કોઇપણ પ્રકારના ચાંદા, ગાંઠ તેમજ ડાયાબિટીઝ જેવા ઘણા રોગો માટે ખુબ જ અસરકારક છે આ આયુર્વેદિક ઔષધિ, આ રીતે કરવો ઉપયોગ…

Spread the love

ઉંબરાના ઝાડ પર ફૂલ આવતાં નથી. આ ઝાડની શાખાઓમાંથી ફળ ઉત્પન્ન થાય છે. તે ફળ ગોળ -ગોળ અંજીરના આકારનાં હોય છે. અને તેના ફળમાંથી સફેદ – સફેદ દૂધ નિકળે છે. આ ઝાડનાં પાંદડાં લભેડા જેવાં હોય છે. નદીના પટમાં થતાં ઉંબરાનાં પાંદડાં અને ફળ સામાન્ય ઉંબરાનાં પાંદડાં -ફળ કરતાં થોડા નાનાં હોય છે.

ઉંબરો શીતળ , ગર્ભસંધાનકારક , વ્રણરોપક , રૂક્ષ , કસેલો , ભારે, મધુર, અસ્થિસંધાન કારક તેમજ વર્ણને ઉજ્જ્વળ કરનાર છે. કફપિત્ત,અતિસાર તથા યોનિ રોગને નષ્ટ કરનાર છે. જે વ્યક્તિને ગાલ પીચોરીયા થયા હોય તેને ઉંબરા ના દુધનો લેપ લગાવો જોઈએ. તેના થી તેને રાહત મળે છે. કોઈ પણ જગ્યાયે ગાંઠ હોય ત્યાં પણ ઉંબરાનું દૂધ લગાવાથી તે ગાઠ બેસી જાય છે.

જે વ્યક્તિને ડાયાબીટીસ છે તેના માટે પણ ઉંબરાનું ઝાડ ખુબ ઉપયોગી છે. આ ઉંબરાના ફળને પાણી સાથે ઉકાળી પીવાથી ડાયાબીટીસના લોકોને સુગર લેવલ કન્ટ્રોલમાં આવે છે. તે પાણી આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન કરે છે. જે આપણા શરીરની અંદર રહેલી સુગરનું કન્ટ્રોલ કરે છે. અને ડાયાબીટીસમાં રાહત આપે છે.

વારંવાર પેશાબ થતો હોય તો એક ચમચી ઉમરાની છાલનો ભુકો ચાર કપ પાણીમાં એક કપ જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે. ઉમરાનાં પાકાં ફળ ગોળ કે મધ સાથે ખાવાથી રક્તપિત્ત મટે છે. ઉમરાનું દુધ સોજાવાળા ગાલ પર લગાડવાથી ગાલપચોળીયું મટે છે. મચકોડના સોજા પર ઉમરાનું દુધ લગાડવાથી સોજો દુ:ખાવો મટે છે. પતાસા પર ઉમરાનાં દુધનાં ૪-૫ ટીપાં પાડી ખાવાથી રક્તાતિસાર મટે છે. ઉમરાનાં સુકવેલાં પાકા ફળનું એક ચમચી જેટલું ચુર્ણ એટલી જ સાકર સાથે લેવાથી રક્તપ્રદર મટે છે.

ઉંબરાની છાલને પાણીમાં ધસી તેને પીવાથી તાવમાં લગતી ગમે તેવી તરસ અટકે છે. ઉંબરાના દુધને તાળવે ચોપડવાથી ઉધરસ મટે છે. તે આપણી પાચનક્રિયાને પણ મજબુત બનાવે છે. તેનાથી આપણો ખોરાક આસાનીથી પચી જાય છે. કમરના દુખાવા પર ઉંબરાનું દૂધ લગાવાથી દુખાવામાં રાહત મળે છે. કોઈ પણ જાતની ગરમીમાં ઉંબરાના ફળ ખાવા જોઈએ.

ઉંબરાની છાલને ઉકાળી વાગેલા ધા પર લગાવાથી તે જલ્દી રુજય છે. દાંતને લગતી બધી સમસ્યા દુર કરવા માટે પણ આ ફળ ખુબ ઉપયોગી છે. તેના બે થી ત્રણ ફળને ઉકાળીને તે પાણીના કોગળા કરવાથી દાંત અને મો ને લગતી બધી સમસ્યા દુર થાય છે અને તે આપણા દાંતને મજબુત બનાવે છે. શીતળા, ઓરી, અછબડા જેવા બીજા અનેક રોગમાં આનો ઉકાળો પીવાથી ખુબ સારુ પરિણામ મળે છે. તે આપણી શરીરની ગરમીને બહાર કાઢે છે. મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે તેની ગોળી ચૂસવાથી આરામ મળે છે. ઉંબરાનો ઉપયોગ લાકડી બનાવવા માટે પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *