કોરોના નો ખોફ! મુંબઈનુ આ પ્રખ્યાત સ્ટેડિયમ બનાવ્યુ ક્વોરેન્ટાઇન સેન્ટર

Spread the love

હાલ, આપણા દેશમા દિવસે ને દિવસે કોરોના ના કેસ મા વધારો થતો જાય છે, જેના કારણે દેશ ની સ્થિતિ કફોળી બનતી જાય છે. મહારાષ્ટ્ર મા ગુરુવાર ના રોજ આ કોરોના ની સમસ્યા થી પીડિત લોકો ની સંખ્યા વધીને ૧૨૯૭ થઈ ગઈ હતી. આપણી કેન્દ્ર સરકાર ની સાથે મહારાષ્ટ્ર રાજ્ય ની સરકાર પણ આ સમસ્યા ને દૂર કરવા માટે ના સંભવ પ્રયાસ કરી રહી છે.

હાલ ની આ પરિસ્થિતિ જોઇને મહારાષ્ટ્ર સરકારે “ નેશનલ સ્પોર્ટ્સ કલબ ઓફ ઇન્ડિયા ” ને એક કવોરોનટાઈન સેન્ટર મા પરિવર્તિત કરી નાખ્યુ છે. આ સ્ટેડિયમ મા કોરોના મા દર્દીઓ માટે ૧૦૦૦ કરતા પણ વધુ બેડ ની વ્યવસ્થા કરવામા આવી છે. અત્યાર સુધીમા કોરોના ના અંદાજે ૫૪૦ જેટલા વધુ નવા કેસ નોંધાયા છે જેમા ૧૭ લોકો મૃત્યુ પામ્યા છે.

આ પછી કોરોના વાઇરસ ના વિશેષજ્ઞો ની ૧૦ ટીમો ને ૯ જુદા જુદા રાજ્ય મા મોકલવામા આવી.  સ્વાસ્થ્ય મંત્રાલય ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ જણાવે છે કે, અત્યાર સુધીમા ૪૭૩ લોકો રીકવર થઈ ચૂક્યા છે અને નવા નોંધાયેલા કેસ તથા મૃત્યુ ના કેસ ની ગણતરી કરતા એ વાત ની પુષ્ટિ થઇ છે કે, ભારત મા અત્યાર સુધીમા ૫૭૩૪ લોકો આ વાઇરસ થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

જ્યારે ૧૬૬ લોકો આ વાઇરસ ના કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, હાલ બુધવાર ના રોજ જે ૧૧૭ નવા કેસ સામે આવ્યા તેમાંથી ૭૨ કેસ તો ફક્ત એકલા મુંબઈ ના જ હતા. અહી ધ્યાનમા લેવા જેવી વાત એ છે કે , મહારાષ્ટ્ર મા થયેલા કોરોના ના કેસ ના ૯૦% કેસ મુંબઈ, પુને અને થાણે આ ત્રણ શહેરો માંથી થયા છે.

કોરોના ના કારણે ઉદભવેલી આ ગંભીર પરિસ્થિતિ ના કારણે બી.એમ.સી. દ્વારા મુંબઈ મા હવે ઘર ની બહાર માસ્ક પહેરીને નીકળવું ફરજિયાત કરી નાખ્યુ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ સખ્તાઈ ભરેલો નિર્ણય લેવા પાછળ નુ ફક્ત એક જ કારણ છે કે , બુધવારે અહી મૃત્યુદર ૬.૩ રહ્યો હતો તથા એક જ દિવસમા અહી સૌથી વધારે એટલે કે એકસાથે ૧૮ લોકો કોરોના ના સંક્રમણ ના કારણે મૃત્યુ પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *