કોરોના ના કેહર વચ્ચે મોદી સરકાર ની આ મોટી ઘોષણા, ત્રણ માસ સુધી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓ ને નહી ચુકવવા પડે ગેસ સિલિન્ડર ના પૈસા
કોરોના વાયરસ ને લીધે સંપૂર્ણ દેશ મા હાલ લોકડાઉન ની સ્થિતી છે. એવા મા ગરીબ વ્યક્તિઓ ને કેટલીય સમસ્યાઓ માથી પસાર થવું પડે છે. હાલ દેશ ના પી.એમ. મોદીએ પૂર્ણ ભારત મા લોકડાઉન જાહેર કર્યું તથા સાથોસાથ જ ગરીબો ને રાહત મળે તે માટે કેટલીય યોજનાઓ પણ બહાર પાડેલ છે.
એમાની એક છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કે જેમા લાભાર્થીઓ ને વિના મૂલ્યે મા ગેસ નો બાટલો આપવા માટે ઘોષણા કરી છે. આ યોજના અંતર્ગત ૩ માસ વિના મૂલ્યે ગેસ નો બાટલો આપવા ની જાહેરાત કરી છે. આજે અમે આપને જણાવીશુ કે એવા લોકો ને આ યોજના નો લાભ મળશે તથા કેવી રીતે આ લાભ પ્રાપ્ત કરી શકાશે. તો ચાલો આપણે જાણી એ કે સરકાર ની આ યોજના વિશે વિસ્તૃત મા.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવનારા તમામ લાભાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરાય છે. મોદી સરકારે ઘોષણા કરી છે કે ઉજ્જવલા યોજના ના તમામ લાભાર્થીઓ ને ૩ માસ માટે ગેસ નો બાટલા માટે કોઈ પણ પૈસા આપવા નહી પડે. એપ્રિલ માસ થી જુન માસ સુધી આ યોજના નો સમયગાળો છે.
મળતી વિગત અનુસાર એવું જણાવવા મા આવે છે કે હાલ ના સમય સુધી તેલ કંપનીઓ મારફત ઉજ્જવલા યોજના ના હેઠળ અંદાજીત ૭.૧૫ કરોડ લાભાર્થીઓ ના એકાઉન્ટ મા ૫૬૦૬ કરોડ રૂપિયા જમા કરવા મા આવ્યા છે, કંપનીઓ નું એવુ કહેવું છે કે ઉજ્જવલા યોજના ની નીચે સમાવેશ થતા તમામ લાભાર્થીઓ ના એકાઉન્ટ મા એના પેકેજ મુજબ ૧૪.૨ કિગ્રા. કાંતો પછી ૫ કિ.ગ્રા. સિલીન્ડર ની કીમત મુજબ એડવાન્સ રૂપિયા જમા કરાવવા મા આવી રહ્યા છે. આ પૈસા થી લાભાર્થી બાટલો ભરાવી શકે છે.
જે પણ માણસ નુ નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ના લાભ મેળનાર સૂચિ મા હોય તો એમણે પણ આ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ લાભાર્થીઓ માટે કાર્ય પણ શરૂ કરવામા આવ્યું છે તથા ઘણા વ્યક્તિઓ ના એકાઉન્ટ મા પૈસા નાખવાની પણ શરૂઆત થઈ ગઈ છે. સરકારે જાહેર કરેલી આ સુવિધા નો લાભ માત્ર એવા જ વ્યક્તિઓ ને મળશે જે આ યોજનામા નોંધાયેલા છે.
સરકારશ્રી ની આ યોજના નો લાભ ફક્ત એ વ્યક્તિ ને મળવા પાત્ર છે કે જેમણે પહેલા થી જ પોતાને આ સ્કિમ મારફત નોંધણી કરાવેલી હોય. એકાઉન્ટ મા જમા થયેલી રકમ નો વપરાશ બાટલો લઈને આવનારા લોકો ને જ અપવા મા આવશે. આમ તો જોઈએ તો સરકાર ના આદેશ મુજબ સરકારી તેલ કંપનીઓ ઉજ્જવલા યોજના ને આગળ ધપાવવા માટે પૂર્ણ મહેનત કરવા મા આવી રહી છે.
લોકડાઉન ને લીધે મોટાભાગ ની તકલીફો જન્મી રહી છે. લોકડાઉન ના લીધે પેટ્રોલ તથા ડીઝલ ની માંગ મા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ખુબ જ ચિંતા નો વિષય બની ચુક્યો છે, જેના લીધે ઉર્જા ની માંગ મા ઘટાડો નોંધાઈ રહ્યો છે, કેન્દ્ર સરકાર માટે આ તમામ પરીસ્થિતી ખુબ જ ચિંતાજનક હોય એ વાત સાબિત થઇ રહી છે.