કોઇપણ પ્રકારનો અસહ્ય દુખાવા, થાક, તણાવ, અનિંદ્રા જેવી અઢળક સમસ્યાઓ મા રાહત આપે છે આ સંજીવની સમાન તેલ, જાણો તમે પણ…

Spread the love

વર્ષોથી ચંદનનું તેલ ત્વચા,આરોગ્ય અને વાળ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચંદનના તેલનો ઉપયોગ ઘણી બધી શારીરિક સમસ્યામાં તે ખુબ ફાયદાકારક છે. ચંદનના ઝાડમાંથી બનાવેલ તેલને ચંદનનું તેલ કહેવામાં આવે છે. ચંદનના ઝાડમાં ઔષધિય ગુણ અને સુગંધ હોય છે. ચંદનનું વૈજ્ઞાનિક નામ સાન્તા લમ આલ્બમ છે. ચંદનના ઝાડને બધા વૃક્ષોમાં સૌથી સુગંધિત માનવામાં આવે છે. ચંદનનું તેલ અને તેની પેસ્ટ દરેક દવામાં પણ વપરાય છે. ચંદનનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે.

આ શિવાય રૂમ ફ્રેશનર, અગરબત્તી પરફ્યુમ્સ, લોશન અને ક્રીમ્સ બનાવવામાં પણ ચંદન વપરાય છે. ચંદનના તેલ લગાવવાથી અનેક ફાયદાઓ થાય છે. ચંદનના તેલનો એક ગુણધર્મ એ છે કે તે ત્વચાને લગતી બળતરાને દૂર કરવામાં પણ સારા પરિણામો આપે છે. તેમાં રહેલા ફાર્મા ઇકોલોજીકલ ગુણધર્મોની સાથે બળતરા વિરોધી અસર હોવાનું પણ જોવા મળે છે . આ કારણોથી, એવું માનવામાં આવે છે કે તે ત્વચા પર થતી કોઈપણ પ્રકારના બળતરા ઘટાડવામાં ખુબ ઉપયોગી થાય છે.

ચંદનનું તેલ આપણા આખા શરીરને ઠંડક પ્રસરાવી દે છે. તે ત્વચા પર કોઈ જગ્યાએ ખંજવાળ આવતી હોય, ઇન્ફેક્શન થયું હોય કે સોજો હોય તો તેના માટે ચંદનનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. અન્ય તેલની જેમ આ તેલ ચોંટતું પણ નથી આથી તેને ઉનાળામાં વાપરવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. ચંદનનું તેલ અમુક માત્રામાં પીવાથી શરીરના આંતરિક હિસ્સામાં કોઈ ઘા, ચાંદુ કે ઇન્ફેક્શન હોય તો તે દૂર થઈ જાય છે. તેને સ્કીન પર લગાવામાં આવે તો તે દાજવાના કાળા ડાગા, ખીલ, આંખ નીચેના કાળા કુંડાળાને દુર કરે છે અને ઇન્ફેક્શનને વધતું અટકાવે છે.

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા માં પણ ચંદન તેલ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાઈ છે. ચંદનમાં વિશેષ તત્વ રહેલું છે જેને કારણે તેમાં વિશેષ પ્રકારની સુગંધ જોવા મળે છે. આ તત્વ તેની સુગંધથી શરીરના ઘણા આવશ્યક હોર્મોન્સને સક્રિય બનવામાં મદદ કરે છે, જે અસ્વસ્થતા, તાણ, ત્વચાની ગરમી, ધબકારા અને બ્લડ પ્રેશર ને નિયંત્રણ રાખવામાં ખુબ મદદ કરે છે. ચંદનના તેલમાં સાન્તાલોલ નામનું એક વિશેષ તત્વ રહેલું છે, જે કેન્દ્રીય નર્વસ સિસ્ટમને સંબંધિત તણાવથી રાહત મેળવી અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં સારી એવી મદદ કરે છે.

આ તેલ સાથે જોડાયેલા સંશોધનમા જાણવા મળ્યું છે કે તેના તેલથી માલિશ કરવાથી ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓ માંથી રાહત મળે છે. આવી સ્થિતિમા એવું કહી શકાય કે આ તેલની માલિશ ચિંતા અને તણાવને દૂર રાખવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ તેલ પેટને લગતી બધી સમસ્યાને દુર કરે છે. જેમ કે આંતરડામાં દુખાવો, પેટનો ગેસ અને પેટમાં અલ્સર. પેટ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓને દુર કરવા માટે આ તેલ એક ઉત્તમ વિકલ્પ છે. આ તેલ નો ઉપયોગ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ થાય છે. આ તેલમાં આલ્ફા-સાન્તાલોલ નામનું એક વિશેષ તત્વ હોય છે, જેના કારણે તે સુગંધિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *