કોઈ આયુર્વેદિક જડીબુટ્ટી થી કમ નથી આ અજમો, જાણો આવા છે તેના સ્વાસ્થ્યવર્ધક ગુણ…

Spread the love

મિત્રો, અજમો એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. અજમાનો ઉપયોગ મુખ્યત્વે આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. આ સિવાય ઘણા લોકો તેનું ચૂરણ બનાવીને ભોજનનુ સેવન કર્યા બાદ થોડુ-થોડુ લે છે. તો ચાલો આજે આપણે આ લેખમા અજમાના વિશિષ્ટ ગુણો વિશે માહિતી મેળવીશુ.

પાચનક્રિયા મજબુત બનાવે :

તેના નિયમિત સેવનથી આપણી પાચનક્રિયા મજબુત બને છે. જો તમે જમ્યા બાદ અજમાની ફાકીનુ સેવન કરો તો તમારુ પાચનતંત્ર મજબુત બને છે અને અપચાની સમસ્યાને દૂર કરવામા મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય જો તમે અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને તેનુ સેવન કરો તો ગેસની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.

ઉધરસની સમસ્યા દૂર થાય :

જો તમે ૧/૨ કપ પાણીમા ૧/૨ કપ અજમાનો રસ મિક્સ કરી સવારે અને સાંજે જમ્યા બાદ તેનુ સેવન કરવાથી અસ્થમાની સમસ્યામા રાહત મળે છે. આ સિવાય ઉધરસની સમસ્યામાંથી રાહત મેળવવા માટે અજમાના રસમા એક ચપટી સંચળ મિક્સ કરી તેનુ સેવન કરો અને ત્યારબાદ ગરમ પાણીનુ સેવન કરી લો.

ખીલની સમસ્યા દૂર થાય :

જો તમે બે ચમચી અજમાને વાટીને ચાર ચમચી દહીમા ઉમેરો અને ત્યારબાદ આ મિશ્રણને વ્યવસ્થિત રીતે મિક્સ કરી રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી ખીલ અને ડાર્ક સર્કલની સમસ્યા મટી જાય છે.

માસિકની પીડામાં રાહત મળે :

માસિકની સમસ્યા દરમિયાન થતી પીડામાંથી મુક્તિ મેળવવા માટે ૧૫-૩૦ દિવસ સુધી જમ્યા બાદ હુંફાળા પાણી સાથે અજમો લો. તેનાથી આ પીડામા રાહત મળશે પરંતુ, જો માસિક દરમિયાન બ્લીડિંગ વધુ થાય છે કે ગરમી થાય વધુ છે તો આ પ્રયોગ ના કરવો.

ગર્ભાવસ્થામા લાભદાયી :

ગર્ભાવસ્થાના સમય દરમિયાન સ્ત્રીઓ માટે અજમો ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેના સેવનથી લોહી સાફ રહે છે અને આખા શરીરમા બ્લડ સર્કુલેશન પણ સંતુલિત રહે છે.

સ્કીનની સમસ્યા દૂર થાય :

જો તમારા શરીર પર દાણા, ધાધર અથવા ખરજવાની સમસ્યા થઈ જાય તો અજમાને પાણીમા ઘટ્ટ વાટીને દિવસમા બે વાર લેપ કરો. આમ, કરવાથી તમારી સ્કીન સાથે સંકળાયેલ દૂર થાય છે.

કાનની સમસ્યા દૂર થાય :

જો તમને કાનમા દુ:ખાવાની સમસ્યા થતી હોય તો અજમાના તેલના એક-બે ટીપા કાનમાં નાખવાથી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *