કોરોના ના કેહર વચ્ચે મોદીજી બન્યા તારણહાર જર્મની અને અમેરિકા ને ભારત આપશે એટલી હાઇડ્રોક્સીક્લોરોક્વિન ની ટેબ્લેટ
મિત્રો, વડાપ્રધાન મોદી ની આગેવાની હેઠળ ભારત આજે વિશ્વગુરુ બની રહ્યુ છે. કોરોના સામે ના યુધ્ધમા ભારત સૌ કોઈ માટે દેવદૂતરૂપે બહાર આવ્યુ છે. જે પોતાની ૧.૩ અબજ ની વસ્તી ની આવશ્યકતાઓ ને જાણે છે પરંતુ, જ્યારે આખી માનવજાત એક ભયજનક સ્થિતિ માંથી પસાર થઈ રહી છે, ત્યારે તેણે પોતાનુ હૃદય જ નહી પરંતુ, ઔષધ ના ભંડાર પણ ખુલ્લા મુકયા છે.
અમેરિકા જેવી મહાશકિત હોય કે યુરોપીય દેશો અથવા સાર્ક ના પોતાના સહયોગી, ભારતે દરેક દેશ ને પોતાને ત્યા હાજર દવાઓ મોકલી છે, ઉદ્દેશ્ય ફકત એટલો જ છે કે આ ભયજનક તોફાન થી માનવજાતને રક્ષણ આપવામા આવે. એ.એન.આઈ. રિપોર્ટ ના મત મુજબ સૂત્રોએ જણાવ્યુ કે, ભારતે હાઈડ્રોકસીકલોરોકવીન ટેબ્લેટ આપવા માટે ૧૩ દેશો ની યાદી બનાવી છે.
અમેરિકાએ ૪૮ લાખ ટેબ્લેટ માંગી હતી પરંતુ, અત્યારે તેમને ૩૬ લાખ ટેબ્લેટ અપાશે. જર્મની ને પણ ૫૦ લાખ જેટલી ટેબ્લેટ મોકલવામા આવશે. આ યાદી મુજબ પાડોશી દેશ અને સાર્ક સહયોગી બાંગ્લાદેશ ને ૨૦ લાખ, નેપાળ ને ૧૦ લાખ, ભૂટાન ને બે લાખ, શ્રીલંકા ને ૧૦ લાખ, અફઘાનિસ્તાન ને પણ ૫ લાખ અને માલદીવ ને ૨ લાખ ટેબ્લેટ આપવામા આવશે.
ભારત અમેરિકા, બ્રાઝીલ અને જર્મની ને એકટીવ ફાર્માસ્યુટીકલ ઈન્ગ્રેડીયન્ટસ એ.પી.આઈ. મોકલશે જેનો ઉપયોગ આવશ્યક દવા બનાવવામા કરવામા આવે છે. અમેરિકા ને ૯ ટન, જર્મની ને ૧.૫ ટન અને બ્રાઝીલ ને ૦.૫ ટન અને એ.પી.આઈ. અપાઈ છે.
ન્યુકલીયર હથિયાર થી લઈને વ્યાપાર ક્ષેત્ર સુધી ભારત સામે આંખો કાઢતા, એન.એસ.જી. ના સભ્યપ દથી માંડી ને સુરક્ષા પરિષદમા સ્થાયી સભ્યપદમા અડચણ ઉભી કરનાર, આપણા દેશ ની આંતરીક બાબતો મા કોઈ કારણ વગર હસ્તક્ષેપ કરનારા દેશો આજે ભારત સામે ભિક્ષુક ની સ્થિતિ મા ઉભા છે.
આપણા દેશ ની તાકાત નો અંદાજ વિશ્વ ના બળશાળી દેશો થી માંડીને વિકાસશીલ અને નાના દેશો ને પણ છે પરંતુ, ભારત ની આવી ગંભીર સમસ્યા મા તેમને કયારેક જરૂર પડશે તેવુ તેમણે સ્વપ્ન મા પણ વિચાર્યુ નહોતુ.