કોરોના નો ચેપ એકવાર લાગ્યા પછી આટલા દિવસ રહે છે શરીરમા તેની અસર, જાણો તેના ચાર ચરણ

Spread the love

મિત્રો, હાલ કોરોના વાયરસ ની સમસ્યા એ સમગ્ર વિશ્વ ને પોતાના શિકંજા મા જકડી લીધુ છે ત્યારે આજે આ લેખમા કોવિડ-૧૯ ની એન્ટ્રી શરીરમા કેવી રીતે થાય છે? કેટલા દિવસ સુધી શરીર મા રહે છે? તે વિશે થોડી માહિતી મેળવીએ.

કોરોના વાયરસ એ મનુષ્ય ના શરીરમા ગળાના માધ્યમ દ્વારા પ્રવેશ કરી શ્વસનતંત્ર ને પ્રભાવિત કરે છે. એકવાર કોરોના ની સમસ્યા થી ચેપ લાગ્યા બાદ ૧૪ દિવસના સમયગાળા ની અંદર આ બીમારી ના લક્ષણ જોવા મળે છે. પરંતુ, આ બીમારી ની મહત્તમ અસર ૨૧-૨૫ દિવસના સમયગાળામા દેખાય છે. આ ચેપ લાગ્યા ના બે દિવસ ની અંદર કોરોના ના લક્ષણ દેખાવા લાગે છે.

ત્રીજા દિવસ થી ઉધરસ અને ગળામા અસહ્ય પીડા થવા લાગે છે. જેથી, શ્વસન તંત્ર પર તેની ખરાબ અસર પડે છે. ૪-૫ દિવસમા કોરોનાનુ આ ચેપ ફેફસા સુધી પહોંચી જાય છે. આ સમસ્યા ના ૮-૧૦ દિવસમા ન્યૂમોનિયા થવા નો ભય ફેલાય છે. ૮-૧૫ દિવસના સમયમા ફેફસા ખૂબ જ ખરાબ રીતે સંક્રમિત થઈ જાય છે. તે હવાના માધ્યમ દ્વારા ઓક્સિજન ને રક્ત સુધી પહોંચાડવામા અસક્ષમ સાબિત થાય છે.

જો આ ચેપ લાગ્યા ના ૧૫-૨૨ દિવસ ની અંદર સ્થિતિ નિયંત્રણ મા નથી આવતી તો તે વ્યક્તિ નુ મૃત્યુ પણ નીપજી શકે છે. ૧૮-૨૫ દિવસમા જો કોરોના દર્દી ની અંદર સ્વસ્થ થવાના લક્ષણ જોવા મળે તો ત્યારબાદ તેને ૧૪ દિવસ સુધી કવોરોન્ટાઈન મા રાખી દવાખાના માંથી રજા મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *