કોરોના લોકડાઉન ૧૪ કે ૧૫ એપ્રિલના રોજ સમાપ્ત થશે નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમા ઈશારા મા જણાવી આવી દસ મોટી વાતો

Spread the love

મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈશારા-ઈશારા મા એ જણાવી દીધુ કે , કોરોના વાઇરસ ની આ મહામારી ને રોકવા માટે સમગ્ર દેશમા કરવામા આવેલ આ લોકડાઉન નો ૧૪ એપ્રિલે અંત થશે નહિ તથા જે અંકુશો લગાવવા મા આવ્યા છે, તે અંકુશ પણ હટશે નહિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કોવિડ-૧૯ ની સમસ્યા સામે લડવા માટે નિરંતર જુદા જુદા રાજ્યોના અધિકારી, મંત્રી અને નેતાઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે. બુધવાર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદ સાથે વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરી.

આ મીટિંગ મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની ૧૦ મોટી ચર્ચાઓ આ મુજબ છે.

૧૪ એપ્રિલ ના રોજ લોકડાઉન હટાવવુ સંભવ નથી. દેશના લોકો ને આ કોરોના વાઇરસ ની મહામારી થી બચાવવા માટે લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે. હુ નિરંતર જુદા-જુદા રાજ્યો ના સી.એમ., ડી.એમ. અને તજજ્ઞો ના સંપર્ક મા છુ અને તેમાં થી કોઈપણ આ લોકડાઉન હટાવવા ની તરફેણ મા નથી. ૧૧ એપ્રિલ ના રોજ જુદા-જુદા રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને લોકડાઉન અંગે અંતિમ નિર્ણય લેશે.

આપણે સોશયલ ડિસ્ટન્સીંગ નુ કડકાઈ થી પાલન કરવુ પડશે, અમારે આ સ્થિતિ ને નિયંત્રણ મા લેવા માટે હજુ પણ કડક પગલા લેવા પડશે. ભારત વિશ્વ ના એ દેશો માનો એક દેશ છે કે જ્યા આબાદી વધુ હોવા છતા કોરોના નિયંત્રણ મા છે. બધા લોકો અવારનવાર કોઈ ને કોઈ સ્વરૂપે એકસાથે મળીને આ સમસ્યા સામે લડવાનું જણાવે છે અને આ જ સકારાત્મક વલણ આપણ ને આ સમસ્યા સામે લડવા માટે મદદરૂપ થશે.

રાજનૈતિક દળ, રાજ્ય સરકાર અને સામાન્ય જનતા આ ત્રણેય ના સહકાર થી આપણે કોરોના નો આ યુધ્ધ જીતી શકીશુ. સમાજ નો દરેક વ્યક્તિ હાલ કોઈ ને કોઈ સ્વરૂપે કોરોના ના આ યુધ્ધ મા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપે છે, આ એક મોટી વાત છે. અમીર થી અમીર દેશો પણ આધુનિક ટેકનોલોજી હોવા છતા કોરોના વાઇરસ ના સંક્રમણ સામે ડગમગી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પહેલા જુદા-જુદા સમય પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પ્રણવ મુખર્જી, પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડા, મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અનેક વ્યક્તિઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા હાલની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને આગળ શુ કરવુ તે અંગે ચર્ચા-વિચારણા કરીને પરામર્શ માંગ્યા. પ્રધાનમંત્રી રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે એક વાર મીટિંગ કરી ચૂક્યા છે અને આ શનિવારે ફરી એકવાર તેમની સાથે મિટિંગ કરશે અને ત્યારબાદ લોકડાઉન અંગે અંતિમ નિર્ણય લેશે. તો હવે લોકડાઉન ખુલશે કે નહિ તે તો ૧૪ તારીખે જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *