કોઈ ખર્ચા વગર જ તમારા શરદી, ઉધરસ અને ફેફસા સંબંધિત રોગો તથા સ્નાયુના દુખાવા માંથી હમેશા માટે છુટકારો મેળવવા કરો આ સરળ ઘરેલું ઉપાય

Spread the love

ધાર્મિક પરંપરામાં કપૂરનું મહત્વ ખુબ છે. તેનું પૂજા વિધિમાં પણ વધારે મહત્વ છે. તેમાં ઔષધીય ગુણો પણ રહેલા છે. કપૂર આપણા સ્વાસ્થ્ય થી લઈ સૌંદર્યમાં પણ ઘણું ઉપયોગી બને છે. તો ચાલો આપણે કપૂર થી થતા ફાયદા વિષે જાણીએ. વાળની દરેક સમસ્યામાં કપૂર ઉપયોગી બને છે. ક્યારેક આપણા વાળમાં ખોળો, ખરતા વાળ જેવી અનેક સમસ્યા થાય છે.

ત્યારે ટોપરાના તેલમાં કપૂર મિક્સ કરી તેને ગરમ કરો. ત્યાર બાદ તે તેલની માલિશ તમારા વાળ પર કરવી. ત્યાર પછી એક કલાક રહેવા દો. ત્યાર બાદ વાળને પાણી વડે ધોઈ લો. આ કરવાથી વાળ ખરવાની સમસ્યા દુર થાય છે, અને તે આપણા વાળને મજબુત પણ બનાવે છે.

જો તમે દાઝી ગયા છો, તો કપૂરનું તેલ અસર વાળા સ્થાન ઉપર લગાવો. એમ કરવાથી તમને જલ્દી આરામ મળી જશે. અને તે સતત લગાવવાથી ઘા ભરાઈ જશે. જો તમે સાંધાના દુ:ખાવાથી દુ:ખી છો, તો તમારા માટે કપૂરનું તેલ આશીર્વાદ રૂપ છે. કપૂરના તેલથી માલીશ કરવાથી સાંધાનો દુ:ખાવો હંમેશા માટે દુર થઇ જાય છે.

જો તમે તમારી સુંદરતા વધારવા માંગો છો, તો કપૂર વાટીને તમારા ચહેરા પર લગાવો. તેનાથી ચહેરો ખીલી ઉઠશે અને ડાઘ ધબ્બા બધું દુર થઇ જશે. તેના માટે કોઈ તેલમાં કપૂર ભેળવીને પછી ચહેરા ઉપર લગાવો. જો તમને પેટનો દુ:ખાવો છે તો ફુદીનો અને અજમાના સરબતમાં થોડું કપૂર ભેળવો અને પી જાવ. આમ કરવાથી તમને જલ્દીથી આરામ મળી જશે.

જો તમને શરદી જુકામ છે, તો કપૂરથી સારી કોઈ દવા નથી. તેના માટે તમે કપૂરને સુંઘી લો, તેનાથી તમારી આ બીમારી દુર થઇ જશે. જો તમે કાનના દુ:ખાવાથી દુ:ખી છો, તો તુલસીના પાંદડાના રસમાં થોડુ કપૂર ભેળવીને કાનમાં એક કે બે ટીપા નાખો, તેનાથી તમને જલ્દી આરામ મળશે. જો શરીર ના કોઈ પણ ભાગે ખંજવાળ આવતી હોય તો કોપરેલ તેલ મા કપૂર ઉમેરી તે ભાગ પર લગાવવાથી ખંજવાળમા રાહત મળે છે.

કપૂરનુ તેલ વા ની જગ્યા પર ઘસવાથી ગમે તેવા વાં ના દુખાવામા ફાયદો થાય છે અને થોડાક જ સમય મા વાં નાબૂદ થાય છે. કપૂર ને સળગાવી થયેલ ધુમાડાને લીધે જીવાણુનો નાશ થાય છે તેથી બીજા પણ અનેકવિધ ચેપી રોગ સામે રક્ષણ પ્રાપ્ત થાય છે. જો તમે પગમા પડેલા ચીરાથી પરેશાન છો અને ઘણા ઉપાય અજમાવી જોયા છે છતા કોઈ ફાયદો થતો નથી તો નવશેકા પાણીમા થોડુ કપુર અને મીઠું ઉમેરી પગ પલાળવા અને ત્યારબાદ ક્રિમ લગાવવી. થોડાક સમયમા પગમાં પડેલા ચીરા દુર થાય છે. આપણા કબાટમાં મુકેલા કપડાને ફ્રેશ રાખવા માટે કપૂરની ગોળી મુકવી, જેથી જીવડાઓ આવતા નથી અને કપડામાં ગંદી વાસ પણ નથી આવતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *