કોઇપણ પ્રકારની મેડીસીન વગર શરદી, ઉધરસ અને તાવમાથી મુક્તિ મેળવવાનો આ છે અસરકારક ઉપાય, આજે જ જાણો આ ઉપાય અજમાવવાની યોગ્ય રીત…

Spread the love

શરદી એક ચેપી રોગ છે. જે બદલાતા વાતાવરણને લીધે થાય છે. સામાન્ય શરદી ત્રણ થી ચાર દિવસ સુધી રહે છે. બીજા બધા રોગ કરતા શરદી વધારે બધા વ્યક્તિઓમાં જોવા મળે છે. તો આજે આપણે આ લેખમાં શરદીને દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાયો વિષે જાણીશું.

શરદી થવાનું મુખ્ય કારણ કોઈ હોય તો તે છે, આપણો આહાર. શરદી થવાના લક્ષણો ગળામાં દુખાવો થવો, વારંવાર છીંક આવવી, માથામાં દુખાવો થવો, ઠંડી લાગવી, શરીરમાં કળતર થવી જેવા લક્ષણો શરદીમાં જોવા મળે છે. તેનો સૌથી સરળ ઉપાય હોય તો તે છે આપણો ખોરાક. શરદીના ઉપચાર માટે બે થી ત્રણ દિવસ સુધી ફળનું સેવન કરવું જોઈએ.


આ ફળને હળવા ગરમ પાણીમાં તેનો રસ મિક્સ કરી પીવો જોઈએ. તેનું સેવન કરવાથી લોહીની એસીડ સ્થિતિને દુર કરે છે અને આપણી કીડનીને સ્વસ્થ રાખે છે. શરદી માટે અનાનસનો રસ ખુબ ફાયદાકારક રહે છે. જે વ્યક્તિને શરદી હોય તેને તાજા ફળનો રસ પીવો જોઈએ. સફરજન, નાશપતી, દ્રાક્ષ, નારંગી અને અનાનસ જેવા ફળનો રસ પીવો જોઈએ. તેનાથી તેને ઘણો ફાયદો થાય છે. રસદાર ફળો જેવા કે તરબૂચ, મોસંબી જેવા ફળનું સેવન દિવસમાં ત્રણ વાર કરવું જોઈએ.

ત્યારબાદ તેને આહારનુ સેવન કરવુ જોઈએ. જે વ્યક્તિને શરદી હોય તેને માંસાહાર આહારથી દુર રહેવુ. શરદી માટે તુલસી, મધ અને તજનો ઉકાળો પીવાથી શરદીમાં ઘણી રાહત મળે છે. શરીરમાં ઘટતા વિટામીન અને ખનીજ તત્વોને આપણા ખોરાકમાં લેવા જોઈએ. તેમાં વિટામીન-સીનુ મુખ્ય સ્થાન છે.

વિટામીન-સી એ આપણા ચેપને અટકાવે છે અને તે આપણા શરીરમાં હાનિકારક એન્ટીબાયોટીકનું કામ કરે છે. તે વિટામીન ફળો અને લીલા શાકભાજીમાં વધુ હોય છે. શરદી માટે લીંબુ સૌથી સરળ ઉપચાર છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુમાં વિટામીન-સી રહેલુ છે.

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરી પીવાથી શરદી અને ઉધરસમાં ફાયદાકારક છે. શરદીની તીવ્રતાને ઓછી કરવા માટે લસણનો સૂપ પીવાથી ફાયદો થાય છે. લસણમાં રોગનિવારકના ગુણધર્મો રહેલા છે. તે ઉપરાંત તેમાં એન્ટિસેપ્ટિક ગુણો રહેલા છે. લસણનું સૂપ એ શ્વાસના માર્ગને ખોલવામા મદદ કરે છે. તે આપણા શરીરના તમામ ઝેરને દુર કરે છે.

લસણના રસ સાથે ડુંગળીનો રસ પાણીમા નાખી પીવાથી શરદીમાં રાહત થાય છે. તે શરદી ઉપરાંત તાવ, ઉધરસ જેવા રોગ માટે પણ ઉપયોગી બને છે. ભુજંગાસન, શાલભસણા, ધનુરાસન અને યોગમુદ્રા જેવા યોગાસન કરવાથી પણ શરદીમાં રાહત થાય છે. શરદીને લીધે ગળામાં થતા બળતરામાં હળદર ખુબ જ ઉપયોગી છે. અડધી ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી પીવાથી રાહત મળે છે. ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરવાથી ગળામાં થતા દુ:ખાવામાં રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *