ખુબ જ ભાગ્યશાળી જાતકોને મળે છે આવા ચાર ગુણ ધરાવતી પત્નીઓ, જાણો ક્યાંક તમારી પત્ની મા નથી ને આ ગુણ?

Spread the love

પહેલાના લોકોની જેમ અત્યારના લોકો પણ એકબીજા સાથે જોડાયેલા રહેતા હોય છે. એ લોકો તર્કસંગત અને માનવજાતિની ઈચ્છાને જાણવા માટે અને તેના જવાબ આપવા માટે તે એકબીજાની વાત કહેતા. ઘણા લોકો આજે પણ પ્રાચીન સમયની વાતો પર પ્રમાણિક્તા અને વિશ્વાસ રાખતા આવે છે અને તેની વાતો કરતા હોય છે. તેથી તેનું અસ્તિત્વ ઘણી બધી વાતો પર વિરામ લગાવી શકે છે.

આવી અનેક પ્રકારની વાતો આપણાં હિન્દુ ધર્મના ગ્રંથો પર લખવામાં આવેલી છે. કેટલાક હિન્દુ ધર્મગ્રંથોમાં સારી પત્નીમાં કઈ ખૂબી હોય છે તેના વિષેની વાત કરવામાં આવેલી છે. તેમાં કહેવામા આવ્યું છે કે આ ૪ ગુણવાળી પત્ની ખૂબ ભાગ્યશાળી હોય છે. તેથી કોઈ સ્ત્રીમાં આ ગુણો હોય તો તે પોતાના પતિ માટે ખૂબ ભાગ્યશાળી કહેવામા આવે છે.

આ ચાર ગુણવાળી પત્ની ખૂબ જ ભાગ્યશાળી હોય છે:

આપણાં ધર્મગ્રંથ મહાભારતમાં ભીષ્મપિતા એ વાત કહી છે કે આપણે ઘરની દરેક સ્ત્રીને હંમેશા ખુશ રાખવી જોઈએ. તેનાથી ઘરની પ્રગતિમાં વધારો થાય છે અને વંશવૃદ્ધિ થાય છે. તેને આ ગ્રંથ માં જણાવ્યુ છે કે જો બધાની પત્નીઓ ખુશ રહેશે તો તે ઘરમાં બરકત રહે છે. આવું ન થાય તે ઘરમાં ગરીબી આવવા લાગે છે. તેથી ઘરમાં સ્ત્રીનું માન સન્માન જળવાય રહેવું જરૂરી છે.

ભીષ્મ પિતામહ સિવાયના કેટલાક ધાર્મિક ગ્રંથોમાં પત્નીના ગુણો અને તેના અવગુણોની વાત કરવામાં આવેલી છે. એવી રીતે એક આદર્શ પત્ની શું હોય તેના ગુણો કેવા હોય તેના વિષેની જાણકારી આપવામાં આવી છે. તે પત્ની પોતાના પતિ માટે કેટલી ભાગ્યશાળી છે તે તેનામાં રહેલા ગુણો પરથી નક્કી કરવામાં આવે છે.

ગરુડ પુરાણ માં એક શ્લોક દ્વારા પત્નીમાં કેવા ગુણો હોવા જોઈએ તેનું વર્ણન કરવામાં આવ્યું છે.તે શ્ર્લોક કોઈ પણ પત્નીમાં કેવા પ્રકારના ગુણો છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તે શ્ર્લોક “सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रियंवदा। सा भार्या या पतिप्राणा सा भार्या या पतिव्रता।।” છે.

ગૃહે દક્ષા:

આવા ગુણ ધરાવતી કોઈ પત્ની કે ઘરની રસોઈ બનાવવામાં, સાફ-સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, કપડાં વાસણ કરવામાં, પોતાના બાળકોની જવાબદારી સાંભળવા, મહેમાનોનું સન્માન કરવું આવા ઘરના અનેક કામ તેતેવી પત્ની જે બધા કાર્યોમાં ખૂબ કુશળ હોય છે. આવી પત્ની પોતાના ઘર અને પરિવાર માટે ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

પતિપ્રાણા:

ઘણી બધી પત્નીઓ પોતાના પતિની વાતોને સાંભળીને તેનું અનુસરણ કરતી હોય છે. તે ક્યારેય પોતાના પતિ સામે કે તેમના ઘરના લોકો સામે કોઈ ખરાબ શબ્દો કે ખરાબ વર્તન ન કરતી હોય તેવી પત્ની તેમના પતિ માટે ભાગ્યશાળી કહી શકાય છે. આવી પત્નીથી તેમનો પતિ પણ હંમેશા ખુશ રહે છે અને તે તેના માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે.

પ્રિયંવદા:

કોઈ પણ પત્ની પોતાના પતિ સિવાય તેમના ઘરના બધા સભ્યો સાથે પ્રેમથી અને સભ્યતાથી વાત કરતી હોય છે. તે બધા લોકો સાથે મધુરતાથી વાત કરતી હોય છે. ઘરના વડીલો કે મહેમાનો સાથે સારી ભાષામાં વાત કરતી પત્ની પોતાના ઘર માટે ખૂબ ભાગ્યશાળી સાબિત થાય છે. આવી પત્ની હોય તે પતિઓને ભાગ્યશાળી માનવામાં આવે છે.

પતિવ્રતા:

પત્ની માટે પવિત્ર હોવું એ સૌથી મોટો ગુણ કહેવામા આવે છે. કોઈ પણ પત્ની બીજાપુરુષના વિચારો પોતાના મનમાં ન લાવતી હોય તે પત્નીને ખૂબ ભાગ્યશાળી ગણવામાં આવે છે. આવી પત્નીઓ પોતાના પતિ માટે ખૂબ નસીબદાર હોય છે તેવું ગરુડ પુરાણમાં કહેવામા આવ્યું છે. જો આવા ગુણ પત્નીમાં હોય તો તે પોતાના પતિ અને પરિવાર માટે હંમેશા ખૂબ ભાગ્યશાળી ગણવામાં આવે છે. જેથી પતિ પોતાની માટે ખૂબ ખુશ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *