કોઈપણ જાતના ખર્ચ વગર એકવાર અજમાવો આ ઘરેલુ ઉપાય, બનાવશે તમારા ચહેરા અને ગાલને સુંદર અને ચમકદાર…

Spread the love

આપણા ચહેરાને સુંદર બનાવવા અનેક પ્રકારના ઉપાયો કરતા હોઈએ છીએ. આપણા ગાલની સુંદરતા આપણા ચહેરા પર હોય છે. આપણા ગાલ દબાઈ ગયા હોય ત્યારે આપણું શરીર પાતું દેખાય છે. તેને કારણે આપણે આત્મવિશ્વાસ પણ ગુમાવી દઈએ છીએ. આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન હોય ત્યારે પણ આ સમસ્યા આવી શકે છે. અનિયમિત ખોરાકને અભાવે પણ આપણા ગાલના સ્વાસ્થ પર ખરાબ અસર પડે છે. તેને લીધે આપણા ગાલ અંદર જતા રહે છે. પુરતું પાણી ન પીવાથી પણ આ થઈ શકે છે.

આવું ત્યારે જ થાય જયારે આપણે આપણા ખોરાકમાં પોષ્ટિક આહાર લેતા ન હોઈએ. ખોરાકમાં લીલા શાકભાજી, દૂધ, ફાળો જેવા આહારો લેતા નથી જેને કારણે આ સમસ્યા થતી જોવા મળે છે. આજે આપણે એવા કેટલાક સરળ અને ઘરગથ્થુ ઉપચાર વિષે વાત કરીશું જે કરવાથી તમારા ગાલ ગોળમટોળ જેવા બની શકે છે. તેથી આજે આપણે એવી કેટલીક ટીપ્સ અને કસરતોને આપણે અપનાવીશું.

ઓલિવ તેલ આપણા ત્વચા માટે ઉપયોગી છે. તેનો ઉપયોગ આપણે ખોરાકમાં પણ કરી શકીએ છીએ. તેનું મસાજ કરવાથી ગાલ ફૂલી જાય છે. નિયમિત તેનો ઉપયોગ ગાલ પર એક ચમચી ઓલીવ તેલનું મસાજ કરવાથી ફાયદો થાય છે. ગાલને ગોળમટોળ બનાવવા માટે દૂધનો ઉપયોગ પણ સારો છે. તે આપની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. ગાલને એક મિનીટ સુધી ફૂલેલા રાખવા. આ યોગને નિયમિત દિવસમાં ત્રણ વખત કરવાથી થોડા દિવસોમાં ગાલ ફૂલેલા થઈ જશે. જેને લીધે આપણો ચહેરો સુંદર દેખાવા લાગશે.

ગુલાબજળ અને ગ્લીસરીન એક સાથે મિક્સ કરી ગાલ પર લગાવાથી બેસી ગયેલા ગાલ ફૂલાવવા લાગે છે. તે ઉપરાંત તમે બદામ અને સરસવના તેલની પણ માલીસ તમારા ગાલ પર કરી શકો છો. આ તેલને ઓછામાં ઓછી પાંચ મિનીટ સુધી તેનું મસાજ કરવું. તેનાથી ઘણો ફાયદો થાય છે. પીચકાયેલા ગાલ પર સફરજનની પેસ્ટ લગાવી, તેને વીસ મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને પાણી થી સાફ કરી લો. તે ઉપરાંત નિયમિત તોપરેલ તેલ અથવા ઓલિવ તેલની માલીસ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.

ચહેરાને સુંદર બનાવવા માટે મેથી પણ ફાયદાકારક છે. તેની અંદર એન્ટીઓક્સિડેન્ટ અને વિટામીન રહેલું છે. જે આપણી ત્વચાને સુંદર અને મુલાયમ બનાવે છે. મેથીના દાણા આપણી ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. તેની અંદર ઘણા પોષક તત્વો રહેલા છે. તેનો ઉપયોગ કરવાથી ગાલ જ નહિ પરંતુ ત્વચા પરની બધી સમસ્યા દુર થાય છે. મેથીના દાણાને આખી રાત પલાળી રાખવા. ત્યારબાદ સવારે તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી. તે સુકાય જાય પછી તેને સાફ પાણીથી ચહેરાને ધોઈ લો. આ કરવાથી ચહેરા પર ચમક આવે છે.

એલોવેરા પણ આપણા ત્વચા માટે ઉપયોગી બને છે. તેની અંદર એન્ટી ઓકિસડન્ટો હોય છે, જે આપણી ત્વચાને સુરક્ષિત રાખે છે. તે આપણી ત્વચા પર કોલેજન ઉત્પન્ન કરે છે. તે સિવાય મધ પણ ત્વચા માટે ઉપયોગી બને છે. તે આપણી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ બનાવે છે. તેને લીધે આપણી ત્વચા સુંદર અને તંદુરસ્ત દેખાય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટના ગુણો હોવાથી તે આપણા ગાલને ગોળમટોળ બનાવે છે. તે આપણા ચહેરા પર રહેલા ખીલને પણ દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *