કોઇપણ પ્રકારના ખર્ચા વગર ઘરબેઠા આ સરળ રીતે દુર કરો ગોઠણનો અસહ્ય દુખાવો, જાણો તમે પણ…
જે વ્યક્તિને ગોઠણ દુખવાની સમસ્યા રહેતી હોય તેણે તેના ખોરાક અને કસરત પર વધુ ધ્યાન આપવું જોઈએ. ગોઠણનો દુખાવો અત્યારે બધા લોકોની સમાન્ય સમસ્યા થઈ ગઈ છે. પણ તેની સારવાર કરવી પણ ખુબ જરૂરી છે. માટે આજે અમે તેમને ઘરેલું ઉપાય વિષે વાત કરીશું જેનો ઉપયોગ કરવાથી ગોઠણ દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. ગોઠણના દુખાવાની સમસ્યા રહેતી હોય તેણે તેના ખોરાકમા આલ્કલાઈન નો ઉપયોગ કરવો જોઈએ. તેની અંદર પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉર્જાથી ભરપુર ફળ અને શાકભાજી ખાવા જોઈએ.
નિયમિત તમારે ભોજનમાં બે બાફેલી અને બે કાચી શાકભાજી ખાવી જોઈએ. ગોઠણના ગંભીર દુખાવામાં તે વ્યક્તિને કાચા શાકભાજીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. તે રસનું એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવું જોઈએ. લીલા શાકભાજીનો રસ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. કોઈ પણ શાકભાજીનો રસ ગાજરના રસમાં મિક્સ કરી તેમાં સેલેરીના પાન અને બીટ પણ ગોઠણના દુખાવા ખુબ માટે ફાયદાકારક છે. કાચા શાકભાજીની આલ્કલાઇન ક્રિયાના પરિણામે સાંધા અને પેશીઓની આસપાસ ભેગું થઈ ખરાબ તત્વોને ઓગળી દે છે.
તાજા અનાનસનો રસ પીવાથી તે અસ્થિવા અને સંધિવા માં થતા બળતરા અથવા ઘૂંટણના દુખાવા માટે ફાયદાકારક છે. આ ઉપરાંત કોબી, ગાજર, કાકડી, પાલક, ડુંગળી, મૂળા અને ટામેટાં આ બધા કાચા ફળને સલાડમા વાપરી શકાય છે. બીટ, કોબી, રીંગણ, ડુંગળી, વટાણા, ટામેટાં, સલગમ, વગેરેનો ઉપયોગ શાકભાજીમાં લઈ શકાય છે. કાચા બટાકાના રસનો ઉપયોગ સૌથી સફળ ઉપચાર છે. કેટલાય વર્ષોથી માનવ જાતિના લોકો તેનો ઉપયોગ દવા તરીકે કરે છે. તેને બનાવવા માટે બટાકાના રસને પાણીમાં મિક્સ કરી પીવાથી ફાયદો થાય છે.
સવારમાં ભૂખ્યા પેટે આનું સેવન કરવું જોઈએ. ગોઠણના દુખાવા માટે મીઠાના પાણીનું સ્નાન કરવાથી લાભ થાય છે. મીઠામાં રહેલી કુદરતી આયોડીન અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. દરેક વ્યક્તિને ખબર હશે કે આયોડીન લોહી અને પેશીઓમાં એસીડ અને આલ્કલીનું સંતુલન જાળવી રાખે છે. તે આપણા કરોડરજ્જુને મજબુત બનાવે છે. આયોડીન લોહીના પ્રવાહમાં રહેલા જંતુનો નાશ કરે છે. કરેણ ના પાંદડાને ઉકાળીને તેને તેના પાંદડાની ચટણી બનાવો અને તલના તેલમાં ભેળવીને ગોઠણ ઉપર માલીશ કરો આમ કરવાથી તમને દુઃખાવા માંથી રાહત મળે છે.
રોજ રાત્રે 2 ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો. અને સવારે ખાલી પેટ મેથીને ચાવીને ખાવાથી અને મેથીનું પાણી પીવાથી તમને ક્યારેય પણ ગોઠણ નો દુઃખાવો નહી થાય. ૨૫૦ ગ્રામ સરસવનું તેલ એક કઢાઈમાં લઇને તેમાં આઠ-દસ કળી લસણની નાખવી. આ બંનેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. તેમાં એક ચમચી અજમો, મેથીના દાણા અને સૂંઠ પાઉડર નાખવાં. આ તેલને શિયાળાના દિવસોમાં સવારના તડકામાં બેસીને સાંધા પર આ તેલ લગાવીને માલિશ કરવાથી દુખાવો દૂર થશે. જે વ્યક્તિને ઘૂંટણનો દુખાવો હોય તેણે નિયમિત આસનો કરવા જોઈએ. સાંજે માટીના પેકને ઘૂંટણ પર લગાવીને તેને આખી રાત છોડી દેવું. અઠવાડિયામાં એકવાર ઘૂંટણ પર મસાજ કરવાથી ફાયદાકારક સાબિત થાય છે.