કોઈપણ જાતની મેડીસીનનો ઉપયોગ કર્યા વગર શ્વાસ, કફ, ખાંસી, દમ, વાયુ અને ફેફસાની સમસ્યાઓને દૂર કરતો અસરકારક ઉપચાર છે આ ઔષધિ, આજે જ જાણો તેના ઉપયોગની રીત…

Spread the love

મિત્રો, આપણા આયુર્વેદ શાસ્ત્રમા એવી અનેકવિધ ઔષધીઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જે આપણા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થતી હોય છે. આજે આપણે આ લેખમા એક એવી જ ઔષધી વિશે ચર્ચા કરવાની છે તો ચાલો જાણીએ કઈ છે આ ઔષધી?

આ ઔષધી છે ઊભી રીંગણી. તે મુખ્યત્વે તમને ભીનાશવાળી જગ્યામા વધારે પડતી જોવા મળે છે. આ ઔષધીનો છોડ અંદાજે બે ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતો હોય છે. આ ઔષધિના પાન ખૂણાવાળા હોય છે. આ ઉપરાંત તેના ફળ ગોળ હોય છે. તેમા પુષ્કળ બીજ આવેલા હોય છે. ચોમાસામા પાણીવાળી જગ્યા હોય ત્યા આ ઊભી રીંગણી ઊગી નીકળે છે. એના પુષ્પ એકદમ જાંબુડીયા રંગના હોય છે.

આ ઔષધી એ કફનાશક અને વાતનાશક છે. તેના સેવનથી તમે પેટદર્દ, મરડો, પેશાબ સાથે સંકળાયેલી સમસ્યાઓ વગેરેમાંથી રાહત મેળવી શકો છો. આ સિવાય તમે કફ, ઉધરસ, દમ, વાયુ, જવર વગેરેમા પણ સારા એવા લાભ મેળવી શકો છો. શ્વાસની તકલીફમા પણ મોટી રીંગણી પર જીરુ અને આમળકંટીનું ચૂર્ણ સાથે સેવન કરો તો શ્વાસ નિયમિત થઇ જાય છે.

આ ઉપરાંત એના મૂળ આસોપાલવના પાનમા વાટીને તેનો ઉપયોગ ફોલ્લાવાળા ભાગ પર કરવાથી તેમા રાહત મળે છે. આ સિવાય ઊભી રીંગણી, બેઠી રીંગણી, ભારંગ, ભોંયકોળુ, હળદર, વજ, ઉપલેટ, કાળી મૂસળી, હરડે, લીમડાની ગળો, અતિવિષની કળી, લવિંગ અને જાવંત્રી આ તમામ ચીજવસ્તુઓ એકસમાન માત્રામા લઈને તેમા ૨૫૦ ગ્રામ અરડૂસીના પાન અને ઘી ઉમેરી તેનુ સેવન કરવામા આવે તો તમને જવર, કાસ, શ્વાસ, કમળો, જઠરાગ્નિ મંદ પડવું, પાંડુરોગ તથા અર્શ વગેરે જેવી સમસ્યાઓમા રાહત મળે છે.

આ ઉપરાંત આ ઔષધી પિતની સમસ્યાના નિદાન માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તદુપરાંત આ ઔષધિના પાન વાટી તેનો લેપ તૈયાર કરી ચામડી પર લગાવવાથી તમને ઘણી રાહત રહે છે. આ સિવાય આદુના રસ સાથે આ ઔષધિનુ સેવન કરવાથી તમને ઉલટીની સમસ્યામા રાહત મળે છે. આ ઉપરાંત આ ઔષધિના મૂળનુ ચૂર્ણ પીપર સાથે મધમા મિક્સ કરીને લેવાથી તમને દમની સમસ્યામા ઘણી રાહત મળી શકે છે.

આ ઉપરાંત જો તમે ભોરીંગણી, કળથી, દેવદાર તથા પીપર એકસમાન માત્રામા લઈને ત્યારબાદ તેમા સૂંઠ અને બેઠી રીંગણી ૧૦-૧૦ ગ્રામની માત્રામા લઈને તેનો ઉકાળો તૈયાર કરો તો આ ઉકાળાના સેવનથી સૂકી ઉધરસ, દમ, શ્લેષ્મ, જીર્ણ તથા છાતીના દર્દોમા અથવા તો શ્વાસ લેવામા તકલીફ પડતી હોય તેવા દર્દોમા પણ તમને ખૂબ જ રાહત મળે છે તો એકવાર આ ઔષધી અવશ્યપણે અજમાવો, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *