કોઈપણ જાતની દવા કે ઓપરેશન વગર જડમૂળથી દૂર કરો ઘૂંટણ, કમર તેમજ સાંધાથી લગતા અસહ્ય દુખાવો, જાણો આ કુદરતી ઉપચાર…

Spread the love

મિત્રો, સાંધાની સમસ્યા એ આજે એક સર્વસામાન્ય બીમારી બની ચુકી છે. આ સમસ્યા મુખ્યત્વે ૫૦ વર્ષ પછી ખુબ જ વધારે પડતી જોવા મળી રહી છે. મુખ્યત્વે જો તમારા ઘૂંટણમા દર્દ થતો હોય તેમજ સોજાની સમસ્યા આવી જતી હોય છે. જો તમે યોગ્ય માત્રામા પોષકતત્વો મળી રહે તેવી વસ્તુઓનુ સેવન કરો તો તમને સાંધાના દુ:ખાવાની સમસ્યાને દૂર કરવામા રાહત મળી શકે છે. તો ચાલો આજે આ વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

ફળોમા પાઈનેપલ એ એક ખૂબ જ શ્રેષ્ઠ ફળ માનવામા આવે છે. તેમા બ્રોમીન નામનુ તત્વ સમાવિષ્ટ હોય છે. તે સાંધાના દુ:ખાવાની સમસ્યાને દૂર કરવા માટે ઔષધી સમાન કાર્ય કરે છે. આ સમસ્યાથી પીડિત લોકોએ નિયમિત સવારે એક કપ ગરમ પાણીમા એક નાની ચમચી તજનો પાવડર ઉમેરી અને નિયમિત રીતે તેનુ સેવન કરો તો તમને સાંધાના દુ:ખાવાની સમસ્યામા તાત્કાલિક રાહત મળી શકે છે. આ સિવાય રાઈના ઓઈલ સાથે કાંદાનો રસ મિક્સ કરીને માલિશ કરવાથી સંધિવાની સ્મય્સા તુરંત દૂર થઇ જાય છે.

જો તમે સંધિવામા આવતા સોજા પર અજમાનુ ઓઈલ લગાવો તો તે લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય લવિંગનુ ઓઈલ ઘસીને સંધિવાની સમસ્યાને જડમુળથી દૂર કરી શકાય છે. આ ઉપરાંત કાચા બટાટાની છાલ કાઢ્યા વગર તેના ટુકડા કરીને ત્યારબાદ તેનો રસ કાઢીને સેવન કરવામાં આવે તો તમને સંધિવાની સમસ્યામા રાહત મળી શકે છે.

આ ઉપરાંત આદુના રસમા સહેજ નમક ઉમેરી અને તેનાથી માલિશ કરવામા આવે તો તમને સંધિવાની સમસ્યામા રાહત મળી શકે છે. આ સિવાય સૂંઠનો કાઢો બનાવીને કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે. આ સિવાય જો તમે ધતુરાના પાનનો આઠસો ગ્રામ રસ કાઢીને પછી તેમા દસ ગ્રામ હળદર અને બસ્સો પચાસ ગ્રામ સરસિયુ તેલ નાખી તેનાથી આ તેલની માલિશ કરવાથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટા પડી જાય છે.

આ પાવડર સવાર-સાંજ એક-એક ચમચી પાણી સાથે લેવાથી કમરના દુ:ખાવા અને સંધિવાની સમસ્યામા રાહત મળી શકે છે. દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવા સમસ્યાને રાહત મળી શકે છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગાળી તેનાથી સ્નાન કરવું.

સાંધાના દુખાવામાં કેરોસીન જરા ગરમ કરી માલિશ કરો. તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી, સહેજ ગરમ કરી, માલિશ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીર જકડાઈ જવું, લકવો, વગેરે મટે છે. કોઈ પણ પ્રકારનું શૂળ પડખા, છાતી, હૃદય કે માથામાં દુખાવો હોય તો તુલસીનો રસ ગરમ કરી બે ચમચી તુલસીનો રસ પીવાથી અથવા આ રસ થી તેની માલિશ કરવાથી તરત આરામ મળે છે.

કોકોનટ ઓઈલ એ તમારા માટે ખુબ સારું સાબિત થશે.  આ સિવાય બે નાળિયેરનુ કોપરુ કાઢીને તેના નાના ટુકડા કરી લો. બે નાળિયેરના નીકળેલા ઓઈલમા ત્રણ થી ચાર મરીનું ચૂર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે અને રાત્રે માલિશ કરવી અને તે પછી ગરમ રેતી નો શેક કરવાથી ખૂબ આરામ થાય છે.

જો તમે પણ સ્નાયુઓની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો  દહીં, છાસ, આમલી જેવી ખટાશવાળી  વસ્તુ બંધ કરવી જોઈએ. વાયુને કારણે સાંધામાં દુખાવો હોય તો એક કપ જેટલા તાજા ગોમૂત્રમાં બે મોટા ચમચા દિવેલ મેળવી દિવસમાં બે વખત પીવાથી તે મટે છે. દુખતી ડોક પર સહેજ હૂંફાળું દિવેલ લગાડી, હળવે હાથે દિવસમાં ચારેક વખત દર ચાર કલાકે માલિશ કરવાથી ડોકનો દુખાવો મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *