કોણ છે આ ૯૯ વર્ષ ના ગુજરાતી બાપા કે જેમને મોદીજી પણ ખબર અંતર પૂછવા કરે છે ફોન

Spread the love

મિત્રો, હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના ની સમસ્યા સામે લડી રહ્યુ છે. ત્યારે ૯૯ વર્ષ ની વય ધરાવતા પૂર્વ ધારાસભ્ય એ પોતાની મરણમૂડી આ કોરોના થી પીડિત લોકો ની સારવાર માટે દાન મા આપી દીધી છે. આ કાર્ય ની નોંધ દિલ્હી સ્થિત આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી હતી.

આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ ટેલિફોન પર વાત કરીને આ વૃધ્ધ બાપા ના ખબર-અંતર પૂછ્યા હતા. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રત્નાબાપા સાથે લાંબા સમય સુધી ટેલિફોનિક વાતચીત કરી.

૯૯ વર્ષ ની વય ધરાવતા આ રત્નાબાપા છે પૂર્વ ધારાસભ્ય :

આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલીફોનીક વાતચીત દરમિયાન તેમની તબિયત વિશે પૂછતાછ કરી. આ ૯૯ વર્ષની વય ધરાવતા રત્નાબાપા માળિયાહાટી ના અને મેંદરડા ના પૂર્વ ધારાસભ્ય છે. માળિયાહાટી ના અને મેંદરડા ના ધારાસભ્ય રત્નાબાપા ઠુંમરે ૧૭ એપ્રિલના રોજ કલેક્ટર કચેરીએ પોતાના મરણમૂડીના ૫૧ હજાર કોરોના સામે ના યુધ્ધમા દાન આપી દીધા છે.

દિલ્હી સુધી પડ્યા આ વાત ના પડઘા :

રત્નાબાપાએ કલેક્ટર દ્વારા પોતાના દાન નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમા અપર્ણ કર્યો હતો. રત્નાબાપાના દાન ની વાત દિલ્હી સુધી પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ જૂનાગઢમા વસવાટ કરતા રત્નાબાપા ના પુત્ર ને ફોન કરી રત્નાબાપા સાથે વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પૂછ્યુ , “અમને યાદ કરો છો” :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રત્નાબાપા સાથે થઈ રહેલી ટેલીફોનીક વાર્તાલાપ દરમિયાન પૂછ્યુ કે, “ શું અમને યાદ કરો છો?” આ વાત નો પ્રત્યુતર આપતા રત્નાબાપાએ જણાવ્યુ કે, યાદ તો કરવા જ પડે ને. આજે આ ગંભીર કોરોના ની સમસ્યા સામે તમે લડી રહ્યા છો અને દેશની સેવા કરી રહ્યા છો. ત્યારે મોદીએ જણાવ્યુ હતુ કે, “ અમે પણ તમને યાદ કરીએ છીએ અને તમારા દ્વારા કરવામા આવેલ નેક કાર્ય બદલ હુ તમારો આભાર વ્યક્ત કરુ છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *