કોરોના ના દર્દીઓ ની સેવા કરતા બે ડોકટરો ની કહાની, કલાકો સુધી નથી લઇ શકતા ભોજન, શૌચક્રિયા પણ નથી જઈ શકતા…

Spread the love

મિત્રો, આ વાત ભોપાલ ના ૨ ડોકટરો ની છે કે જે ભોપાલના બે દવાખાનામા કોરોના વોર્ડ ના મુખ્ય અધિકારી તરીકે કાર્ય કરી રહ્યા છે. એક દાક્તર નુ નામ સૌરવ સહગલ છે જે એઈમ્સમા ફરજ બજાવે છે અને બીજા દાક્તર નુ નામ કૃષ્ણ ગોપાલ સિંહ છે જે ચિરાયુમા ફરજ બજાવે છે. ચિરાયુ એક ખાનગી દવાખાનુ છે. બંને ની વાર્તા એક સમાન છે – મુશ્કેલીઓ સાથે લડવાની, મજબૂત મનોબળની અને એકસાથે મળીને જીતી જવાની.

એક દાક્તરનુ બાળક ફક્ત ૫ મહિના નુ છે અને બીજા નુ બાળક ૩ મહિના નુ છે. બાળકો નુ હાસ્ય પણ મોબાઈલ પર જ જુએ છે. તેમનુ ફેમિલી બીજી જગ્યાએ છે અને પોતે દવાખાનામા છે. દવાખાનામા તે કોરોના થી પીડિત લોકો માટે હસે છે, ગીત ગાય છે અને નાચે પણ છે. આવુ તે એટલા માટે કરે છે કારણ કે, તે કંટાળીને દવાખાના માંથી ભાગી ના જાય, વાદ-વિવાદ ના કરે અને બસ શાંતિ થી રહે.

બંને ની વાર્તા એક પછી એક સાંભળીએ :

ડો. સૌરભ સહગલ, એઈમ્સના કોવિડ વોર્ડ ના મુખ્ય દાક્તર :

સમસ્યાઓ :

૨ એપ્રિલ ના રોજ મારી પાસે કોરોના વાઈરસ નો પહેલો કેસ આવ્યો હતો. પહેલા દિવસ થી ત્રણ પડકાર મારી સમક્ષ હતા. પહેલો પડકાર ગમે તેમ કરીને આ દર્દીના જીવનુ રક્ષણ કરવુ. બીજો પડકાર આ સમસ્યા સામે લડવા માટે એક સક્ષમ ટીમ તૈયાર કરવી અને ત્રીજો પડકાર હમેંશા પોતાની ટીમને મોટિવેટેડ રાખવી. અમારી ટીમને સુરક્ષિત રાખવા માટે અમે સૌપ્રથમ અમુક સંસાધનોની આવશ્યકતા જણાવી.

વોર્ડબોયથી માંડીને દાક્તર સુધીના તમામ લોકો માટે પી.પી.ઈ. કિટ ફરજીયાત કરી. કોરોનાના કેસ આવ્યા ત્યારે દવાખાનાનો સમગ્ર સ્ટાફ ખૂબ જ ભયભીત થઈ ચૂક્યો હતો. અમેરિકા-ઈટાલીમા મૃત્યુના સમાચાર નિરંતર ટીવી ની સ્ક્રીન પર ન્યુઝ ચેનલ દ્વારા દેખાડવામા આવી રહ્યા હતા. દવાખાના ના ઉચ્ચ અધિકારીઓ થી માંડીને નર્સ સુધીના તમામ કર્મચારીઓના મનમા એક ભય ઉત્પન્ન થયો હતો.

ત્યારબાદ તેમના મન માંથી આ ભય ને દૂર કરવા માટે તેમને યોગ્ય માહિતી પૂરી પાડવામા આવી કે જો તમે આ પીપીઈ કિટ સાથે વોર્ડમા જશો તો તમને કોરોના વાઈરસ નો ચેપ લાગવાની શક્યતા માત્ર ૦.૪ ટકા જ રહેશે. અમે તેમને એવી પણ માહિતી આપી કે જો આપણે નિયમિત યોગ્ય સમયે અને યોગ્ય રીતે ભોજન ગ્રહણ કરીએ છીએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને આપણે સંક્રમણના ત્વરિત શિકાર બનતા નથી.

ત્રીજી અને સૌથી અગત્યની વાત આપણી ઉંમર. અહી મોટાભાગનો સ્ટાફ ૪૦ વર્ષથી ઓછી ઉંમરનો છે. યુવાવસ્થામા આ વાઈરસનુ એટલુ જોખમ રહેતુ નથી. જો આ વાઇરસનો ચેપ લાગે તો પણ બોડી તુરંત રિકવર થઈ જાય છે. આ આવશ્યક માહિતી આપ્યા બાદ ટીમને આ બિમારી સામે લડવા માટે તૈયાર કરવામા આવી. તેમને જણાવ્યુ કે, આપણે પણ સૈનિક છીએ. જેમ દેશના સૈનિકો બોર્ડર પર પાકિસ્તાનને ટક્કર આપે છે બસ એવી જ રીતે આપણે બધા લોકોએ કોરોનાને હરાવવાનો છે.

વોર્ડ ની બહાર શુ ભૂમિકા હોય છે દાક્તર સહગલની?

સવારના ૮ વાગ્યા થી અમારી કામગીરીના સમયનો આરંભ થાય છે. સવારનો નાસ્તો કરી ટીમ સાથે ચર્ચા કરે અને ત્યારબાદ દરેક કોરોના પીડિત વ્યક્તિની સ્થિતિ અંગે માહિતી મેળવે છે. ત્યારબાદ રાત્રી દરમિયાન જે દાક્તર ફરજ બજાવી રહ્યો હોય તો તેમની પાસેથી પણ માહિતી મેળવે છે. ત્યારબાદ આયોજન કરવામા આવે છે કે આજે શુ કરવાનુ છે?

બેઠક પૂર્ણ થયા બાદ ઓ.ટી. ડ્રેસ પહેરવામા આવે છે અને ત્યારબાદ તેની ઉપર પીપીઈ પહેરી ઈમર્જન્સી વોર્ડમા પ્રવેશ કરવામા આવે છે. વોર્ડની બહાર આવીને આ પોશાક બદલવામા આવે છે. સ્નાન કરી પોશાક બદલીને ત્યારબાદ લંચ કરવામા આવે છે. રાત્રે ફરી વાર પીપીઈ કિટ પહેરીને આ વોર્ડમા પ્રવેશીએ છીએ. અહી આ સમય દરમિયાન અથવા તો ગમે ત્યારે ઇમરજન્સી સર્જાઈ શકે છે.

આ કિટ પહેરતી વખતે શરૂઆતમા ખૂબ જ ડર લાગતો હતો. કારણ કે, અમે સંપૂર્ણપણે પેક થઈ જતા હતા પરંતુ, હવે તેની આદત થઈ ચૂકી છે. પહેલા ૧૨-૧૫ મિનિટ કિટ પહેરવામા સમય લાગતો હતો. જ્યારે હવે ૫-૭ મિનિટનો સમય લાગે છે.

કોરોના પીડિત દર્દીઓ માટે કેરમ ની વ્યવસ્થા કરવામા આવી છે :

સૌથી મોટો પડકાર આ વોર્ડની અંદર હોય છે. અહી અમે સંપૂર્ણ રીતે કિટ થી કવર હોઈ છીએ. અમારી પાસે ના તો ફોન કે ના તો અન્ય કોઈ બિનજરૂરી સાધન-સામગ્રી હોય છે. ૩-૪ કલાક અમારે વોર્ડમા રહેવાનુ હોય છે. આ સમય દરમિયાન ના તો ટોઈલેટ જઈ શકીએ છીએ, ના તો કંઈપણ ભોજન કરી શકીએ છીએ, કે ના તો પાણીનુ સેવન કરી શકીએ છીએ.

અહી કોરોના પીડિત વ્યક્તિના ઈલાજની સાથે તેને વ્યસ્ત રાખવાની જવાબદારી પણ અમારી જ હોય છે. તેને વ્યસ્ત રાખવાથી ના તો તે ગભરાઈ છે અને ના તો તે ભાગવાનો પ્રયાસ કરે. કોઈપણ પીડિત વ્યક્તિ તેના ઘરના સદસ્યો ને મળી શકતો નથી. કોઈપણ પીડિત વ્યક્તિ તેના પરિવાર સાથે વાત કરી શકતો નથી. એક જ જગ્યાએ તેને અમુક દિવસો માટે રોકાવાનુ હોય છે.

આ સંજોગોમા તેના માટે ૧-૧ મિનિટ પસાર કરવી ખૂબ જ અઘરી પડે છે. દવાખાનામા અમે માત્ર ઈલાજ જ નથી કરતા પરંતુ, દરેક દર્દીના સંદેશને એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચાડવા ની સેવા પણ આપીએ છીએ. અમે આ કોરોના પીડિત વ્યક્તિની ફેમિલી સાથે એક દિવસમા કમ સે કમ ત્રણ વાર વાત કરી છીએ. તેમને તેમના આ સંબંધી ની સ્થિતિ વિશે માહિતી આપી છીએ અને તેને લગતા આવશ્યક સંદેશ પણ આપી છીએ.

મોટાભાગના પીડિત લોકોની ફેમિલી દાક્તર ને પૂછે છે કે દર્દીને સારુ થશે કે નહીં. દર્દી પણ દાક્તરને આ જ પ્રશ્ન કરે છે. આ સમયે ઘણી વાર ઉદાહરણ આપી સમજાવીએ છીએ કે, કોઈ વ્યક્તિ વેન્ટીલેટર પર હતો. ખૂબ જ ગંભીર પરીસ્થિતિમા હતો, તેમ છતાં તેને સારુ થઈ ગયુ તો તમને પણ થઈ જશે.

તમારા ઘર ની શું હાલત છે?

જે દાક્તરો હાલ ફરજ બજાવી રહ્યા છે તેમને રોકાવા માટે હાલ દવાખાનામા જ વ્યવસ્થા કરવામા આવી છે. મે મારી પત્ની અને બાળકો ને તેમના નાના ને ત્યા મોકલી આપ્યા છે. મારો એક આઠ વર્ષનો પુત્ર છે અને એક દિકરો ત્રણ મહિનાનો છે. હુ જ્યારે વોર્ડમા હોવ ત્યારે તેમની સાથે વાત થઈ શકતી નથી પરંતુ, બહાર આવી ફ્રી થાવ એટલે ઘર પર વાત કરી લઉ છુ. ઘરના સદસ્યો ચિંતામા રહે છે.

તેમને હમેંશા એ ચિંતા સતાવતી હોય છે કે, મને કંઈ થઈ ન જાય પરંતુ, હુ તેમને સમજાવુ છુ કે બધુ જ ઠીક થઈ જશે અને મને કંઈ જ નહી થાય. હાલ, અમારા ભોજનનો સમય પણ બદલાઈ ચૂક્યો છે એટલે કે હવે દિવસમા ૫-૬ વાર ગરમ પાણીનુ સેવન કરીને કોગળા કરવાના હોય છે. જે લોકો ઈંડા ખાય છે, તે સવારના નાસ્તામા ઈંડા નુ સેવન કરી શકે છે. બાકીના લોકો ઉચ્ચ પ્રોટીન ધરાવતી ચીજવસ્તુનુ સેવન કરી શકે છે. કારણકે, આ બીમારી સામે લડવા માટે ઈમ્યુનિટી મજબૂત રાખવી અત્યંત આવશ્યક હોય છે.

ડો. કૃષ્ણ સિંહ, ચિરાયુ હોસ્પિટલના કોવિડ વોર્ડ ના મુખ્ય દાક્તર :

સમસ્યાઓ :

સૌથી પહેલા તો હુ તમને એ જણાવવા માંગુ છુ કે હાલ, હુ મારા જ દવાખાનામા કવોરોન્ટાઈન છુ. હુ ૨ એપ્રિલ થી ૧૬ એપ્રિલ સુધીના સમય દરમિયાન કોરોનાના દર્દીઓ ની વચ્ચે હતો. મારા માટે સૌથી પહેલો પડકાર તો મારી ટીમને કઈ રીતે મોટિવેટ કરવી તે હતો.

૨ એપ્રિલના રોજ જ્યારે વોર્ડમા કામ શરૂ કર્યુ તે પહેલા જ મે અને મારી ટીમે દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે આ બીમારી ને એક મિશન તરીકે ધ્યાનમાં લેવામા આવે. બધી જ બાબત ને ભૂલીને માત્ર એક જ વાત પર ફોકસ આપવામા આવે કે કેવી રીતે આપણે આ યુધ્ધ જીતી શકીએ છીએ. ૧૫ દિવસની આ ફરજમા મારો કોઈપણ પ્રકાર નો શેડ્યુલ રહ્યો ના હતો.

ભોજન ગ્રહણ કરવુ , સુવા નો સમય અને ઉઠવાનો સમય આ બધી જ બાબત અનિયમિત થઈ ગઈ હતી. કારણ કે, ૧૫ દિવસ માટે કન્સલ્ટન્ટ તરીકે મારુ કોઈ જ રિપ્લેસમેન્ટ થઈ શકે તેમ નહોતા. કોઈ નવો કેસ આવે તથા હયાત દર્દી નુ નિરીક્ષણ કરવાની તમામ જવાબદારી મારે જ નિભાવવાની હતી. તેના કારણે અમારો અહીં મોર્ટેલિટી રેટ શૂન્ય રહ્યો. જયારે અન્ય જગ્યાએ તે ૪ ટકાથી વધુ રહ્યો હતો.

વોર્ડ ની બહાર શું ભૂમિકા હોય છે તેમની ?

જો કોઈ ઇમરજન્સી ના આવે તો કામ સવાર ના ૮ વાગ્યા થી શરૂ થાય છે. સૌથી પહેલા ટીમ સાથે અગત્ય ની ચર્ચા કરવામા આવે છે. ત્યારબાદ રાત્રી ના ફરજ બજાવતા સાથી દાક્તરો પાસેથી રિવ્યુ લેવામા આવે છે, ત્યારબાદ આયોજન બનાવવામા આવે છે કે ક્યા દર્દી ની સારવારમા આજે કઈ વસ્તુ ઉમેરવાની છે અથવા તો કઈ ટ્રીટમેન્ટ બંધ કરવાની છે?

સવારના ૯ વાગ્યે કોરોના વોર્ડની અંદર પ્રવેશતા. ત્યારબાદ ૧:૩૦ વાગ્યે બહાર આવતા હતા. આ સમય દરમિયાન ભોજન, પાણી, શૌચાલય કંઈ જ શક્ય બનતુ નહી. બહાર આવ્યા બાદ પીપીઈ કિટ ઉતારીને સ્નાન કરતા. કારણકે, કોરોનાના સંક્રમણ થી ખૂબ જ ભય લાગતો હતો.

સ્નાન કર્યા બાદ બપોરનુ ભોજન કરતા હતા. ઘણી વાર તો બપોરનુ ભોજન પણ શક્ય બનતુ ના હતુ. એક દિવસમા કમ સે કમ ૮ કલાક સુધી કિટ પહેરેલી રાખવી પડે છે. છેલ્લા થોડા દિવસથી હુ આ દવાખાનાના બીજા માળ પર રહુ છુ. ત્રીજા અને ચોથા માળ પર અમારા દર્દી છે.

૭ વર્ષની કોરોના ની દર્દીનો જન્મદિવસ કોરોના વોર્ડમા જ ઉજવવામા આવ્યો :

વોર્ડ ની અંદર સૌથી મોટો પડકાર દર્દીનુ સ્વાસ્થ્ય સુધારવા બાબત નો હોય છે. દર્દીને નિરંતર વ્યસ્ત રાખવામા આવે છે. જે દર્દી રિકવર થઈ ગયુ હોય છે તેને પણ ૧૪ દિવસ સુધી રોકી રાખવામા આવે છે. આ પરિસ્થિતિ એવી હોય છે જ્યારે દર્દી ત્યા રોકાવા ઈચ્છતો નથી. કોઈ એવુ બહાનુ બતાવે છે કે મારા ઘરે કોઈ નથી. કોઈ એવુ બહાનુ બતાવે છે કે, અહીંનુ ભોજન મને ભાવતુ નથી.

એક દર્દીએ તો અહી ઝઘડો પણ કર્યો હતો. તેને પ્રેમ થી સમજાવ્યો કે અમે તમારા માટે જ છીએ. ત્યારબાદ તેમણે આવીને માફી પણ માંગી. અમારા વોર્ડ ની અંદર અમે કેરમ સહિત અમુક ઈન્ડોર રમત ની ગોઠવણી કરી છે. જેથી દર્દીને વ્યસ્ત રાખી શકાય. આ સિવાય દર્દીને એકબીજા નો પરિચય પણ કરાવી છીએ. જેથી પરસ્પર વાતચીત કરે. તેમની સાથે આનંદ થી સમય પસાર કરી છીએ. ક્યારેક ગીત ગાતા હોઈએ છીએ, તો ક્યારેક નૃત્ય કરીને દર્દીને વ્યસ્ત રાખી છીએ.

શુ છે ઘર ની પરિસ્થિતિ?

વ્યસ્તતા ના કારણે ઘણીવાર ઘરે ફોન પણ થઈ શકતો નથી. જ્યારે વોર્ડમા હોઈ છીએ ત્યારે ફોન પાસે હોતો નથી. આ સ્થિતિમા ઘણીવાર ઘરના સદસ્યો ક્રોધે ભરાઈ જાય છે. મારો પુત્ર પાંચ મહિનાનો છે. હુ લગભગ છેલ્લા દોઢ માસથી ઘરે ગયો નથી. કોરોનાના કેસ ભોપાલમા આવ્યા તે પૂર્વે જ અમે સંભવિત દર્દીની તપાસ નુ કાર્ય શરૂ કરી દીધુ હતુ.

ત્યારથી હુ મારા ઘરના સદસ્યોના સંપર્કમા નથી. મારા પુત્ર નુ પહેલુ સ્મિત, પહેલુ પગલુ અને પહેલી વાર પપ્પા બોલવુ. આ બધી જ બાબતને હુ છેલ્લા દોઢ મહિનાથી મિસ કરુ છુ.અમારા દવાખાનામા અત્યાર સુધી કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયુ નથી.

તેની પાછળનુ કારણ ટીમનુ સકારાત્મક હોવુ. અમારો નર્સિંગ સ્ટાફ, હાઉસ કિપિંગ દરેક સકારાત્મક વિચારસરણી ધરાવતા હતા. રાત્રીના સમયમા કોઈપણ દર્દી આવવા પર વોર્ડ ખોલવામા આવતો. ઘણી વાર તો રાત્રે પણ જાગવુ પડતુ હતુ. આ તમામ સ્થિતિમા અમે એકસાથે મળીને કોરોનાને અટકાવી શક્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *