કોઇપણ લારી પર થી શાક-ભાજી લેતા પૂર્વે ખાસ ધ્યાન મા રાખો આ ત્રણ વાત, નહીંતર કોરોના….

Spread the love

મિત્રો, હાલ વર્તમાન સમયમા સમગ્ર વિશ્વ કોરોના વાયરસ ની બીમારી ને અટકાવવા માટે અનેકવિધ પગલા લઈ રહ્યુ છે. વિશ્વના અનેકવિધ દેશોમા લોકડાઉન ચાલુ છે અને લોકો ઘરો મા બંધ છે. આ ઉપરાંત લોકોને સામાજિક અંતર જાળવવા માટે પણ સરકારને જણાવ્યુ છે. આ સિવાય લોકો ને માસ્ક અને મોજા પહેરવા તથા હેન્ડવોશ અને સેનિટાઈઝર થી વારંવાર હાથ સાફ કરવાનુ કહેવામા આવ્યુ છે.

આ લોકડાઉનમા જો તમે શાકભાજી ખરીદવા જઇ રહ્યા હોવ તો તમારે અમુક અગત્ય ની બાબતો ની કાળજી લેવી જોઈએ નહિતર વાયરસ થી બચવુ મુશ્કેલ બની શકે છે. શાકભાજી ની ખરીદી કરવા જતા સમયે માસ્ક અને મોજા પહેરીને જવુ અને સામાજિક અંતરની વિશેષ કાળજી લેવી. આ ઉપરાંત પાછા ફરતા સમયે ઘર નો દરવાજો હાથ ની હથેળી થી નહી પણ કોણી થી ખોલવાનો પ્રયાસ કરો.

જો આ શક્ય ના હોય તો ત્યારબાદ દરવાજા ના હેન્ડલ ને સેનેટાઇઝ અવશ્ય કરો. લારીવાળા પાસેથી શાકભાજી ખરીદતી વખતે ત્રણ બાબતો ની અવશ્ય કાળજી રાખવી. શાકભાજી વહેંચતા વ્યક્તિ અને તમારી વચ્ચે ૬ ફૂટ નુ અંતર હોવુ આવશ્યક છે. આ ઉપરાંત તમારે શાકભાજી લેવા માટે આવેલા અન્ય ગ્રાહકો થી પણ યોગ્ય અંતર રાખવાની આવશ્યકતા છે.

જો કોઈ વ્યક્તિ તમારા ઘર નો દરવાજો પકડે છે અથવા તો શાકભાજી ની થેલી પકડે છે તો તેને પણ સેનેટાઈઝ કરીને સ્વચ્છ બનાવવો પડશે. આ શાકભાજી ક્યાં થી આવી રહી છે તે વિશે આપણ ને ખ્યાલ નથી. તેથી, આપણે શાકભાજી ને ગરમ પાણી થી ધોવા જોઈએ અને તેને ધોઇ લીધા બાદ ૧-૨ કલાક સુધી પલાળી રાખવા જોઈએ.

શાકભાજી અને ફળો ધોવા માટે હમેંશા ગરમ પાણીનો ઉપયોગ કરવા માટેનો આગ્રહ રાખવો. શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈને તેનુ સેવન કરવુ જોઈએ જેથી, તેમા ચોંટેલા જંતુઓ સરળતાથી નાશ પામી શકે. જેથી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને નિરોગી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *