કોરોના પોઝિટિવ યુવકને ૩ કલાક સુધી હોસ્પિટલમા દાખલ ના કરતા આ યુવકનુ હોસ્પીટલની બહાર જ તડપીને થયુ મૃત્યુ

Spread the love

મિત્રો, ઉત્તરપ્રદેશના એક વિસ્તાર સિદ્ધાર્થનગરના સ્વાસ્થ્ય વિભાગની હાલત ખૂબ જ ખરાબ છે. ડુમરિયાગંજના એક યુવકનુ સ્વાસ્થ્ય કથળ્યુ તો તેને લઈ સોમવારની રાત્રે ઘરના તમામ સદસ્યો જિલ્લા હોસ્પિટલે પહોંચ્યા. આ યુવકના ઘરના સદસ્યો દવાખાનામા સ્ટાફને આ યુવકને દાખલ કરવાની વિનંતી કરતા રહ્યા પરંતુ, દવાખાનાના સ્ટાફ દ્વારા યુવકને દાખલ કરવામા આવ્યો નહીં અને યોગ્ય સમય પર સારવાર ના મળવાના કારણે આ કોરોના પોઝિટિવ યુવકનુ મૃત્યુ નીપજ્યુ.

જ્યારે આ યુવકને દવાખાને લઇ આવવામા આવ્યો ત્યારે એક સામાજિક કાર્યકર્તા રાજન દ્વિવેદીએ સ્વાસ્થ્યમંત્રી અને ઉત્તર પ્રદેશ સરકારનો હવાલો આપતા તે યુવકને દાખલ કરવાની વિનંતી વારંવાર સી.એમ.ઓ. ને કરી પરંતુ, ફોન પર કોઈએ યોગ્ય જવાબ આપ્યો નહી. ફોન પર યોગ્ય જવાબ ના મળતા કાર્યકર્તાએ ડૉક્ટરો પર દબાણ બનાવી દર્દીને દાખલ તો કરાવી દીધો પણ એક કલાક બાદ જિલ્લા પ્રશાસને તે યુવકને બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ ગોરખપુરમા દાખલ કરવા માટે જણાવ્યુ.

પરંતુ, આ દવાખાનેથી આ યુવકને ગોરખપુર મેડિકલ કોલેજ લઇ જતા સમયે રસ્તામા જ તેનુ મોત થઈ ગયુ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા રાજન દ્વિવેદીએ જણાવ્યુ કે, આ ઘટના પરથી આપણા જિલ્લા અધિકારીઓની અસંવેદનશીલતાની પરાકાષ્ઠા જણાઈ આવે છે. વારંવાર કહેવા છતા પણ યોગ્ય કાર્યવાહી કરવામા આવી નહી તેના કારણે દર્દીનુ મૃત્યુ નીપજ્યુ. આ દર્દીની સારવારમા ૪ કલાક મોડુ થયુ.

તેમણે જણાવ્યુ કે, અહી દવાખાનાના મુખ્ય ચિકિત્સક અધિકારીને વારંવાર જાણ કરવા છતા તેને દાખલ કરવામા આવ્યો નહી. આ ઉપરાંત અહીના ચિકિત્સા ઉપકરણો જ્યા રાખવામા આવે છે ત્યા તાળુ લગાવીને રાખવામા આવ્યુ છે અને તેની ચાવી કોઈ પાસે નથી. આ સિવાય બેડ હોવા છતાપણ સ્ટ્રેચર પર સારવાર કરવામા આવી. આ અહીના સ્વાસ્થ્ય વિભાગની ક્યાક ને ક્યાંક વિફળતા છે.

આ સંપૂર્ણ ઘટનાક્રમ અંગે ચિકિત્સા અધિકારી ડૉ. સીમા રાયનુ કહેવુ એવુ છે કે, મારી પાસે ૭ વાગ્યે એક દર્દીને દાખલ નથી કરવામા આવી રહ્યો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે એવી સુચના આવી એટલે મેં તે દર્દીને તુરંત દાખલ કરવા માટે જણાવ્યુ અને કહ્યુ કે, જો તેનો શ્વાસ ફૂલાઈ રહ્યો હોય તો ઓક્સીજન લગાવીને તેને પ્રાથમિક સારવાર આપો. અમે લોકો મિટીંગમા ડી.એમ. ની સાથે જ હતા.

અમારા આવતા પહેલા જ અહી જિલ્લાધિકારી આવી ગયા અને તેમણે સી.એમ.ઓ. ને ફોન કર્યો. જ્યારે મીટિંગ પૂર્ણ થઈ ગઈ તો અમે ત્યા જોવા માટે ગયા. મેં જોયુ કે દર્દી બેઠેલો જ હતો, પોતાના ભાઈની સાથે. ત્યાં જઈને મેં તે દર્દી માટે ઓક્સીજન મગાવ્યો અને તેને વેન્ટિલેટર પર રાખ્યો. વેન્ટિલેટર પર રાખ્યાના અંદાજે એક કલાક બાદ તેનુ મૃત્યુ નીપજ્યુ. સી.એમ.ઓ. એ પણ સ્વીકાર્યું કે, આ મામલે બેદરકારી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *