મા આ કિટ ખૂબ જ મહત્વ ની માનવામા આવે છે. આ કિટ ના ઉપયોગ દ્વારા તમે ફક્ત ૪૦૦₹ મા કોરોના નો ટેસ્ટ કરી શકો છો.

કઈ રીતે થશે આ ટેસ્ટ ?

એચ.એલ.એલ. એ કે કિટ બનાવી છે તેનુ નામ છે મેકશ્યોર. આ કીટ દ્વારા દર્દી નુ લોહી લઈને કોરોના વાઇરસ ની જાંચ પડતાલ કરી શકાય છે. આ કીટ હરિયાણા ના માનેસર સ્થિત ઇકાઈ મા બનાવાઈ હતી. એચ.એલ.એલ. એ પહેલી એવી સાર્વજનિક કંપની છે કે જેને આ કિટ બનાવવા માટે મંજૂરી મળી ચૂકી છે. કંપની એ દાવો કર્યો છે કે આગલા ૧૦ દિવસો મા ૨ લાખ કિટ બનાવીને જુદા-જુદા કેન્દ્રો મા પહોંચાડશે.

ભારત મા કોરોના ની સ્થિતિ :

આપણા દેશમા કોરોના ના સંક્રમણ ના હાલ ૫ હજાર કરતા પણ વધુ કેસ સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમા ૧૯૨ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ૩૯૨ લોકો આ કોરોના ને માત આપીને રિકવર થઈ ચૂક્યા છે. આપણા દેશમા અત્યાર સુધીમા ૧ લાખ કરતા પણ વધુ લોકો ની તપાસ કરવામા આવી ચૂકી છે. હવે જોઈએ કે આ કોરોના હજુ પણ આગળ આપણને શુ-શુ રંગ દેખાડે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *