કોઈપણ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વિના એસિડિટીને કરો દૂર, આજે જ અજમાવો આ ઘરેલુ ઉપચાર અને જુઓ ફરક…

Spread the love

નમસ્તે મિત્રો, આજે આપણે દવા વગર પણ એસિડિટી જેવી તકલીફને દૂર કેવી રીતે કરવી તે માટેના ઉપાયો વિશે માહિતી મેળવીશુ. આજકાલના સમયમા વધતા જતા મસાલેદાર ખોરાકને કારણે આવી સમસ્યાઓ આપણા શરીરની અંદર થતી હોય છે તો આવી સમસ્યાઓના નિરાકરણ માટે આજે હુ તમને અમુક આયુર્વેદિક નુસ્ખાઓ વિશે જણાવીશ, જેના દ્વારા તમે આવી સમસ્યાથી છુટકારો મળવી શકો છો.

એસીડીટી પેટમાં વધારે પડતું એસીડ પડવાને કારણે એસીડીટી થાય છે. પેટમાં દર્દ, ઝડપી શ્વાસ અને ગભરામણ જેવી સમસ્યાઓ પણ આ વધારે પડતા ખોરાક પાચન કરનારા એસીડ પડવાને કારણે થાય છે. જેમાં એસીડીટીમાં તીખા ઓડકાર આવે છે. પેટમાં ખુબ જ બળે છે. આ સ્થિતિમાં શરીરમાં ખુબ જ તકલીફો થાય છે. આ સમસ્યામાં વધારે પડતા એસીડીક સ્ત્રાવને કારણે આંતરડાની દીવાલો પર અને અન્નનળી ઉપર આ એસીડ સ્પર્શવાને કારણે આદિવસોમાં દાહ લાગે છે જેને આપણે એસિડિટી કહીયે છીએ.

એસીડીટી એ પાચનતંત્રમા થતી એક બીમારી છે, જો તેની યોગ્ય રીતે સારવાર ના કરવામા આવે તો પાચનતંત્ર નબડું પડે છે અને જો પાચનશક્તિ નબડી પડે તો તેનાથી આપણા શરીરમા અન્ય અનેકવિધ સમસ્યાઓ થાય છે, જેથી કરીને તમારે વહેલી તકે સારવાર કરવી જોઈએ. જો આ સારવાર યોગ્ય રીતે ના કરવામા આવે તો તમારા આંતરડા એકદમ નબળા પડી જાય છે અને પેટમાં સોજો આવી જાય છે. બરાબર પાચન ન થવાથી શરીરમાં ભયંકર બીમારીઓ આવવાની શક્યતાઓ રહે છે. તો આજે આવી સમસ્યાઓથી બચવા માટે અમે તમને આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશુ, ચાલો જાણીએ.

એસિડિટી માટેના આયુર્વેદીક ઉપચાર :

આજે અહી હું તમને એસીડીટી થવા ના કારણો તેમજ તેને દૂર કરવા માટે ના ઉપાયો બાતવીશ.અહી તમને એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર, એસીડીટી થવાના કારણો, તેમજ પેટમાં ગેસ થવાના કારણો વિષે માહિતી આપવામાં આવી છે.જે નીચે મુજબ છે. એસીડીટી મટાડવા માટેનો સારામાં સારો ઉપાય દૂધ છે. દૂધ એસિડિટી જેવા રોગોને દૂર કરે છે.

દૂધમા સાકરને મિક્સ કરીને એસિડિટી દુર કરવાનો શ્રેષ્ઠ અને ઉત્તમ રામબાણ ઈલાજ છે. તેમા અનેકવિધ ક્ષાર તેમજ કેલ્શિયમ જેવા શરીરને ઉપયોગી તત્વ હોય છે. જે અસિડિટીને કાબૂમા રાખવામા ખુબજ મદદરૂપ થાય છે. ઠંડુ દૂધ લઈને તેમાં સાકાર ખાંડીને કે વાટી લીધા બાદ દુધમાં ઓગાળીને પીવાથી એસીડીટી મટે છે. આ સાથે એસીડીટીના લીધે આવતા ખાટા ઓડકારો અને પેટમાં અને ગળામાં બળવાની સમસ્યાઓ પણ દુર થાય છે.

આ ઉપરાંત દૂધ સાથે બીજી અનેક વસ્તુ નો ઉપયોગ પણ કરી શકીએ છીએ.જેમકે દુધમાં ખડી સાકર અને ગુલકંદ નાખીને પીવાથી એસીડીટી મટે છે. વરીયાળી ખાંડીને તેનું ચૂર્ણ બનાવીને સરબત બનાવી સાકરના ભૂકો મિક્સ કરીને પીવાથી એસીડીટી મટે છે. આ લીધા બાદ ઉપરથી એક ગ્લાસ દૂધ પીલેવાથી એસીડીટીઅને તેના લક્ષણો દુર થાય છેં.

આ સિવાય બીજા ઘણા આયુર્વેદિક નુસકાઓ દ્વારા એસિડિટી માં રાહત મેળવી સકાય છે જેમકે, લોહીમાં એસીડીટીની માત્રામાં વધી જવા પર ભોજન કર્યા બાદ લવિંગ ચૂસવાથી એસીડીટી મટે છે. તેમજ ગાજર નો રસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે .જવનું જ્યુસ અને માંડ મધ સાથે સેવન કરવાથી ગેસ, ઓડકાર, અને મોઢામાં આવતું કડવું પાણી બંધ થાય છે. જવ અને અરડૂસી ભેળવીને ઉકાળો બનાવી તેમાં તજ, તમાંલપત્ર અને ઈલાયચીનું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી એસીડીટી અને તેનાથી થતી ઉલટી મટે છે. આમ આપણે ઘરેલુ નુસખાથી એસિડિટીની સમસ્યામા રાહત મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *