કોઇપણ જાત ના દુખાવાની એક જ દવા, ખાલી એક જ ચમચી અને ૨૫ થી પણ વધુ બીમારીઓ ને કરશે જડમૂળથી નાબુદ, જાણો તમે પણ…

Spread the love

એરંડિયાનો પાક વર્ષા ઋતુમાં થતો જોવા મળે છે. તેના મૂળિયાં, છાલ, પાંદડા, તેના બી વગેરેનો તેલ બનાવવામાં ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારની ઔષધિ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. ઘણા બધા ઘરેલુ ઉપચાર માટે પણ તે ખૂબ ઉપયોગી બને છે. તેની ખેતી ભારતમાં થતી જોવા મળે છે અને તે સફેદ અને લાલ બે પ્રકારના જોવા મળે છે. તેનો ઉપયોગ ઘણી જ્ગ્યાએ કરવામાં આવે છે.

સફેદ એરંડાનો સ્વાદ તીખો હોય છે અને તે એકદમ તીક્ષ્ણ, ગરમ, જડ, મધુર હોય છે. અનેક પ્રકારના રોગ જેમકે વાયુ કોઢ, બદ, બરોળ, આમપિત, પ્રમેહ, ઉષ્ણતા, વાતરક્ત, મેદ અને અંડવૃદ્ધિને દૂર કરે છે. તેવી રીતે લાલ એરંડો સ્વાદે તૂરો, તીખો, નાનો અને કડવો હોય છે. તેનાથી ઘણા બધા રોગ જેવા કે વાયુ, કફ ,દમ, ઉધરસ, કૃમિ, રક્તદોષ અને અરુચિને દૂર કરે છે. તેના પાંદડા વાતપિત્તનો નાશ કરે છે અને તેનાથી મૂત્રકુચ્છ દૂર થાય છે.

એરંડાના બિયાના ગોળા અગ્નિદીપક, તીખા, મીઠા, ખારા, અતિઉષ્ણ, મલભેદક અને નાના હોય છે. તે ગુલ્મ, શૂળ, કફ, યકૃતનો નાશ કરે છે. તેનું તેલ મધુર, ઉષ્ણ, ગુરુ, રૂચિકર, સ્નિગ્ધ અને કડવું હોય છે. તેનાથી બદ, ઉદરરોગ, ગુલ્મ, વાયુ, કફ, સોજો, વિષમજવર અને કમર, પીઠ, પેટ ગુદાના શૂળનો નાશ કરે છે. તેથી એરંડિયું રોગ સામે રક્ષણ આપે છે.

આપણને કબજિયાત થયું હોય તો તે દૂર કરવા માટે એરંડિયું ખૂબ ઉપયોગી ઈલાજ ગણવામાં આવે છે. તેથી સૂતી વખતે તે પીવાથી પેટ સાફ રહે છે. તેને ગરમ દૂધ કે ગરમ પાણી સાથે પીવાથી પેટ સાફ રહે છે. ક્યારેક પેટમાં વાયુ થવાને કારણે દુખાવો થાય છે ત્યારે તે ફાયદાકારક છે અને ગરમ દૂધમાં થોડું એરંડિયું નાખીને પી જવાથી તરત રાહત થાય છે.

કોઈ પણ ને હરસ થયા હોય અને તે બહાર નીકળી ગયા હોય ત્યારે દરરોજ ત્યાં એરંડિયું લગાવવાથી તે સુકાઈ જાય છે અને તેના દુખાવામાં રાહત થાય છે. ઘણા લોકોને કબજિયાતની તકલીફને લીધે હરસ થતાં હોય છે. કબજિયાત હોય તો હરસમાં દુખાવો થાય છે. સાંધામાં સોજો આવી જાય તો એરંડિયાના પાન પર થોડું એરંડિયું અથવા સરસવનું તેલ ગરમ કરીને લગાવવાથી સોજો આવેલ હોય ત્યાં રાહત થાય છે.

જ્યાં સોજો આવી ગયેલ હોય ત્યાં તે તેલ લગાવીને કપડું બાંધી દેવું જોઈએ. દરરોજ આવી રીતે કરવાથી દુખાવામાં અને સોજામા રાહત થાય છે. વાયુ વિકારથી થતાં પેટના દુખાવા અને કમરના દુખાવામાં રાહત મળે છે. એરંડિયાના બી ની પેશીને વાટી તેમાં થોડું દૂધ અને થોડા થી પણ ઓછું પાણી નાખીને તે પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું જોઈએ. પછી તેમાં સાકર ભેળવીને તેને પીવું જોઈએ.

ક્યારેક માર લાગવાને કારણે ઘા વાગવાને કારણે લોહી નીકળતું હોય તો ત્યાં એરંડિયું લગાવીને પાટો બાંધવાથી રાહત થાય છે. રાતના સુવાના સમયે રુ ના પુમડાને એરંડિયામાં પલાળી ને યોનિમાં રાખવાથી શૂળમાં ફાયદો થાય છે. આવું નિયમિત કરવાથી ઘણા રોગ દૂર થાય છે. તે પાયોરિયાને દૂર કરે છે. તેમાં થોડું કપૂર નાખીને તેને દરરોજ દાતના પેઢા પર ઘસવાથી પાયોરિયામાં ઘણી રાહત મળે છે.

ઘણી વાર આપણે બહાર જતી વખતે આંખમાં માટી કે કચરો પડવાથી આંખ દુખે છે ત્યારે એક ટીપું એરંડિયુ નાખવાથી તરત રાહત મળે છે. પગની એડીની ચામડી ફાટે ત્યારે તે ઘણો ફાયદો કરે છે. એરંડિયું લગાવતા પેલા પગને ગરમ પાણીથી ધોઈને તે પાણીમાં તેને થોડી વાર ડૂબાડી રાખવા તેથી પગ બરાબર સાફ થાય છે અને પછી તે લગાવવાથી ખૂબ ફાયદો થઈ શકે છે.

અમુક ઋતુમાં સ્ત્રીઓના સ્તનની નીપલ ફાટી જાય ત્યારે તેના પર એરંડિયું લગાવવાથી ફાયદો થાય છે. દિવસમાં અનુકૂળ હોય તેટલી વાર લગાવવું જોઈએ. તેવી રીતે કોઈ પણ સ્ત્રીના સ્તનની નીપલ અંદર હોય તો તેનાથી માલિશ કરવાથી ઘણો લાભ થાય છે. આવી રીતે તેના તેલનો ઉપયોગ માથાના વાળ વધારવા માટે થાય છે. વાળ ઓછા હોય તો એરંડિયું લગાવવાથી ઘાટા વાળ આવી જાય છે.

આપણે વાળની સુંદરતા વધારવા માટે ઘણા બધા પૈસાનો ખર્ચો કરીએ છીએ. ત્યારે એવું થાય છે કે જ્યારે ઓછો ખર્ચ કરવાથી સહેલાઈ થી વાળની સુંદરતા વધી શકતી હોય તો વધુ પૈસા ખર્ચવાની શું જરૂર હોય. થોડા દિવસો સુધી નિયમિત રીતે એરંડાના તેલનો ઉપયોગ કરવાથી વાળની સુંદરતામાં વધારો થાય છે અને વાળ ઘાટા થાય છે. આ ઘરેલુ ઉપાય કરવો વાળ માટે ફાયદાકારક છે.

દરરોજ એરંડિયાના તેલથી માથાના વાળમાં માલિશ કરવાથી વાળ ઘણા મજબૂત અને ઘાટા થાય છે. તેનું તેલ પીળા કલરનું હોય છે, તેનું તેલ વાળને લાંબા કરવામાં અને નવા વાળ ઉગાડવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. એક અઠવાડિયામાં બે-ત્રણ વાર માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે અને વાળના મૂળિયાને ઘણું પોષણ મળે છે, તેથી લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે. તેથી સ્વાસ્થ્ય સારું રહે છે.

એરંડિયાના તેલથી વાળના મૂળિયાં મજબૂત થાય છે અને વાળ લાંબા અને ઘાટા થવા લાગે છે. ઘણા પુરુષોને અમુક ઉમરે વાળ જતાં રેતા હોય ત્યારે તે ટકલા થતાં બચવાથી એરંડિયાનું તેલ ખૂબ ઉપયોગી છે. વાળ કોઈ પણ કારણ કે તડકાને લીધે ખરાબ થઈ ગયા હોય તો તેને સુંદર બનાવવા માટે આ તેલનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. આ ઘરેલુ ઉપચાર કરવાથી ખૂબ ફાયદો થાય છે. વાળને લાંબા રાખવા એ અત્યારની મહિલાઓનો શોખ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *