“કોરોના સામે જંગ” ક્લેક્ટરે પેહલા કર્યું માતા નુ અંતિમ સંસ્કાર અને ૨૪ કલાક મા પરત ફરી ચાલુ કરી દીધું કામ

Spread the love

વલસાડ જિલ્લા ના કલેક્ટર શ્રી સી.આર.ખરસાણ જિલ્લા ના વડા તરીકે કોરોના વાઈરસ સામે ની જંગ મા દિવસ-રાત ની પરવાહ કર્યા વિના કાર્ય કરી રહ્યા છે. તેમની માતૃ શ્રી ના દુઃખદ મૃત્યુ હોવા છતાં પણ તે ફક્ત ૨૪ કલાક મા માતૃ શ્રી ના અગ્નિદાહ સહિત ના બધી જ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી ને કલેકટર તરીકે ની ફરજ પુનઃ સંભાળી લીધેલ છે.

સી.આર.ખરસાણ સર ના માતા રેવાબેન ખરસાણ સર સાથે જ વલસાડ મા નિવાસ કરે છે પણ એક મહિના અગાવ એક કૌટુંબિક લગ્ન અર્થે બનાસકાંઠા ગયેલ હતા. હજી લગ્ન ને સમય હતો ત્યા લોકડાઉન ની જાહેરાત થઈ ગઈ. લગ્ન કાર્યક્રમ પણ મુલતવી રહ્યો. લોકડાઉન ને લીધે તેમની માતૃ શ્રી બનાસકાંઠા જ રોકાયા હતા. બનાસકાંઠા મા માતૃ શ્રી નુ આરોગ્ય કથળતા અને તારીખ ૧૫મી એપ્રિલ ના રોજ ખરસાણ સર ના માતા ના મૃત્યુ ના દુઃખદ સમાચાર આવ્યા.

હાલ ના સમયે જિલ્લા કલેક્ટરે જિલ્લા ના વડા તરીકે ની ખુબ જ મોટી જવાબદારી પરીપૂર્ણ કરવા ની હોય છે. બનાસકાંઠા મા માતૃ શ્રી ના અંતિમસંસ્કાર કર્યા બાદ સી.આર.ખરસાણ સર સીધા જ વલસાડ પાછા આવવા અર્થે નીકળી ગયેલ તથા પોતાની ફરજ બજાવવા હાજર થઈ ગયેલ.

જન્મ આપનારી ની વિદાય નો શોક પચાવી ને પણ વલસાડ ના નાગરીકો ની જીંદગી બચાવવા ના સેવાકીય કામ મા જોડાઈ જનાર કલેક્ટર શ્રી સી.આર.ખરસાણ સર ની કર્તવ્યનિષ્ઠા ને અમો વંદન કરીએ છીએ. “મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *