કોઈપણ પ્રકારની વધુ મહેનત વગર ખાલી તુલસી તેમજ અજમા ના આ પ્રયોગ થી ઘટાડી શકો છો તમારું વજન, જાણો કેવી રીતે કરવો ઉપયોગ…

Spread the love

આજના લોકોને વજન વધવાની સમસ્યા ખૂબ વધતી જાય છે. વજન કેવી રીતે ઘટાડવું તે માટે કેટલાક ઘરેલુ ઉપાયો હોય છે. કેટલાક લોકો પોતાનું વજન વધતુ જતું હોય તે માટે ચિંતા કરતાં હોય છે. તેના માટે આપણે કેટલાક ઉપાયો કરવા જોઈએ. તે બધી વસ્તુઓ આપણા ઘરમાં જ રહેલી જ હોય છે.

તુલસીના પાનનો રસ અને અજમાનું પાણી પીવાથી શરીરનું વજન ઘટી શકે છે. તુલસીના પાનને એક ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરની કેટલીક બીમારીઓ દૂર થઈ શકે છે. તેથી શરીરનું વજન નિયંત્રિત કરી શકાય છે. જે લોકોને ઝડપથી વજન ઘટાડવું હોય તેને આ ઉપાય કરવો જોઈએ.

અજમા અને તુલસીના પાનના સેવનથી વજન ઝડપથી ઘટાડી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી કેટલાક રોગો સામે રક્ષણ મળી શકે છે. કેટલાક લોકો પોતાનું જીવન આરામથી જીવવાનું વિચારતા હોય છે. આપણે જે ખોરાકમાથી પ્રોટીન મેળવીએ તે ઉર્જા ક્યાય વાપરી ન શકીએ. તે ચરબી શરીરમાં જામી જાય છે. કેટલાક લોકોનું વજન વધતું જતું હોય છે. તે આપણા શરીરમાં લેવામાં આવતા ખોરાક પર આધાર રાખે છે.

શુદ્ધ ખોરાક લેવાથી શરીરના વજનને ઘટાડવામાં તે મદદરૂપ થાય છે. વજન ઉતારવા માટેનું ઉતમ વસ્તુ હોય તે તુલસીના પાન અને અજમો છે. કેટલાક આયુર્વેદિક જણાવે છે કે તુલસીના પાન અને અજમાનું પાણી પીવાથી સરળતાથી વજનને ઘટાડી શકાય છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા બધા પોષકતત્વો મળી રહે છે. તેથી શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટી જાય છે.

વજન ઘટાડવા માટે બેસ્ટ અજમો :

આપણા શરીરમાં મોટા પ્રમાણમા મેટબોલિક રેટ હોય તો તે વજન ઘટાડવા માટે ખૂબ સહેલું બની રહે છે. અજમા શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેમાં થાઈમોલ નામક નામનું તેલ હોય છે. તે ગેસને દૂર કરવામાં ફાયદો કરે છે. શરીરની પાચનક્રિયામાં ફાયદો આપે છે. તેને એંટીઓક્સિડંટ માનવામાં આવે છે. તેનાથી પેટમાં રહેલું ઝેર દૂર થાય છે. આવી રીતે તે વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક બને છે.

અજમાના અન્ય હેલ્થ ફાયદાઓ :

અજમો આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર કરે છે. અજમાનો ઉપયોગ કેટલાક હ્રદયરોગ સામે રક્ષણ કરવામાં ઉપયોગી છે. તેમાં અર્થરાઈટિસના ઈલાજ માટે સોજાને દૂર કરવામાં તે ખૂબ જરૂરી છે. શરીરમાં કોઈ પણ સાંધાના દુખાવામાં રાહત થાય છે. તેમાં તે ખૂબ ફાયદો કરે છે. શરદી અને તાવ જેવી અનેક બીમારીઓમાથી બચવા માટે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે. શરીરમાં રહેલો કફ દૂર થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો પણ તે ખૂબ ઉપયોગી બને છે.

વજન ઓછું કરવા માટે બેસ્ટ તુલસી :

તુલસી શરીર માટે પ્રાકૃતિક ડીટોકસ તરીકે કામ કટે છે. તુલસી શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને દૂર કરે છે અને શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. સાથે આ પાચનની પ્રક્રિયાને અતિ ઝડપી બનાવે છે. વજન વધવાના એક કારણમાં મહત્વનું કારણ ખોરાકનું યોગ્ય પાચન પણ છે. તુલસીને શરીરના મેટાબોલીક રેટને વધારવા માટે માનવામાં આવે છે. સાથે કેલેરી બર્ન કરવામાં પણ તુલસીને બેસ્ટ ઔષધ માનવામાં આવે છે.

તુલસીના કેટલાક હેલ્થ ફાયદાઓ:

તુલસી શરીરના ઘણા રોગો માટે ખૂબ ઉપયોગી છે. શ્વાસની કોઈ બીમારીઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવા માટે તે ફાયદાકારક છે. કેટલાક લોકોને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેના માટે તુલસી ખૂબ જરૂરી છે. નિયમિત તેમનું સેવન કરવું શરીર માટે ખૂબ જરૂરી બને છે.

વજન ઘટાડવા માટે તુલસી અને અજમાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

વજન ઘટાડવા માટે અજમા અને તુલસીના પાનનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ કરવા માટે થોડા અજમાને પલાળી દેવા, તેમાં તુલસીના પાન પાણીમાં નાખીને તેને ઉકાળવું, ત્યારબાદ તે થોડું ઠંડુ થાય પછી તેને ગાળીને પીવું જોઈએ. નિયમિત સવારે તેનું સેવન કરવાથી વજનને ઘટાડી શકાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી કેટલાક રોગો સામે બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *