કોઇપણ પ્રકારના જટિલ રોગોમા મોંઘીદાટ દવાઓ કરતા પણ વધુ અસરકારક છે આ દિવ્ય ઔષધી, સોજા અને દુખાવાને તો ટૂંક સમય મા જ કરશે દુર…

Spread the love

પદ્મકાષ્ટનાં વૃક્ષો વધુ હિમાલય અને કેદારના પર્વતોમાં જોવા મળે છે. તેનું લાકડું દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના તાજા લાકડામાં વધુ ગુણો રહેલા છે. તેના જુના લાકડામાં ગુણો ઘટવા લાગે છે. તેના લાકડાનો રંગ બદામી રંગનો હોય છે. તેનો સ્વાદ કડવો અને તૂરો લાગે છે. તેના વૃક્ષો ચાર થી સાત ફૂટના ઉચા પર્વતો પર જોવા મળે છે.

પદ્મકાષ્ટનાં ફૂલ લાલ રંગના હોય છે. તે માર્ચ મહિનામાં જોવા મળે છે. તે ગુણમાં શક્તિ આપનારા છે. તેનો ઉપયોગ દાહ, કોઢ, વિસ્ફોટક અને રક્તપિત્તને દુર કરવા માટે થાય છે. તે ઉલટી વર્ણ અને તરસને દુર કરનાર છે. તો ચાલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ.

પદ્મકાષ્ટનો ઉકાળો પીવાથી દાહ દુર થાય છે, તેમજ તેનો ઉપયોગ રક્તપિત, તાવ, , ભ્રાંતિ, કોઢ, રતવા જેવા અનેક રોગ દુર કરે છે. પદ્મકાષ્ટનો ઉપયોગ જે સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય તેને ઘસીને પીવાથી તે સમસ્યા દુર થાય છે. તે રુચિકર હોવાથી ઉલ્ટીમાં , વ્રણ, તૃષા વગેરે રોગમાં ફાયદો થાય છે. તેની છાલનો ઉપયોગ કરવાથી ઝાડા થયા હોય તો તે પણ દુર થાય છે.

પદ્મકાષ્ટનો ઉકાળો પીવાથી જીર્ણ જવરમાં ફાયદો થાય છે. તે આપણા શરીરને શાંત કરે છે. તેનો ઉપયોગ હદય રોગને દુર કરવા માટે પણ થાય છે. તે આપણા શરીરને નીરોગી રાખે છે. પદ્મકાષ્ટ તથા બીલને ધીમા શેકી તેને ખાવાથી વિષમ જવર દુર થાય છે. પદ્મકાષ્ટનો ઉકાળો બનાવીને પીવાથી તાવમાં આવતી ગરમીમાં રાહત થાય છે. કોઈ કારણ વગર થતો પરસેવો પણ દુર થાય છે.

આર્યુવેદમાં પદ્મકાષ્ટનો ઉપયોગ અનેક રોગને દુર કરવા માટે થાય છે. તમારી સ્કીન સમસ્યા હોય ત્યારે તેનો લેપ લાગવાથી તેમાં ઠંડક થાય છે. અને તે આપણી સ્કીનને પણ સારી રાખે છે. ઇંદ્રજવ, ઇંદ્રાણી, ત્રિફળા, પીંબડી, દારૂહળદર, વજ હળદર તથા મોરવેલ આ બધી વસ્તુને અડધો તોલો લો. ત્યાર પછી દેતી મૂળ એક તોલો, નસોતર બે તોલા, બાલી ચાર તોલા લઈ આ બધી વસ્તુને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવું. આ ચૂર્ણ પીવાથી દરેક પ્રકારના વાયુ રોગ દુર થાય છે. પદ્મકાષ્ટના પાવડરને મધ સાથે મિક્સ કરી લેવાથી મોમાં પડતી ચાંદીને મટાડે છે.

પદ્મકાષ્ટ, ખડસલીઓ, મોથ, કોલંબો, કરિયાતું, કાળી જીરી, દેવદાર, ધમાસો અને ઈન્દ્રજવ આ બધી વસ્તુને અડધો તોલો લઈ તેનો કવાથ તૈયાર કરવો. આ ક્વાથનો ઉપયોગ જવર, અતિસા, કૃમિ જેવી અનેક બીમારીને દુર કરે છે. પદ્મકાષ્ટના પાન, કચનારનાં પાન અને જવ. આ બધી વસ્તુને મિક્સ કરી તેનો ઉકાળો બનાવવો. ત્યાર બાદ દસ થી વીસ મિલીગ્રામમાં દૂધ અને ઘી મિક્સ કરવું. આ ઉકાળો પીવાથી જે વ્યક્તિને ક્ષયનો રોગ છે તે દુર થાય છે. અને આપણા સ્વાસ્થ્યને સારું બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *